પ્રથમ વખત – નાસાએ સંભળાવ્યો સૂર્યદેવ નો અવાજ – અહી ક્લિક કરીને તમે પણ સાંભળી શકો છો

જુના જમાના થી જ સુર્ય ને એક દેવતા તરીકે ગણવામાં આવે છે અને તેમની પૂજા કરવામાં આવે છે.એવું કહેવામાં આવે છે કે સુર્યદેવ ની નિયમિત પૂજા કરવા થી લોકો પોતાની મનની ઈચ્છાઓ ને પૂર્ણ કરી શકે છે.

પરંતુ બદલતા સમય અને આગળ વધતું જતું વિજ્ઞાન એ કઈ ને કઈ નવું લાવ્યાજ કરે છે.હવે વિજ્ઞાન નો એવો દાવો છે કે સુર્ય નો પોતાનો અવાજ છે.શું તમને લાગે છે કે સુર્ય નો પોતાનો કોઈ અવાજ હશે ? આ વાત ની ચર્ચા ૪ તારીખ થી ચાલી રહી છે.

કારણ કે પૂર્વ આઈ પી એસ અધિકારી અને અત્યારે પોંડીચેરી ની રાજ્યપાલ કિરણ બેદી એ આ વાત ને લઈને ૪ જાન્યુવારી ના દિવસે સવારે ૮ વાગ્યે એક ટ્વીટ કર્યું હતું.

કિરણ બેદી ટ્વીટ કરી શેર કર્યું આવું :

કિરણ બેદી એ આ ટ્વીટ માં એક લિંક શેર કરી છે જેમાં એક દાવો કરવામાં આવ્યો છે કે સુર્ય ની કિરણો માંથી ઓમ ની અવાજ નીકળે છે. આ ટ્વીટ માં એક દાવો કરવામાં આવ્યો છે કે આ અવાજ અમેરિકા અંતરીક્ષ એજન્સી નાસા એ રેકોર્ડ કરી છે.જોકે આ વાત ખોટી છે 

આ કારણે તેણીને સોસિયલ મીડિયા માં ટ્રોલ કરવામાં આવી રહી છે.જયારથી કિરણ બેદી એ ટ્વીટર પર આ પોસ્ટ મૂકી છે ત્યારથી આ અવાજ અલગ અલગ પ્લેટફોર્મ માં વાયરલ થઇ રહી છે.

ઘણા બધા લોકો આ અવાજ ને ફેસબુક, વોટ્સઅપ જેવા પ્લેટફોર્મ પર પોસ્ટ કરી રહ્યા છે. પણ સાચું આનાથી અલગ જ છે. આજે અમે સુર્ય નો સાચો અવાજ લઈને આવ્યા છીએ.

સાચેજ સુર્ય ને છે અવાજ :

સુર્ય નો અવાજ સાચેજ નાસા ના વૈજ્ઞાનિકો એ રેકોર્ડ કરેલી છે. સુર્ય નો આ અવાજ સાંભળતા પહેલા એ જાણવું જરૂરી છે કે ખરેખર આ અવાજ ને રેકોર્ડ કેવી રીતે કરવામાં આવ્યો છે.સુર્ય ના અવાજ ને રેકોર્ડ કરવાનું આ કામ નાસા ના હેલીયોસ્ફેરિક ઓબ્ઝેર્વેટરી ના એક વૈજ્ઞાનીકે કર્યું છે.

૨૦ વર્ષ નો સમય લાગ્યો :

આ મિશન ને પૂરું કરવા માટે આ વૈજ્ઞાનિક ને અંદાજે ૨૦ વર્ષ ની સમય લાગ્યો.હવે સવાલ એ થાય છે કે સુર્ય માંથી અવાજ કેવી રીતે આવી શકે ? નાસા ના વૈજ્ઞાનિકો ના મતે સુર્ય ની ગતિ માં આવેલા બદલાવ ને કારણે સુર્ય થી નીકળવા વાળી સૌર લહેરો અને વિસ્ફોટ ને કારણે આ અવાજ નીકળે છે.

આમાંની ખાસ વાત તો એ છે કે સુર્ય માંથી નીકળતી આ અવાજ ની આવૃત્તિ એવી છે કે તે માણસો ને સંભળાય શકે છે. આ અવાજ નીકળવાનું હમેશા ચાલુ જ રહે છે.પણ મુશ્કેલી તો એ છે કે સુર્ય ની એટલું નજીક કોઈ કેવી રીતે જી શકે છે.પણ નાસા ના વૈજ્ઞાનિકો એ તેમના ઉપગ્રહ અને વિજ્ઞાન ની શક્તિ થી આવું કરી બતાવ્યું છે.

નાસા એ પોતે જ વર્ષ ૨૦૧૮માં આના વિશે ટ્વીટ કર્યું હતું અને કહ્યું હતું કે સુર્ય શાંત નથી.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!