રાજકોટના નવા બસ સ્ટેન્ડની આ તસવીરો જોઈને “વાહ” કહી ઉઠશો – જુવો અંદરની તસવીરો

રાજકોટ માં ઘણા સમય થી બની રહેલા નવા બસ સ્ટેન્ડ નું હમણાં જ ગુજરાત ના મુખ્યમંત્રી વિજય રૂપની દ્વારા લોકાર્પણ થયું છે.આજે અમે તમને આ નવા બસ સ્ટેન્ડ ની કેટલીક તસ્વીરો બતાવવાના છીએ અને તેના વિશે જણાવવાના છીએ.

૧૫૬ કરોડ ના ખર્ચે બન્યું છે :

રાજકોટ માં બનેલું આ નવું બસ સ્ટેન્ડ ૧૫૬ કરોડના ખર્ચે બંનેલુ છે.આ બસ સ્ટેન્ડ ૧૧ હાજર ચોરસ મીટર માં ફેલાયેલું છે.સાથે જ આ બસ સ્ટેન્ડ માં મલ્ટીપ્લેક્ષ અને મોલ જેવી એક થી એક ચડિયાતી વસ્તુઓ પણ છે.

ફાઈવ સ્ટાર હોટેલ ને ટક્કર દઈ શકે તેમ છે :

આ પહેલા વડોદરા અને અમદાવાદ માં આવું મોડર્ન બસ સ્ટેન્ડ બનેલું છે , જેના પછી હવે રાજકોટ માં પણ આ ફાઈવ સ્ટાર હોટેલ ને ટક્કર દઈ શકે તેવું મોડર્ન બસ સ્ટેન્ડ બન્યુ છે.મોડર્ન ડિઝાઈન અને લાઈટનીંગ ને લીધે એરપોર્ટ જેવું લાગે છે, નવું બનેલું આ બસ સ્ટેન્ડ.

૧૪૫૦ જેટલી બસો નું આવન જાવન થઇ શકે તેમ છે:

રાજકોટ માં બનેલા આ બસ સ્ટેન્ડ માં ગ્રાઉન્ડ ફ્લોર પર ૨૦ પ્લેટફોર્મ બનાવ્યા છે જેમાં ૧૪૫૦ થી વધારે બસો નું આવન જાવન થઇ શકશે.

નવા બનેલા આ બસ સ્ટેન્ડ માં ટીકીટ કાઉન્ટર ઉપરાંત પૂછ પરજ કેન્દ્ર, પબ્લિક અનાઉંસમેન્ટ સિસ્ટમ , જીપીએસ અને ડીઝીટલ સ્ક્રીન જેવી સુવિધાઓ છે.

સિસીટીવી કેમેરા પણ છે :

૧૫૬ કરોડ ના ખર્ચે બનેલુ આ નવું બસ સ્ટેન્ડ આખુ સીસીટીવી કેમેરા થી સજ્જ છે.આ સિવાય વ્હીલચેર, સામાન માટે ની ટ્રોલી, કેન્ટીન અને રેસ્ટોરન્ટ પણ છે.

આ સિવાય અહી સુપર માર્કેટ, ફૂડ ઝોન, ગેમઝોન, શોપિંગ મોલ અને સિનેમા જેવી વ્યવસ્થા પણ છે.

નવા બનેલા આ બસ સ્ટેન્ડ માં ૩૫૦ થી વધુ કોમર્શીયલ શોપ હશે.

પાર્કિંગ પણ છે ખુબ મોટું :

નવા બનેલા આ બસ સ્ટેન્ડ માં અન્ડર ગ્રાઉન્ડ પાર્કિંગ માં ૧૦૦૦ થી વધુ બાઈક અને ૩૦૦ કાર પાર્ક થઇ શકશે.

રાજકોટ ડિવીઝન એક દિવસ માં ૧.૧૪ લાખ મુસાફરો નું અને ૨ લાખ કિલોમીટર થી વધુ સંચાલન કરે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!