રાજકોટમાં આ કારણથી કોહલી આ છોકરાને મળ્યો અને એની સાથે ફોટો પણ પડાવ્યો – વાંચો વિગત

પહેલા લોકો પોતાને ગમતા સ્ટાર ના ઓટોગ્રાફ માટે પાગલ હતા, પછી લોકો સ્ટારસ ની સાથે ફોટો પડાવતા થઇ ગયા હતા અને હવે આજ ફોટા ને સેલ્ફી નું નામ આપવામાં આવ્યું છે અને લોકો પોતાને પસંદ હોય તેવા સ્ટાર સાથે સેલ્ફી લેવા નો ખુબ શોખ હોય છે.

પણ ક્યારેય તમે જોયું છે કે કોઈ સ્ટારે પોતાના પ્રસંશકો સાથે જાતે સેલ્ફી લીધી હોય? આવું જ કઈક બન્યું છે રાજકોટ ના એક છોકરા સાથે.

વિરાટ કોહલીએ જાતે પાડી સેલ્ફી :

રાજકોટ ના આ છોકરા સાથે વિરાટ કોહલી એ જાતે જ તેની સાથે સેલ્ફી લીધી હતી.આ છોકરો વિરાટ કોહલી નો ખુબ મોટો પ્રસંશક છે અને જયારે જયારે વિરાટ કોહલી આઉટ થાય છે ત્યારે તે ઉદાસ થઇ જાય છે અને ક્યારેક રળે પણ છે.

કોણ છે આ છોકરો ?

આ છોકરો છે છટ્ઠા ધોરણ માં ભણતો કૌશલ. કૌશલ ના પરિવાર ના જણાવ્યા અનુસાર કૌશલ જયારે સાત વર્ષનો હતો ત્યારે તેને બ્લડ કેન્સર છે એવી ખબર પડી હતી. આ સાંભળી ને તેના પરિવારે તેને સાજો કરવા માટે ઘણા પ્રયત્નો કર્યા હતા અને માત્ર રાજકોટ નહિ આખા ગુજરાત માં ઘણા બધા હોસ્પિટલ માં સારવાર કરાવી હતી.

મગજનું કેન્સર પણ હતું :

બ્લડ કેન્સર ઉપરાંત કૌશલ જયારે નવ વર્ષનો થયો ત્યારે તેને મગજ નું કેન્સર પણ છે એની પણ ખબર પડી હતી.જોકે તેના પરિવાર જનોની પ્રાર્થના પ્રયત્નો અને ડોક્ટર ની મહેનત ને લીધે કૌશલ સાજો થઇ ગયો છે અને હવે તે સંપૂર્ણ રીતે સ્વસ્થ છે.

કૌશલ ની કોહલી ને લઈને ચાહના ને લીધે તેના પરિવાર ના લોકો એ રાજકોટ ના ડીસીપી રવિ મોહન સૈની, રાજકોટ જીલ્લા ના પોલીસ વડા બલરામ મીણા અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોશિએશન ના પ્રમુખ જયદેવ શાહ ને વિરાટ કોહલી સાથે કૌશલ ના ફોટો પડાવવા ની ઈચ્છા વિશે જણાવ્યું હતું.

કોહલીએ પોતે સેલ્ફી લેવાનું કહ્યું :

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોશિયેશન ના પ્રમુખ જયદેવ શાહે કૌશલ ની આ ઈચ્છા અને તેની પહેલા ની બીમારી વિશે ની વાત વિરાટ કોહલી ને વિગતવાર જણાવી હતી. આ વાત ને સાંભળી ને વિરાટ કોહલી એ પોતે જ કૌશલ સાથે સેલ્ફી લેવા ની ઈચ્છા વ્યક્ત કરી હતી.પછી તેણે કૌશલ સાથે રાજકોટ ના ખંઢેરી સ્ટેડીયમ માં સેલ્ફી લીધી પણ હતી.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!