રણવીર અને પરિવારને છોડીને આમની સાથે દીપિકા પોતાનો ૩૪ મો જન્મદિવસ ઉજવશે – પોતે જ કર્યો આ ખુલાસો

દીપિકા હમણા પોતાની આવનારી ફિલ્મ “છપાક” ના પ્રમોશન માં ખુબજ વ્યસ્ત છે. ફિલ્મ થોડાજ દિવસો માં સિનેમા ઘરો માં રીલીઝ થવાની છે. દીપિકા ની આ ફિલ્મ 10 જાન્યુવારી ના રોજ રીલીઝ થવાની છે.દીપિકા ના પ્રસંશકો ઘણા સમય થી તેની ફિલ્મની રાહ જોઈ રહ્યા છે.એવા માં અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે સારી સ્ટોરી અને મેઘના ગુલઝાર ના નીરદર્શન માં બનેલી આ ફિલ્મ ખુબજ સારી કમાણી કરશે.

એસીડ અટેક પર બનેલી છે આ ફિલ્મ :

આ ફિલ્મ માં એસીડ અટેક પર બનાવેલ છે જેમાં દીપિકા એસીડ અટેક નો ભોગ બનેલી લક્ષ્મી અગરવાલ ની ભૂમિકા ભજવશે.હમણાં જુદા જુદા પ્રકાર ના પ્લેટફોર્મ પર આ ફિલ્મ પ્રમોટ થઇ રહી છે.

દીપિકા પછી રણવીર સિંહ ની ફિલ્મ આવી રહી છે :

આ ફિલ્મ પછી રણવીર સિંહ ની એક ફિલ્મ “૮૩” આવવાની છે. આ ફિલ્મ કપિલ દેવ ની બાયોપિક છે.આ ફિલ્મ માં પણ દીપિકા જોવા મળશે.પણ આ ફિલ્મ માં એ માત્ર કપિલ દેવ ની પત્ની ની જ ભૂમિકા માં જોવા મળશે.

લગ્ન પછી રણવીર સિંહ ગલી બોય નામની ફિલ્મ માં દેખાય ચુક્યો છે.પણ દીપિકા ની લગ્ન પછીની આ પહેલી ફિલ્મ છે.દીપિકા-રણવીર અવાર નવાર એક બીજા માટે તેમનો પ્રેમ વ્યક્ત કરતા રહતા હોય છે.તેઓ એક બીજાને પ્રેમ વ્યક્ત કરવાની કોઈ પણ તક છોડતા નથી.તેઓ બોલીવુડ ના પરફેક્ટ કપલ છે.સાથે જ તેઓએ બીજા લોકો માટે પણ પરફેક્ટ કપલ નો ગોલ સેટ કર્યો છે.

આ લોકો ની સાથે મનાવશે દીપિકા પોતાનો ૩૪ મો જન્મદિવસ :

૫ જન્યુવારીએ દીપિકાનો જન્મદિવસ છે.આ દિવસે તે પોતાનો ૩૪ મો જન્મદિવસ મનાવશે.પણ ફિલ્મ ના પ્રમોશન ને લીધે તે સમય નથી આપી સકતી અને તેને એક ખાસ પ્લાન કર્યો છે.

જાણવા મળેલ માહિતી મુજબ દીપિકા તેનો જન્મદિવસ આ વખતે પોતાના પતિ કે ઘરના સભ્યો સાથે નહિ પણ લાખનઉ માં એસીડ અટેક નો ભોગ બનેલ સાથે મનાવશે.તે પોતાનો આખો દિવસ આ લોકો સાથે જ પસાર કરશે અને આજુ બાજુના શહેરો માંથી આવતા એસીડ અટેક નો ભોગ બનેલ લોકો પણ તેના આ ખાસ દિવસ ની ખુશી માં સામેલ થશે. દીપિકા દિલ્હી માં પણ પોતાની ફિલ્મ નું પ્રમોશન કરવા પહુચી ગઈ છે.

ફિલ્માં પ્રમોશન માં છે વ્યસ્ત :

જણાવી દઈએ કે જયારે કેટલાક દિવસો પહેલા દીપિકા ને તેના જન્મદિવસ ના પ્લાન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણીએ જવાબ આપ્યો કે, મારા જન્મદિવસ વિશે મેં કઈ વિચાર્યું જ નથી કેમકે હમણાં ફિલ્મ ના પ્રમોશન માં હું ખુબજ વ્યસ્ત છું હમણાં હું મારી બધીજ એનર્જી ફિલ્મના રીલીઝ પર જ ફોકસ કરે છે.”

જણાવી દઈએ કે દીપિકા નો જન્મ દિવસ ૫ તારીખે છે અને તેની ફિલ્મ ૧૦ તારીખે રીલીઝ થઇ રહી છે.એવા માં જો તેને આવનારી ફિલ્મ “છપાક” ખુબજ સારી ચાલી જશે તો તેના માટે આ તેના જન્મદિવસ નું મોટું ગીફ્ટ બની શકે છે.

રણવીર ના વિશે કર્યા ઘણા આશ્ચર્ય જનક ખુલાસાઓ :

હાલ માં જ તે પોતાની ફિલ્મ ની ડીરેક્ટર મેઘના ગુલઝાર ની સાથે ફિલ્મ ના પ્રમોશન માટે કપિલ શર્મા ના શો માં પહુચી હતી.આ દરમિયાન તેણે પોતાના પતિ રણવીર સિંહ વિશે ઘણાં આશ્ચર્ય જનક ખુલાસાઓ કર્યાં.

તેણીએ કહ્યું કે તેનો વ્યવહાર રણવીર સિંહ સાથે એક સામાન્ય પત્ની જેવો જ છે.કપિલે દીપિકા ને એ પણ પૂછ્યું કે શું તે પણ ક્યારેક ક્યારેક ઘરના કામ કરે છે.

તેનો જવાબ આપતા દીપિકા એ કહ્યું કે “હા, હું ઘર માટે દૂધ ખરીદું છું અને રોજ ના,અઠવાડિયા ના અને મહિના ના કરીયાણા નું લીસ્ટ બનાવું છું.

તેના પછી કપિલે પૂછ્યું કે શું તે પણ સામાન્ય પત્ની ની જેમ તેના પતિના પર્સ માંથી છુપી રીતે પૈસા કાઢી લે છે?” ત્યારે દીપિકા એ કહ્યું કે “હા, હું કોઈ પણ સામાન્ય પત્ની ની જેમ ક્યારેક ક્યારેક રણવીર ના પર્સમાંથી પૈસા કાઢી લઉં છું.”

 

Leave a Reply

error: Content is protected !!