રસ્તા પર સ્પીડમાં વોલ્વો બસ ચલાવવા લાગી આ IAS મહિલા – કારણ વાંચવા જેવું છે

આપણા દેશ માં જુના જમાના થી જ સ્ત્રીઓ અને છોકરીઓ ને પુરુષો થી નીચી સમજવામાં આવતી હતી. લોકો ને એવું લાગતું હતું કે સ્ત્રીઓ માત્ર ઘરનું જ કામ કરી શકે છે. પણ સમય વીતવા ની સાથે સાથે લોકો ના વિચારો પણ બદલવા લાગ્યા છે.આજ ના સમય માં સ્ત્રીઓ મોટા મોટા પડદાઓ પર કામ કરે છે અને પોતાના દેશ નું નામ રોશન કરી રહી છે.

સ્ત્રીઓ ને નબળી માનવા વાળા વિચારો ધરાવતા લોકો ના વિચારો ને બેગ્લુરુ ની એક IAS અધિકારી સી.શિખા એ બસ ચલાવી ને એ સાબિત કરી દીધું કે સ્ત્રીઓ કોઈ પણ બાબત માં પુરુષો થી નબળી નથી.

મંગળવારે ચલાવી હતી વોલ્વો ચલાવીને કરી દીધા આશ્ચર્યચકિત :

બેન્ગ્લુંરું મેત્રોપોલીટન ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (બીએમટીસી) ની એમડી અને મહિલા IAS અધિકારી એ જેમનું નામ શિખા છે એમણે મંગળવારે વોલ્વો બસ ચલાવી ને બધાને આશ્ચર્ય માં નાખી દીધા.

ડ્રાયવીંગ સીટ પર બેઠા પછી તેમને એવું અનુભવાયું કે તે એક પ્રશિક્ષિત અને જજ્બા થી ભરપુર ડ્રાઈવર છે.તેઓની ખુબ સારી ડ્રાયવીંગ એ બધાજ કર્મચારીઓ ને ખુબ જ પ્રભાવિત કર્યા છે.ત્યાં ઉપસ્થિત બધા લોકો એ શિખા ના ખુબ જ વખાણ કર્યા.

થોડા દિવસ પહેલા એવું પહેલી વાર થયું કે કોઈ મહિલા આઈએએસ અધિકારીએ તપાસ કરવા માટે બસ જાતે જ ચલાવી હોય.

લોકોએ વગાડી તાળીઓ :

કોર્પોરેશન ના ઓફિસર્સ સાથે આઈએએસ અધિકારી સી.શિખા ત્યાં તપાસ કરવા પહુચી હતી.શિખા જી એ ટેસ્ટ ટ્રેક પર જાતે જ વોલ્વો બસ ચલાવી ને તેની તપાસ કરી.પેલા તો કર્મચારીઓ થોડા ગભરાઈ ગયા પણ જયારે તેઓએ શિખા ને એક ખુબ સારા ડ્રાઈવર ના રૂપ માં જોયા ત્યારે ત્યાં ઉપસ્થિત બધા જ લોકો એ તાળીઓ વગાડી ને શિખા નો ઉત્સાહ વધાર્યો.

આના સિવાય આઈએએસ અધિકારી શિખા ના આ કદમ એ લોકો એ પ્રેરણા પણ આપી, જેમાં ખાસ કરીને કોર્પોરેશન થી જોડાયેલ એક માત્ર મહિલા બસ ડ્રાઈવર પ્રેમ રમપ્પા પણ સામેલ હતી.

૬૪૦૦ બસો ચાલે છે બેન્ગ્લુંરું માં :

બેન્ગ્લુંરું માં અંદાજે ૩૬ લાખ યાત્રીઓ રોજ બસ યાત્રા કરે છે. એટલા માટે બેન્ગ્લુંરું માં અંદાજે ૬૪૦૦ બસો ચાલે છે જયારે ૧૪ હજાર ડ્રાઈવર છે.૨૦૦૪ બેંચ ની આઈએએસ શિખા ને વર્ષ ૨૦૧૯માં આ અહી એમડી નું પદ સંભાળ્યું.

એક પછી એક ઘણી બધી દુર્ઘટનાઓ થયા પછી શિખા એ પોતે જ તપાસ કરવાનું નક્કી કર્યું અને કર્મચારીઓ ની સામે જ બસ ચલાવીને તેઓને પ્રેરણા આપી.નિરીક્ષણ કરતી વખતે તેઓએ ડ્રાઈવર ને તેની સમસ્યાઓ દુર કરવા માટે નું આશ્વાશન પણ આપ્યું.તેઓએ કહ્યું કે તેને ખુબ સારી રીતે ખબર છે કે ડ્રાઈવર ને ક્યાં ક્યાં સ્તરે સમસ્યાઓ નો સામનો કરવો પડે છે આમ છતાં મુસાફરો ની સલામતી આપણી જવાબદારી છે અને આપને સૌ એ આ જવાબદારી ને પૂરી ઈમાનદારી થી નિભાવવી જોઈએ.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!