રસ્તા વચ્ચે ફોન માં વાતો કરતી અમીષા પટેલની તસ્વીરો વાઈરલ થઇ – અમુક ફોટોમાં તો ઓળખાવી મુશ્કેલ પડી

અમીષા પટેલે તેના એક્ટિંગ ના કરિયર ની શરૂઆત વર્ષ ૨૦૦૦માં આવનારી ફિલ્મ “કહો ના પ્યાર હે” થી કરી હારી.આ ફિલ્મ બોક્ષ ઓફીસ માં સુપર હીટ થઇ હતી.તેના પછી તેણે “ગદર: એક પ્રેમ કથા” ફિલ્મ કરી હતી.આ ફિલ્મ પણ સુપર હીટ થઇ હતી.એના પછી તે હમરાઝ ફિલ્મ માં જોવા મળી હતી, દર્શકો એ આ ફિલ્મ માં પણ તેના કામ ના ખુબ વખાણ કર્યા.પણ એના પછી તેના કરિયર નો ચાર્ટ નીજે જવા લાગ્યો.

સુદર હોવા છતાં ફિલ્મો મળી રહી ન હતી :

અમીષા પટેલ સુંદર અને ટેલેન્ટેડ હોવા છતાં તેને ફિલ્મો મળી રહી ન હતી.આ વચ્ચે તેણે “આપ મુજે અચ્છે લગને લગે” , “સુનો સસુર જી” , “તથાસ્તુ” ,”થોડા પ્યાર થોડા મેજિક”, “ભૂલ ભુલૈયા”, “રન ભોલા રન” જેવી ફિલ્મો માં કામ કર્યું પણ આ બધી ફિલ્મો બોવ સારૂ કામ ન કરી શકી.ફ્લોપ ફિલ્મો છતાં અમીષા પટેલ નું બોલીવૂડ માં નામ જાણિતી અભિનેત્રીઓ માં સામેલ છે.

પિતા પર લગાવ્યો હતો ફ્રોડ નો આરોપ :

તમેને જાણીને હેરાની થશે કે પ્રખ્યાત અને સફળ થયા પછી અમીષા એ પોતના ઘરના લોકો પર જ માનસિક પ્રતાડના અને ખાતા માંથી પૈસા ની હેરાફેરી નો આરોપ લગાવ્યી હતો.અમીષા એ પોતાના પિતા પર ૧૨ કરોડ રૂપિયા ની હેરાફેરી કરવાનો આરોપ લગાવ્યો હતો.તેણે જણાવ્યું હતું કે તેના પિતા એ કપટ થી તેના ખાતા માં થી ૧૨ કરોડ રૂપિયા કાઢી લીધા હતા.

મેકઅપ વગર નજર આવી અમીષા :

હાલ માં જ અમીષા મુંબઈ ના રસ્તા પર નજર આવી હતી.આ દરમિયાન તે મેકઅપ વગર જોવા મળી હતી.વગર મેકઅપ માં અમીષા ને ઓળખવી પણ મુશ્કેલ હતી.જયારે તે મીડિયા ના કેમેરા માં કેદ થઇ ત્યારે તે ફોન પર વાત કરી રહી હતી.અમીષા ની આ તાજી તસ્વીરો સાચે જ હેરાન કરી દે તેવી છે.તેના પ્રસંશકો પણ તેની આ તસ્વીર ને જોઇને હેરાન થઇ ગયા છે.આ તસ્વીરો માં અમીષા ના ચહેરા પર ઉમર ની અસર દેખાઈ રહી હતી.

છેલ્લે બીગ બોસ ૧૩ માં જોવા મળી હતી :

કેટલાક મહિના પહેલા અમીષા પટેલ બીગ બોસ ૧૩ ના ઘર માં માલકિન બનેલી જોવા મળી હતી.કેટલાક એપિસોડ માં નજર આવ્યા બાદ તે ત્યાંથી ગાયબ થઇ ગઈ હતી.જોકે તેણે શો શા માટે છોડી દીધો તેની હજી ખબર પડી નથી.ખબરો થી પરથી જાણવા મળ્યું કે અમીષા પટેલ દર્શકો ને તેના ગ્લૈમર થી પ્રસન્ન કરવામાં સફળ રહી નથી એટલે તેને શો થી બહાર નો રસ્તો દેખાડવામાં આવ્યો હતો.

૪૩ વર્ષ ની ઉમર માં પણ છે સિંગલ :

આજે અમીષા પટેલ ૪૩ વર્ષ ની છે છતાં પણ હજી કુવારી જ છે.એક સમયે તેનો અફેયર ફિલ્મ ડાયરેક્ટર વિક્રમ ભટ્ટ સાથે હોવાની ચર્ચા ચાલી રહી હતી.પણ તેમના ઘર ના લોકો ને એ પસંદ ના હતું કે તે કોઈ લગ્ન કરેલા વ્યક્તિ સાથે સંબંધ માં હોય અને આ વાત ને લઇ ને તેના ઘરના લોકો ખુબ સમજાવતા હતા.

પરંતુ અમીષા ને તેના અંગત જીવન માં કોઈની દખલગીરી પસંદ ન હતી.એટલા માટે તે હમેશા તનાવ માં રહેતી હતી.છેલ્લે જયારે અમીષા ન માની ત્યારે તેની માતા એ તેને ઘરેથી કાઢી મૂકી હતી.હવે અમીષા પટેલ પોતાના ફ્લેટ માં રહે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!