૨૫ વર્ષના હતા ત્યારે આવા હેન્ડસમ દેખાતા હતા રતન ટાટા – જુવાનીના ફોટા શેર કર્યા દેશના મહાન ઉદ્યોગપતિએ

એક સામાન્ય માણસો થી લઈને સેલીબ્રીટીઓ સુધી બધાજ લોકો ને હવે સોશિયલ મીડિયા ની આદત પડી ચુકી છે.બધાજ પોતાના જીવન થી જોડાયેલ ખાસ અપડેટ સોશિયલ મીડિયા માં શેર કરતા હોય છે.ફેર ખાલી એટલો જ છે કે કોઈક લોકો સોશિયલ મીડિયા માં વધારે સક્રિય હોય છે, જયારે કેટલાક લોકો ખુબ જ ઓછા.

આમ છતાં સોશિયલ મીડિયા આજે લગભગ બધા જ લોકો ના જીવન માં પ્રવેશી ચુક્યું છે.

રતન ટાટા એ પણ શેર કર્યા પોતાના ફોટા :

હવે રતન ટાટા કે જે જાણીતા ઉદ્યોગપતિ અને ટાટા ગ્રુપ ના ચેરમેન છે તેઓએ પણ સોશિયલ મીડિયા માં પોતાની જવાની ની કેટલીક તસ્વીરો શેર કરી છે.ફોટો પોસ્ટ કરવાની સાથે જ ખુબ જ વાયરલ થઇ રહી છે.અને આમ પણ વાયરલ શુકામ ન થાય, આ એજ રતન ટાટા ની તસ્વીર છે કે જેઓ પોતાની મહેનત અને કાબિલિયત થી જ કંપની ને એવા મુકામ સુધી પહુચાડી છે કે જેનું સપનું દરરેક યુવાન જુએ છે.

રતન ટાટા એ પોતાની યુવાની ની આ તસ્વીરો પોતાના ઈન્સ્ટાગ્રામ ના અકાઉન્ટ માં શેર કર્યા છે.તસ્વીર શેર કરતા ટાટા એ એ પણ લખ્યું છે કે આ તસ્વીર લોસ એન્જલીસ માં લીધેલી હતી.

લોકો ખુબજ વખાણ કરવા લાગ્યા :

રતન ટાટા દ્વારા આ તસ્વીર સોશિયલ મીડિયા માં શેર કરાયા બાદ લોકો માટે આ તસ્વીર ચર્ચા નો વિષય બની ગઈ છે.સોશિયલ મીડિયા પર જેને આ તસ્વીર જોવા મળે છે, તે પોતાને આના વિશે કમેન્ટ કરવાથી અને શેર કરવાથી રોકી નથી શકતા.

એક યુઝરે તો કમેન્ટ કરતા લખ્યું છે કે તમે એકદમ એક હોલીવૂડના સ્ટાર ની જેમ દેખાવ છો.આ સિવાય બીજા એક યુઝરે કમેન્ટ કરી છે કે ખરેખર તે ખુબ જ હેન્ડસમ લાગે છે.રતન ટાટા અભ્યાસ માટે અમેરિકા ચાલ્યા ગયા હતા, ત્યાં તેઓએ થોડા સમય સુધી કામ પણ કર્યું હતું.એના પછી તેઓ ૧૯૬૨માં તેઓ વતન પાછા ફરી ગયા.જયારે તેઓ પાછા ફર્યા ત્યારે તેમની ઉમર ૨૫ વર્ષ હતી.

થ્રોબેક થર્સ્ડે દ્વારા :

રતન ટાટા એ સોશિયલ મીડિયા પર પોતાની તસ્વીર ને શેર કરતા એક બીજી વાત પણ લખી છે.તેઓ એ લખ્યું છે કે તેની આ તસ્વીરો ને તો તેઓ બુધવાર ના દિવસે જ શેર કરવાના હતા પરંતુ તેમને કોઈ પાસે થી થ્રોબેક થર્સડે ના વિશે જાણકારી મળી.એટલે જ તેઓએ લોસ એન્જલીસ ના દિવસો ને યાદ કરતા કરતા આ તસ્વીરો ને પોસ્ટ કરી.

હવે તમે વિચારતા હશો કે આ થ્રોબેક થર્સડે છે શું ? ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પર શરુ થયો આ એક ટ્રેન્ડ છે કે જે ખુબ ચાલ્યો છે.આ હેશટેગ ની સાથે અવાર નવાર લોકો પોતાની જૂની તસ્વીરો શેર કરે છે. એટલે જયારે રતન ટાટા ને આ વિશે જાણકારી મળી ત્યારે તેઓએ પણ થ્રોબેક થર્સડે દ્વારા પોતાની તસ્વીર શેર કરી હતી.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!