રીયાલીટી શોમાં જજ બન્યા પહેલા વિચિત્ર દેખાતા હતા આ સિતારાઓ – પૈસા આવતા જ સ્ટાઈલીસ્ટ બની ગયા

ટીવી ના સાસુ વહુ ના ડ્રામા થી લોકો કંટાળી જાય છે ત્યારે રીયાલીટી શો જુએ છે.અત્યારે ઘણા અલગ અલગ પ્રકારના રીયાલીટી શો આવે છે.લોકોને પણ તે બધા જોવા ગમે છે.આ બધા શો ની ટીઆરપી વધારવા માં આ શો ના જજ ની ભૂમિકા મહત્વની હોય છે.

આજે અમે તમને અત્યારના રિયાલીટી શો ના કેટલાક જજ ના અત્યારના અને પહેલા ના લુક દેખાડવાના છીએ.

અનુ મલિક :

અનવર સરદાર મલિક એટલે કે અનુ મલિક બોલીવૂડ ના જાણીતા મ્યુઝીક ડાયરેક્ટર છે અને સિંગર પણ છે.તેઓએ ૧૯૮૦માં ઇન્ટરવાલી ૭૭ ફિલ્મ થી ફિલ્મ કમ્પોઝર તરીકે કામ ચાલુ કર્યું હતું.

તેઓ પોતાના અલગ અંદાઝ અને ફની શાયરીઓ માટે પણ ઓળખાય છે.તે અત્યાર સુધી માં ઇન્ડિયન આઈડલ સહીત ઘણા રિયાલીટી શો માં જજ તરીકે કામ કરી ચુક્યા છે.

ફરાહ ખાન :

ફરાહ ખાન નું નામ રિયાલીટી શો સાથે જોડાયેલું છે.કેમકે તે પોતાની વાત અને જજમેન્ટ સીધું જ જણાવી દે છે.તે એક જજ હોવાની સાથે જ એક કોરિયોગ્રાફર, ડાયરેક્ટર, એક્ટ્રેસ,ડાન્સર અને પ્રોડ્યુસર પણ છે.તેઓએ પોતાના કરિયર માં 80 ના ફિલ્મો ના ઘણા ગીતો ની કોરિયોગ્રાફી કરી છે.

હિમેશ રેશમિયા :

સંગીત ક્મ્પોસર અને સિંગર હિમેશ રેશમિયા પણ અત્યારે ખુબ પ્રખ્યાત છે.જયારે પણ સંગીત થી સંબંધિત કોઈ શો હોય છે ત્યારે હિમેશ ને પૂછવામાં આવે છે.તેઓ પણ દેખાવ માં પહેલા કરતા અત્યારે ખુબ અલગ લાગે છે.

કપિલ શર્મા :

આ લીસ્ટ માં કપિલ શર્મા નું નામ પણ છે.અત્યારે કોમેડી કિંગ ગણાતા કપિલ શર્મા દરરેક ઘર પરિવાર માં જાણીતા છે.તેના પોતાના રિયાલીટી શો સિવાય તે ઘણા એવોર્ડ ફંક્શન માં પણ જોવા મળે છે.જયારે તે પહેલી વાર ઇન્ડસ્ટ્રી માં આવ્યા હતા ત્યારે ખુબ સાધારણ લાગતા હતા.જોકે પ્રખ્યાત થતા જ તેનો લુક પણ ખુબ બદલી ગયો છે.

 નેહા કક્કર :

નેહા એ ઇન્ડિયન આઈડલ સીઝન ૨ માં એક કન્ટેસ્ટંટ તરીકે ભાગ લીધો હતો અને હવે તે સિઝન ૧૦ અને ૧૧ માં તે જજ બની ગઈ છે.આ તેની ખુબ મોટી ઉપલબ્ધી છે.નેહા શરૂઆત માં કેવી દેખાતી હતી અને હવે કેવી દેખાય છે તે તમે તસ્વીર પર થી જોઈ શકો છો.

રેમો ડિસુઝા :

રેમો નું સાચું નામ કે. ગોપી છે.તે પહેલા ઇન્ડિયન એર ફોર્સે માં એક શેફ હતા.રેમો જયારે પહેલી વાર ફિલ્મ જગત માં આવ્યા હતા ત્યારે તે ખુબજ અલગ દેખાતા હતા.પછી તે ડાન્સર, કોરિયોગ્રાફર, એક્ટર અને ફિલ્મ ડાયરેકટ પણ બની ગયા છે. 

શિલ્પા શેટ્ટી કુંદ્રા :

૧૯૯૩માં બાઝીગર ફિલ્મ થી બોલીવૂડ માં આવવા વાળી શિલ્પા પણ ત્યારે અને અત્યારે ખુબજ અલગ દેખાય છે.અત્યારે તો તે ૪૪ વર્ષની છે અને આમ છતાં તે ખુબ યુવાન દેખાય છે.શિલ્પા અત્યારે ફિલ્મો માં ભલે કામ કરતી ન હોય પણ રિયાલીટી શો માં જજ બની ને ઘણા પૈસા બનાવે છે.

વિશાલ દલદાની :

વિશાલે ફિલ્મ જગત માં ૧૯૯૪માં પોતાના કરિયર ની શરૂઆત કરી હતી.જો તમે તેઓની ત્યારની અને અત્યારની તસ્વીર જોશો તો તમને બંને ખુબજ અલગ દેખાશે.તે ઇન્ડિયન આઈડલ સહીત ઘણા બધા રિયાલીટી શો માં કામ કરી ચુક્યા છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!