સૈફ અને અજય દેવગણની આવી બની – કાજોલે સોશ્યલ મીડિયા પર બન્ને પર આરોપ લગાવી આવું કહી દીધું…

આ દિવસો ના કાજોલ તેની આવનારી ફિલ્મ “તાન્હાજી : ધ અનસંગ વોરિયર” ના પ્રમોશન ની પાછળ ખુબજ વ્યસ્ત ચાલી રહી છે. ફિલ્મ માં કાજોલ ના સિવાય અજય દેવગણ અને સૈફ અલી ખાન, નેહા શર્મા, શરદ કેલકર અને પંકજ ત્રિપાઠી મુખ્ય ભૂમિકા માં જોવા મળશે. હાલમાં જ ફિલ્મ નું ટ્રેલર આવ્યું હતું જેને દર્શકો એ ખુબજ પસંદ કર્યું હતું.ફિલ્મ ૧૦ જાન્યુવારી ના દિવસે રીલીઝ થઇ રહી છે,એવા માં બધીજ ટીમ પ્રમોશન કરવામાં જોડાયેલ છે.ટીમો અલગ અલગ પ્લેટફોર્મ પર જઈને ફિલ્મ નું પ્રમોશન કરી રહી છે.  હવે જોવાનું એ છે કે ફિલ્મ દર્શકો ની આશા પર ખરી ઉતરે છે કે નઈ.

એક ટ્વીટ માં કહ્યું અજય અને સૈફ ને દગાબાઝ :

ફિલ્મ રીલીઝ ના ચાલતા જ કાજોલ આ દિવસો માં સોચીઅલ મીડિયા પર ખુબજ વધારે એક્ટીવ હોય છે. એવા માં તે લગભગ રોજ કોઈ ને કોઈ પોસ્ટ સેર કરી રહી છે.પણ હાલમાં જ કાજોલ દ્વારા કરવામાં આવેલું એક ટ્વીટ ખુબજ ચર્ચા માં છે. હાલમાં જ તેને પોતાના સોચીઅલ મીડિયા પર ટ્વીટ કર્યું છે આ ટ્વીટ માં તેને પોતાના પતિ અજય દેવગણ અને સૈફ અલી ખાન ને દગાબાજ હોવાનો આરોપ લગાવ્યો છે.કાજોલ દ્વારા કરાયેલ આ ટ્વીટ સોચીઅલ મીડિયા માં ખુબજ વાયરલ થઇ રહ્યું છે.

આ ટ્વીટ માં કાજોલે અજય અને સૈફ ને કહ્યું છે કે તમે મને ઓમકારા માં દગો દીધો છે અને તાનાજી ના પ્રમોશનમાં પણ દઈ રહ્યા છો. વધારામાં તેણે લખ્યું કે આશા છે કે આ ટ્વીટ ને તમે સ્વિત્ઝરલેન્ડ માં વાંચશો. કાજોલ દ્વારા કરાયેલ આ ટ્વીટ ને વાંચીને લોકો એમ વિચારવા લાગ્યા છે કે એવું તે શું થયું કે કાજોલે આવી રીતે અજય અને સૈફ પર આરોપ લગાવ્યો.

જણાવી દઈએ કે ફિલ્મ તાનાજી માં ત્રણેય સાથે જોવા મળવાના છે અને ફિલ્મ ના પ્રમોશન માટે કાજોલ ને છોડી ને અજય અને સૈફ સ્વિત્ઝરલેન્ડ ચાલ્યા ગયા છે, એવા માં કાજોલ નો ગુસ્સો સંતવા આકસ માં પોચી ગયો છે.હવે એ જોવાનું છે કે કાજોલ ના આ આરોપ પર અજય અને સૈફ શું જવાબ આપશે અને તેઓને પોતાના કરેલ આ ગુના માટે કાજોલ પાસે થી માફી મળશે કે નઈ.

ફિલ્મની તસ્વીરો પણ થઇ રહી છે વાયરલ :

હાલ માં કાજોલ ની કેટલીક તસ્વીર વાયરલ થઇ રહી છે જેમાં તે ખુબજ સુંદર લાગે છે. આ તસ્વીર ફિલ્મ ના પ્રમોશન દરમિયાન ની છે.આ દરમિયાન તેને એક ખુબજ સુંદર સફેદ રંગ નું અનારકલી પહેર્યું છે.જેમાં તે ખુબજ સુંદર દેખાતી હતી.સુટ પર સુવર્ણ રંગ ની કઢાઈ હતી અને ગુલાબી રંગનો પ્રિન્ટેડ દુપટ્ટો કાજોલ ના લૂક ને વધારે નીખારતો હતો.

આ તસ્વીરો માં કાજોલ તેની ઉમર ની સરખામણીએ ખુબજ યંગ દેખાય છે અને એની ઉમર નું અનુમાન લગાવવું ખુબજ અઘરું બની જાય છે.આપને જાણીએ છીએ કે કાજોલ ભારતીય સિનેમા ની જાણિતી અદાકારા છે. કાજોલ નું નામ ફિલ્મ જગત માં ખુબજ સારી એક્ટ્રેસો માં સામેલ થાય છે.તેણે એક થી એક ઘણી સુપર હિટ ફિલ્મો કરેલી છે.

પરિવાર નો સંબંધ પણ છે ફિલ્મ જગત થી :

માત્ર કાજોલ જ નહિ પણ તેના પુરા પરિવાર નો સંબંધ બોલીવૂડ થી છે.કાજોલ ની માતા તનુજા પણ તેના જમાનાની જાણીતી અભિનેત્રી હતી.એના સિવાય તેની માસી નુતન નું નામ પણ બોલીવૂડ ની દિગ્ગજ અભિનેત્રીઓ માં સામેલ થતું હતું.ખુબજ ઓછા લોકો ને ખબર હશે કે એક્ટર મોહનીશ બહલ નુતન ના પુત્ર છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!