સલમાને ઐશ્વર્યાને માર મારેલો અને ગાળો આપેલી – ઐશ્વર્યાએ જયારે જાહેર માં સ્વીકાર્યું

બોલીવૂડ એક એવી દુનિયા છે કે જેમાં કોણ ક્યારે કોના પ્રેમ માં હોય છે અને કોણ ક્યારે કોની સાથે બ્રેક અપ કરી લે છે તે કોઈને ખબર ના પડે. એવા માં આજે આપને સલમાન ખાન અને એશ્વર્યા ના સબંધો વિશે વાત કરવાના છીએ.

જોકે મોટા ભાગના લોકો સલમાન અને એશ્વર્યા વિશે ના પ્રેમ વિશે જાણે જ છે કે તે બંને એક બીજા ના ગળા ડૂબ પ્રેમ માં હતા અને પછી તેમની વચ્ચે નો સંબંધ તૂટી ગયો હતો.

આજે આપને તે બંને વચ્ચે ના સંબંધો ની સાથે બંને વચ્ચે ની એક વાત વિશે જાણીશું જે જાણીને તમને આશ્ચર્ય થશે. આ વાત એ છે કે સલમાન અને એશ્વર્યા ના સંબંધો દરમિયાન સલમાન એ એશ્વર્યા ને માર પણ માર્યો હતો.

૧૯૯૭માં શરુ થઇ હતી લવ સ્ટોરી :

આપણે બધાજ જાણીએ છીએ કે સલમાન અને એશ્વર્યા ની લવ સ્ટોરી ૧૯૯૭માં શરુ થઇ હતી. જોકે ત્યારે સલમાન ના સંબંધો સોમી અલી સાથે પણ હતા અને બંને લગ્ન કરે તેવી શક્યતા પણ હતી.

પણ જયારે સોમી અલી ને સલમાન અને એશ્વર્યા ની સાથે ના સંબંધો ની જાણ થઇ તો સોમી અલી અમેરિકા માં જઈને વસી ગઈ હતી.આમ એશ્વર્યા અને સલમાન વચ્ચે ના સંબંધો વધુ ગાઢ થવા લાગ્યા હતા.

એશ્વર્યા ના માં બાપ હતા વિરુદ્ધ માં :

જાણવા મળ્યું એ પ્રમાણે સલમાન અને એશ્વર્યા વચ્ચે ના આ સંબંધો ની વિરુદ્ધ માં હતા એશ્વર્યા ના માતા પિતા.

આ વિરોધના કારણે એશ્વર્યા પોતાનું ઘર છોડી ને મુંબઈ વેસ્ટ માં અંધેરી ખાતે લોખંડવાલા માં ગોરખ હિલ ટાવર માં ૧૭ માં માળે રહેતી હતી.

સલમાને આપી હતી ધમકી :

વર્ષ ૨૦૦૧માં એશ્વર્યા અને સલમાન વચ્ચે ના આ સંબંધો માં તિરાડ પાડવા લાગી હતી.અને તેજ વર્ષના નવેમ્બર માં સલમાને એશના ઘરે જઈને જોર જોર થી દરવાજો ખખડાવ્યો હતો.અને ઘણી વાર પછી પણ એશ્વર્યા એ દરવાજો ના ખોલ્યો હોવાને લીધે સલમાને એશ્વર્યા ને ધમકી આપી હતી કે જો તેણીએ દરવાજો નહિ ખોલ્યો તો તે નીચે કુદી જશે અને પોતાનો જીવ દઈ દેશે.

આમ છતાં એશ્વર્યા એ રાત્રે ત્રણ વાગ્યા સુધી દરવાજો નહોતો ખોલ્યો.પછી જ દરવાજો ખોલીને તેને અંદર બોલાવ્યો હતો.

સલમાને માર્યો હતો માર :

વર્ષ ૨૦૦૨ના ફિલ્મફેર એવોર્ડ માં એશ્વર્યા હાથ માં પ્લાસ્ટર અને ગોગલ્સ પહેરીને આવી હતી. આ જોઇને લોકોને લાગ્યું  હતું કે કદાચ સલમાને તેણીને માર માર્યો હશે.

એવું જાણવા મળ્યું હતું કે જયારે સલમાન અને એશ્વર્યા સાથે હતા ત્યારે સલમાન ખુબજ દારૂ પીતો હતો અને એશ્વર્યા ને મારતો પણ હતો. આમ છતાં એશ્વર્યા એ ઘણા સમય સુધી તેને સહન કર્યું હતું. પણ આખરે તે બીજી કોઈ પણ સ્ત્રીની જેમ પોતાના આત્મ સમ્માન ને લીધે તેના થી અલગ થઇ ગઈ હતી.

એશ્વર્યા એ કર્યું હતું સ્વીકાર :

૨૭ સપ્ટેમ્બર ૨૦૦૨માં એશ્વર્યા એ પોતાના એક ઈન્ટરવ્યું માં સલમાન સાથે ના પોતાના સંબંધો તુટવા વિશે નો ખુલ્લ્સો કર્યો હતો અને કહ્યું હતું કે સલમાને તેને માર માર્યો હતો જોકે સારા નસીબે તેના કોઈ નિસાન રહ્યા ના હતા.

બંને અલગ થઇ ગયા પછી ઘણી વાર સલમાન એશ્વર્યા ને બીજા બધા એકટરો સાથે જોડવા લાગ્યો અને તેના પર શંકા કરવા લાગ્યો હતો. 

સાથે તેણીએ એમ પણ કહ્યું હતું કે જયારે સલમાન શરાબ ના નસા માં હતો ત્યારે ઘણી વાર એશ્વર્યા ને ગાળો પણ આપી હતી. જોકે તેને ઘણી સમય સુધી આને સહન પરી કરી હતી પરંતુ કોઈ પણ માણસ ની કઈક હદ હોય જ ને.એટલા માટે તે અલગ થઇ ગઈ.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!