સમયની સાથે આ બોલીવુડ એક્ટ્રેસીસ માં આવ્યા આટલા મોટા બદલાવ – તસવીરો જોઇને હેરાન થઇ જશો

દુનિયા ની સૌથી મોંઘી વસ્તુ સમય છે, કેમકે એક વાર વીતેલો સમય ક્યારેય પાછો આવતો નથી પછી એ કોઈ ગરીબ માણસ નો હોય કે પછી દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિનો હોય.આપણે કઈ પણ કરીએ પણ સમય ને રોકી ના શકાય.

જેમ જેમ સમય પસાર થતો જાય છે તેમ માણસો ના ચહેરા અને આદતો બદલાતી જાય છે.પણ સામાન્ય લોકો તેમની વધતી ઉમર ને લીધે પહેલા થી ઓછા રૂપાળા દેખાવા લાગે છે પણ વધતી જતી ઉમર માં પણ કેટલીક અભિનેત્રીઓ એવી છે જેમની સુંદરતા ઘટવા ને બદલે વધી રહી છે.

તો આજે અમે તમને આવી જ કેટલીક બોલીવૂડ ની અભિનેત્રીઓ વિશે જણાવીશું કે જેમની ઉમર તો વધી છે પણ તેની સાથે તેમની સુંદરતા પણ વધી છે.

૧) રેખા :

બોલીવૂડ માં ઘણી બધી સુંદર એક્ટ્રેસ આવી અને જતી પણ રહી પરંતુ રેખા ની સુંદરતા ને કોઈ પહુચી શકી નથી.તેને જોઇને કોઈ પણ વ્યક્તિ એવું ના કહી શકે કે અત્યારે ૬૪ વર્ષની છે.જેમ જેમ રેખા ની ઉમર વધી રહી છે તેમ તેમ તેની સુંદરતા પણ વધી રહી છે.ખાસ વાત તો એ છે કે તેમની સુંદરતા ને જોઇને તો કોઈ ઘરડા તો ઠીક કોઈ જુવાન છોકરો પણ તેનો દીવાનો થઇ જાય.

૨) કાજોલ :

આ લીસ્ટ માં બીજું નામ કાજોલ નું છે.તે ભારતીય સિનેમા ની ખુબ જાણિતી અભિનેત્રી છે.તેને એકથી એક ચઢિયાતી ફિલ્મો કરેલી છે જે સુપરહીટ પણ થઇ હતી.વર્ષો પહેલા તે એટલી બધી સુંદર ન હતી જેટલી અત્યારે છે, એ તમે ઉપર આપેલ તસવીર પર થી જોઈ શકો છો.જેનાથી તમે કઈ શકો કે ઉમર વધવા ની સાથે તેની સુંદરતા ઘટવા ને બદલે વધી રહી છે.

૩) બિપાશા બાસુ :

ઉમર વધવાની સાથે સુંદરતા પણ વધવાની લીસ્ટ માં બિપાશા બાસુ નું પણ નામ સામેલ છે.બિપાશા એક બંગાળી એક્ટ્રેસ છે.તે જયારે સિનેમા જગત માં આવી હતી ત્યારે આટલી સુંદર ન દેખાતી હતી પણ હવે ઉમર વધવા પછી તે ખુબજ રૂપાળી દેખાય છે.જોકે જાણવા મળ્યું એ પ્રમાણે બિપાશા એ તો સુંદર દેખાવા માટે સ્કીન લાઈટનીંગ કરાવેલ છે.

૪) શિલ્પા શેટ્ટી :

શિલ્પા શેટ્ટી જે એક ખુબજ સુંદર એક્ટ્રેસ ની સાથે એક યોગ નો આગ્રહ રાખવા વાળી પણ છે.શિલ્પા શેટ્ટી પણ જયારે ફિલ્મો માં આવી હતી ત્યારે તેનો ચહેરો એટલો સુંદર ન હતો.પણ અત્યારે એ બોલીવૂડ ની સૌથી સુંદર એક્ટ્રેસ માની એક છે. તેને પોતાની જાત ને યોગ અને કસરત ની મદદ થી ખુબજ તંદુરસ્ત અને સુંદર બનાવી રાખી છે.

૫) પ્રિયંકા ચોપડા :

આ લીસ્ટ માં પ્રિયંકા નું નામ કેવી રીતે ભૂલાય.તેણીએ તો વર્ષ ૨૦૦૦ માં મિસ વર્લ્ડ નો ખિતાબ જીત્યો હતો.તેના પછી તેણીએ બોલીવૂડ માં આવી હતી.પોતે કરેલી ખુબજ મહેનત ને લીધે અત્યારે તે બોલીવૂડ ની ટોપ ની હિરોહીનો માંથી એક છે.ફોટા પરથી તમે જોઈ શકો છો કે તે પહેલા થોડી સાંવલી હતી પણ બ્યુટી ટ્રીટમેન્ટ ને લીધે તેનો દેખાવ ખુબજ બદલી ગયો છે.

૬) કરિશ્મા કપૂર :

આ લીસ્ટ માં કરિશ્મા નું નામ પણ સામેલ છે.તેની પહેલી ફિલ્મ “પ્રેમ કૈદી” હતી.જોકે અત્યારે તો એ સિનેમા થી દુર છે પણ તે ૯૦ ના દશક ની સૌથી પ્રખ્યાત અભિનેત્રી હતી.હાલ પણ તે ઘણી વાર સોસીયલ મિડિયા પર તેની સુંદર તસવીરો મુકે છે.

તો આ હતી અભિનેત્રીઓ જેમની ઉમર વધવાની સાથે સુંદરતા પણ વધી રહી છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!