ભારત દેશ ના સૌથી નાની ઉમર ના IPS અધિકારી નું પોસ્ટીંગ થયું ગુજરાત ક્યાં શહેર માં ? જાણો એમના વિશે વધુ

આપણા દેશમાં જયારે સરકારી નોકરી ની પળા પળી થાતી હોઈ વિદ્યાર્થી ઓ રાત દિવસ મહેનત કરે.  તો અમુક એવા પણ હોઈ જે નસીબ ને લઈને બેસે છે. કે સરકારી નોકરી નસીબ હશે તો મળશે. તો ક્યારેક એવું પણ બનતું હોઈ છે,  કે પૈસા ના જોર પર  નોકરી મળી જાતી હોઈ છે. અથવા લાગવગ થી મળી જાય છે,  આવું થાય ત્યારે ભ્રષ્ટાચાર વધી જાય અને લોકો નો વિશ્વાસ ઉઠી જતો હોઈ છે, અનામત બિન અનામત માટે ઝગડા ઓં થતા હોય  છે. અમુક લોકો સરકારી નોકરી ની પરીક્ષા ઓ આપી  આપી ને ઉમર નીકળી જાય છે. ત્યારે ખુબ જ નાની ઉમર માં IPS અધિકારી બનેલા આ વિદ્યાર્થી ઓની ચર્ચા ખુબ જ વધી રહી છે. તો ચાલો જાણીએ આ અહેવાલ માં

આપણા દેશ માં 22 વર્ષ ની ઉમર માં IPS ઓફિસર બનેલા સફીન હુસેન તેનું પોસ્ટીંગ જામનગર ના આસિસ્ટન્ટ સુપરીન્ટેન્ડન્ટ ઓફ પુલીસ માં થયું તેને આખા દેશ માં ૫૨૦ એનક પ્રાપ્ત કર્યો છે. સફીને GPSC અને UPSC ની પહેલી જ વાર માં પરીક્ષા પાસ કરીને આ સિધ્ધી મેળવી છે..

બનાસકાઠા ના કાણોદર ગામ ના રહેવાસી  IPS ઓફિસર જેનું નામ સફીન હસન  છે.  તેનું  પ્રાયમરી અજ્યુકેશન પોતાના જ ગામ થી થયું હતું.  અને કોલેજ સુરત માં જઈ બીટેક નો અભ્યાસ કર્યો છે. નાનકડા ગામ ના હોવાથી તેને એટલી પણ ખબર ના હતી કે કલેકટર કેવું રીતે બનવું.. છતાં આ વિદ્યાર્થી પોતાની જાત મહેનત થી આ ઉચાઇ પર પહોચી ગયો..

સાફિન હસન ને  પહેલેથી જ કલેકટર નો એ વટ અને રાજાશાહી ઠાઠ ગમતી અને જયારે એને ખબર પડી કે કલેકટર બનવા માટે UPSCની પરીક્ષા આપવી પડે છે. ત્યાર થી જ એને મહેનત કરવા ની શરુ કરી. અને પોતાના સપના ને વળગી રહીને પૂરું કરવાની જીદ પકડી લીધી.

સફિન ની આર્થીક પરિસ્થિતિ કઈ બહુ સારી ના હતી. કોલેજ ની ફી પણ ભરી શકે તેમ ના હતાં.  તેમછતાં તેના પરિવારે તેના આ સપના ને પૂરૂ  કરવા  રાત દિવસ એક કરી દીધા. કોઇપણ સંજોગો માં તેને કલેકટર બનાવો જ છે એવુ માની ને બધે જ થી બનતી મહેનત કરી.  તેના પરિવાર ની સાથે રીલેટીવે પણ મદદ કેરી..

તેના પિતા મુસ્તફા એક કારખાના માં હીરા ઘસવાનું  કામ કરે છે. તેની આર્થીક પરિસ્થિતિ નબળી હોવાથી તેના પિતા ની આવક માંથી ઘરનું ગુજરાન માંડ ચાલતું હતું એમાં  સફીન નો ભણવાનો ખર્ચો કેમ પોસાય, એના સપના કમ પુરા થાય. પોતાના દીકરાના સપનાને ઉચાઇ પર પહોચાડવા માટે તેની માતા એ બીજા ના ઘર નું કમ શરુ કર્યું. અને બધા સાથે મળીને હોટલ ના ઓડર મુજબ રોટલી બનાવતા.. ગમે તેટલી ગરમી હોઈ 40 કે 45 ડીગ્રી તાપમાન કેમના હોઈ તેના પરિવારજનો  સવારે 3 વાગે ઉઠી ને 20 કિલો લોટ ની રોટલી બનાવતા જેમાંથી મહિનાના 7 થી 8 હાજર આવક થાય અને આ બધા જ પૈસા સુરત મોકલતા..

આખરે એની મહેનત રંગ લાવી અને કોલેજ પૂરી કાર્ય પછી એક જ વર્ષ માં તેને UPSC ની પરીક્ષા પાસ કરી. અને હવે તેની પાસે પુરતી સગવગ છે, કે તે શાંતિ થી વાચી શકે. રસોડા માં જ બધા સુઈ જાય પછી રાતે તે વાંચતો જેથી તેના લાઈટ નો પ્રાશ કોઈ ને ના નડે.ત્યાના વેપારી હુસેન પોલર અને તેની પત્ની એ 3.૫ લાખ નો ખર્ચ સાફિન પાછળ આપ્યા હતા. જેમાંથી તેના ભણવાનો ખર્ચો અને અન્ય બીજા ખર્ચા પણ આવેલા છે.પરિવાર ના અથાગ પરિશ્રમ બાદ UPSC ની પરીક્ષા પાસ કાર્ય પછી આખા ગુજરાત માંથી માત્ર 20 ઉમેદવારો જ પાસ થયા જેમનું એક નામ સફીન હુસેન હતું.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!