શત્રુઓ કે સ્પર્ધકો પર વિજય મેળવવા આ ૪ સરળ ઉપાય ખુબ જ ઉપયોગી થશે – વાંચો વિગતે

દરરેક લોકો ના જીવન માં કોઈને કોઈ શત્રુ જરૂર હોય જ છે અને શત્રુઓ ને લીધે જીવન માં ઘણી બધી મુશ્કેલીઓ આવે છે.જો તમારા જીવન માં પણ કોઈ શત્રુ હોય કે જેના કારણે તમારી સુખ શાંતિ ભંગ થઇ ગઈ છે, તો તમે નીચે જણાવેલા ઉપાયો જરૂર થી કરજો.

આ ઉપાયો કરવાથી તમારા શત્રુ તમારું કઈ પણ નહિ બગડી શકે અને શત્રુ પર હમેશા જ તમરી જીત થશે.

શત્રુઓ પર વિજય માટે કરો આ ઉપાયો :

પહેલો ઉપાય – કરો ભગવાન શિવ ની પૂજા :

શત્રુઓ પર વિજય મેળવવા માટે કરો ભગવાન શિવ ની પૂજા અને પૂજા કરતી વખતે સૌથી પહેલા જળ અર્પિત કરવું અને પછી તેમનું દૂધ થી અભિષેક કરવો અને પછી તેમના પર દહીં, મધ અને ઘી ચઢાવો.

આ કરવા પછી ફરીથી શિવલિંગ પર જળ ચઢાવવું અને શિવલિંગ ને ખુબજ સારી રીતે સાફ કરી દેવું.એના પછી શિવ લિંગ ને ચંદન નો તિલક લગાવી અને તેમને ફૂલ અર્પિત કરવા.

પછી શિવલિંગ ની પાસે એક દીવો કરીને શિવ ના નામના જપ કરવા.સતત ૨૧ દિવસ સુધી આ ઉપાયો કરવાથી શિવ જી પ્રસન્ન થઇ જશે અને તમારા શત્રુ થી તમારી રક્ષા કરશે.

બીજો ઉપાય – હનુમાનજી નું ધ્યાન કરવું :

શત્રુઓને શાંત રાખવા માટે મંગળવારે હનુમાનજી નું ધ્યાન કરવું.અડધી રાત્રી એ હનુમાન જીના ફોટો ની સામે એક સરસવ ના તેલ નો દીવો કરવો.એના પછી હનુમાનજી ના ફોટા ને લાલ રંગ ના ફૂલ ચઢાવવા.આ કરવા પછી બજરંગ બાણ ના પાઠ કરવા.

પાઠ પુરા થયા પછી હનુમાનજી ની આરતી કરવી અને આરતી કરતી વખતે ઘીનો દીવો કરવો.સતત ૧૧ મંગળવાર સુધી આ ઉપાયો કરવા.

ત્રીજો ઉપાય – શ્રી નરસિંહ ભગવાન ની ઉપાસના કરવી :

ત્રીજા ઉપાય માં ભગવાન નરસિંહ ની પૂજા કરવી અને પોતાના ઘર માં તેઓનું એક ચિત્ર સ્થાપિત કરવું.પૂજા કરતી વખતે ભગવાન નરસિંહ ની સામે ધૂપ કરવો અને તેમને લાલ રંગના ફૂલ અર્પિત કરવા.

તેના પછી તેમને સિંદુર ચઢાવી અને તમારા માથા પર તેનો તિલક કરવો.તેના પછી “ઓમ નૃસિંહાય શત્રુ ભુજ બલ વિદીર્નાય સ્વાહા ” મંત્ર નો જપ કરવો.આ મંત્ર ૧૦૧ વાર બોલવું.આ ઉપાય કરવાથી શત્રુ અને વિરોધિયો પર વિજય થાય છે.

ચોથો ઉપાય – માં બગલામુખી ની ઉપાસના કરવી :

એક ચૌકી માં લાલ રંગ નું કાપડ રાખીને તેના પર માં બગલામુખી નો ફોટા સ્થાપિત કરી દો.ચૌકી પર એક ઘી નો દીવો કરવો અને માતાજીને પીળા રંગના ફૂલ અને વસ્ત્રો ચઢાવવા.

તેના પછી “ઓમ હિંમ બગલામુખી સર્વ્દુસ્ટાના વાચં મુખમ પદમ સ્તંભય, જીહ્વવા કીલય, બુદ્ધિ વિનાશાય, હીમ ઐમ સ્વાહા” મંત્ર નો જાય કરવો.આ મંત્ર નો ૧૦૮ વખત જપ કરવો.

આ મંત્ર નો જપ સતત ૨૧ દિવસો સુધી કરવું.આ મંત્ર વાચવા થી શત્રુ હમેશા તમારાથી નબળા જ રહેશે અને ક્યારેય પણ તમારા થી જીતી નહિ શકે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો

Leave a Reply

error: Content is protected !!