શિવજીના દરબારમાં આ ૧૨ પાપીઓને ક્યારેય માફી નથી મળતી – આ પાપ કરતા પહેલા વિચારજો

આપણે બધાજ ભગવાન શિવ ના ગુસ્સા થી પરિચિત છીએ.જેટલી જલ્દી શંકર ભગવાન પ્રસન્ન થાય છે એટલી જલ્દી ગુસ્સે પણ થઇ શકે છે.અને ગુસ્સા ને લીધે વિનાશ પણ કરી શકે છે.કહેવાય છે કે જે દિવસે શંકર ભગવાને તેમની ત્રીજી આંખ ખોલી દીધી ત્યારે આખી દુનિયા નો વિનાશ થવો નિશ્ચિત છે.

શિવપુરાણ માં કામ, વાત-વ્યવહાર અને વિચારો થી સંબંધિત ૧૨ પાપો વિશે જણાવ્યું છે.કહેવામાં આવે છે કે મનુષ્ય એ આમાંથી કોઈ પાપ કરે તો ક્યારેય સુખ થી રહી શકતો નથી.દુખ માત્ર વાત વ્યવહાર થી જ નહિ પણ કોઈ ના પ્રત્યે દુર્ભાવના રાખવા થી પણ થાય છે.

આજે અમે તમને એવા ૧૨ પાપ વિશે જણાવવા રહ્યા છીએ જેનાથી હમેશા બચીને જ રહેવું જોઈએ.

આ ૧૨ પાપને માફ ક્યારેય નથી કરતા ભગવાન શિવ :

૧) લગ્ન કરેલા વ્યક્તિઓ સાથે ક્યારેય પણ સંબંધ બનાવવો ન જોઈએ.તેઓને પામવાની ઈચ્છા કે ખરાબ નજર રાખવાનું પાપ ગણાય છે.

૨) બીજા ના ધન પર નજર ન રાખવી જોઈએ.બીજા કોઈ ની ધન દૌલત ને પોતાની બનાવવા ની આશા ન રાખવી જોઈએ.

૩) કોઈ પણ નિર્દોષ ને દુખ પહોચડવા થી બચવું જોઈએ.તેને કોઈ પણ પ્રકાર નું દુખ પહોચાડવું કે તેના રસ્તા માં આડા આવવું પાપ છે.આવા વ્યક્તિઓ ને ભગવાન ક્યારેય માફ કરતા નથી.

૪) હમેશા સાચો અને સારો રસ્તો જ પસંદ કરવો જોઈએ.ખોટા રસ્તા પર જવા વાળા લોકોને ક્યારેય માફ નથી કરતા ભગવાન શિવ.જરૂરી નથી કે કોઈ નું ખરાબ કઈક કામ કરીને જ કરી શકાય.બીજા પ્રત્યે ના ખોટા વિચારો ને પણ પોતાથી ખુબ દુર રાખવા જોઈએ.

૫) જે સ્ત્રીઓ કે જે ગર્ભવતી છે અથવા માસિક માં છે તેમને કડવા શબ્દો કહેવા કે તેમને દુખ પહુચાડવું એ ભગવાન શિવ ની નજર માં ઘોર પાપ છે.

૬) બીજા કોઈ ને નુકસાન પહુચાડવા વિશે વિચારવું કે એ નિયત થી ખોટું બોલવું એને પણ પાપ જ ગણવામાં આવ્યું છે.

૭) જો તમે કોઈના માન સમ્માન ને નુકસાન પહોચાડો છો તો આ પણ ભગવાન શિવ ની નજર માં એક ઘોર પાપ છે. કોઈ ના વિશે ખરાબ વાતો કરવાથી બચવું જોઈએ.

૮) ધર્મ માં જે વસ્તુઓ ખાવાની મનાઈ છે તેવી વસ્તુઓ ને ખાવું એ પાપ છે અને એટલુજ નહિ ધર્મ થી વિપરીત કોઈ પણ કાર્ય કરવું એ પણ પાપ છે.

૯) પોતાના થી નબળા લોકો પર હિંસા ક્યારેય ન કરવી જોઈએ.બાળકો, સ્ત્રીઓ અને જાનવરો પર હિંસા કરવા વાળા લોકો અને અસામાજિક કાર્ય માં સામેલ થવા લોકો ને ભગવાન શિવ ક્યારેય માફ નથી કરતા.

૧૦) બીજા કોઈની સંપતિ ને પોતાની બનાવવી, બ્રાહ્મણ ની કે મંદિરો ની સંપતિ ની ચોરી કરવી અપરાધ ની શ્રેણી માં આવે છે.આવા વિચારો ને મન માં થી કાઢી નાખવા.

૧૧) માણસો એ તેના માતા પિતા, ગુરુ અને પૂર્વજો નો અપમાન ક્યારેય ન કરવો જોઈએ.હમેશા તેઓને માન આપવું.તેઓનું અપમાન કરવું એ તમને પાપ ના ભાગીદાર બનાવે છે.

૧૨) પોતાના ગુરુ ની પત્ની સાથે સંબંધ બનાવવો, શરાબ પીવી કે કોઈ પણ દાન ની વસ્તુ ને પાછી લઇ લેવી આ બધું પાપો ની શ્રેણી માં આવે છે.આ બધા કામો કરવા થી બચો નહીતર ભગવાન શિવ ક્યારેય માફ નહિ કરે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!