શિયાળામાં બેફામ ઉપયોગમાં લેવાતા ગેસ ગીઝર વિષે પાલનપુરના યુવાનની ઘટના વાંચીને ચોંકી જશો

જેમ પહેલા ઉનાળા માં ગરમી વધારે પડી,પછી ચોમાસામાં વરસાદ પણ ખુબજ વધારે થયો અને હવે શિયાળા માં ઠંડી પણ એવી જ રીતે પડવા લાગી છે. આવા શિયાળા માં લોકોને સવારે ઉઠીને ઠંડા પાણી થી નહાવાનું ખુબજ અઘરું પડી જાય છે. 

જોકે હવે લોકો ગેસ પર ગરમ પાણી કરતા વધારે ગીઝર નો ઉપયોગ કરવા લાગ્યા છે.જે લોકો ને થોડીજ વાર માં ગરમ પાણી આપી દે છે. આ ગીઝર લોકો પોતાના બાથરૂમ માં જ ફીટ કરાવી દે છે. પણ એક વાત તમને જાણી ને આશ્ચર્ય થશે કે ક્યારેક આ ગીઝર તમારા જીવન ને જોખમ માં પણ મૂકી શકે છે.

આજે અમે તમને આવીજ એક ઘટના વિશે જણાવવા ના છીએ જેમાં એક વ્યક્તિ મરતા મરતા બચ્યા છે.

આ ઘટના છે પાલનપુર ની :

પાલનપુર માં રહેતા અને એક પ્રાઇવેટ કંપની માં નોકરી કરતા મુકેશ નાયક સાથે હમણાં જ આ અકસ્માત થયો હતો. આ અક્સમાત માં તેઓ મરતા મરતા બચ્યા હતા.

વાત એમ હતી કે તેઓ સવારે જયારે બાથરૂમ માં નહાવા ગયા હતા ત્યારે તેઓ એ ગીઝર ચાલુ કરેલ હતું.મુકેશ નાયક ના પત્ની ને ત્યારે આશ્ચર્ય થયું કે જયારે મુકેશ ૨૦ મિનીટ પછી પણ બાથરૂમ ની બહાર ન આવ્યા. એટલા માટે તે બાથરૂમ ની પાસે જઈને બુમો પાડવા લાગ્યા પણ તેમના પતી મુકેશ ભાઈ કઈ જવાબ આપી રહ્યા ન હતા.આથી તેણીએ બાથરૂમ નો દરવાજો તોડી નાખ્યો અને અંદર જોયું ત્યારે મુકેશ ભાઈ બેભાન હાલત માં નીચે પડ્યા હતા.

આ જોઇને તરતજ તેમના પત્ની મુકેશ ભાઈ ને લઈને હોસ્પીટલે પહોચી ગયા હતા જેથી કર્રીને તેમનો જીવ બચી ગયો.

શું હતું કારણ ?

આની પાછળ નું કારણ સામે આવ્યું ત્યારે ખબર પડી કે મુકેશ ભાઈ ના બાથરૂમ ની અંદર ગીઝર લગાવેલ હતું તેમાંથી નીકળેલા કાર્બન ડાયોક્સાઈડ ને કારણે મુકેશ ભાઈ ને શ્વાસ લેવા માં ખુબ તકલીફ પડી અને તે બેભાન થઇ ગયા હતા.

કેવી રીતે બચી શકાય ?

આ ઘટના પરથી એવું નથી કે આપણે ગીઝર વાપરવા નું બંધ કરી દેવું જોઈએ પરંતુ એનું ખાસ ધ્યાન રાખવું કે પોતાના બાથરૂમ ની અંદર ક્યારેય ગીઝર ફીટ ન કરાવવું. જેથી કરીને બંધ બાથરૂમ માં કાર્બન ડાયોકસાઈડ ના ફેલાય જાય.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!