શું હકીકતમાં નેહા કક્કડ ઉદિત નારાયણની બહુ બનશે? લગ્ન ની આ તારીખ સામે આવી

ફિલ્મ જગત માં ઘણા એવા સિતારાઓ છે કે જેઓએ પોતાની સાથે કામ કરતા લોકો સાથે જ લગ્ન કરી લીધા છે.હવે લાગે છે કે આ લીસ્ટ માં બે બીજા નામ પણ જોડાવાના છે, અત્યારે અમે બોલીવૂડ ના પ્રખ્યાત ગાયક આદિત્ય નારાયણ અને નેહા કક્કડ ની વાત કરીએ છીએ.

અત્ત્યારે ઇન્ડિયન આઈડલ -૧૧ માં નેહા જજ તરીકે કામ કરે છે અને આદિત્ય હોસ્ટ તરીકે કામ કરે છે.આના સિવાય એક એપિસોડ માં આવેલા આદિત્ય ના પપ્પા ગાયક ઉદિત નારાયણ એ પણ આ લગ્ન માટે હા પાડી દીધી છે. તો શું સાચે જ નેહા ઉદિત નારાયણ ની વહુ બનશે ? ચાલો જાણીએ શું છે સાચું?

શું સાચે જ નેહા ઉદિત નારાયણ ની વહુ બનશે ?

નેહા કક્કડ અત્યારે બોલીવૂડ માં એક થી વધારે એક ગીતો ગાય રહી છે અને સાથે જ ઇન્ડિયન આઈડલ ૧૧ માં જજ તરીકે કામ કરી રહી છે.નેહા ને ઘણી વાર શો માં રોતા જોવા મળે છે. અને કોઈને કોઈ લોકો ને મદદ કરતી જોવા મળે છે.

નેહા ની સાથે આ શો માં વિશાલ અને હિમેશ રેશમિયા જજ તરીકે છે.થોડા દિવસ પહેલા સેટ પર નેહા ના લગ્ન શો ના હોસ્ટ આદિત્ય નારાયણ સાથે થઇ હતી.આ શો માં નેહા અને આદિત્ય નો પરિવાર મહેમાન બની ને આવ્યો હતો.ત્યાજ બંને પરિવાર મળ્યા અને બંને ના લગ્ન નક્કી કરી દીધા.

આદિત્ય ના પિતા સિંગર અલકા યાગ્નિક સાથે પહોચ્યા અને તેઓએ કીધું કે તે નેહા ને પોતાની વહુ બનાવવા ઈચ્છે છે.તેના પછી શો માં નેહા ના માતાપિતા અને આદિત્ય ની માતા પણ આવી ગઈ.

૧૪ ફેબ્રુવારી એ નક્કી કર્યા લગ્ન :

બધા એક બીજાને મળ્યા અને આ દરમિયાન જજ ની સાથે જ બધા જ કન્ટેસ્ટંટ પણ નેહા ના લગ્ન ની વાત સાંભળીને ખુશ થઇ ગયા.સાથે જ આદિત્ય નાચતા નજરે આવ્યા અને બંને પરિવાર ભેગા મળીને બંને ના લગ્ન નક્કી કરી દીધા અને તારીખ ૧૪ ફેબ્રુવારી ની નક્કી કરી દીધી.

સાથે જ વિશાલે કહ્યું કે જો લગ્ન ૧૪ તારીખે છે તો મહેંદી 1 તારીખે હોવી જોઈએ. તેના પર નેહા એ કહ્યું કે લગાવી દઈશ મહેંદી સાથે જ અલકા યાગ્નિક નેહા અને આદિત્ય ના લગ્ન ની ખુશી ને લીધે ગીત ગાવા લાગે છે.

આ વાત સાચી છે કે મજાક :

હવે જોવાની વાત એ છે કે શું સાચે જ આદિત્ય અને નેહા ના લગ્ન ૧૪ ફેબ્રુવારી એ થશે કે આ માત્ર એક મજાક હતો.જોકે કોઈ એ આના વિશે કોઈ પ્રતિક્રિયા સોશિયલ મિડિયા પર આપી નથી.શો ને જોવા વાળા ને પણ ખબર પડશે કે આ બધું એક મજાક હતું કે સાચું.

આદિત્ય ઘણી વાર કરે છે ફલર્ટ :

આદિત્ય શો માં ઘણી વાર નેહા ની સાથે ફલર્ટ કરતો જોવા મળે છે જોકે અત્યારે બંને સિંગલ છે.આદિત્ય નારાયણે નાનપણ માં સલમાન અને શાહરૂખ ખાન સાથે ફિલ્મો માં કામ કર્યું છે.અને નેહા કક્કડ નો બોલીવૂડ માં કોઈ ગોડ ફાધર નથી.તે ઇન્ડિયન આઈડલ માં એક પ્રતિસ્પર્ધી બનીને આવી હતી પણ હવે એક જજ બની ગઈ છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!