સિગરેટ અને પાન-મસાલાના ડાઘ દાંત પરથી આ સરળ રીતે દુર કરી શકાય – કેવિટી માટે પણ ઉપયોગી

સિગરેટનું સેવન કરવાથી કેન્સર થઇ શકે છે આ વિશે મોટા ભાગના બધા જ લોકો ને ખબર છે આમ છતાં ઘણા લોકો સિગરેટ અને ગુટખા વગેરે નું સેવન કરે જ છે. અને આવા લોકોના દાત માં ડાઘા થઇ જાય છે અને કોઈક ના મોઢામાં તો સડો પણ થઇ જાય છે.જોકે કેટલાક એવા લોકો પણ છે કે જે પોતે પહેલા આ બધાનું સેવન કરતા અને હવે એ બધું છોડી દીધુ છે પરંતુ પહેલા ના ડાઘા ને લીધે તેઓ શરમિંદા થઇ જાય છે. તો આજની પોસ્ટ આવા લોકો માટે જ છે. આજે અમે તમને સિગરેટ કે પણ મસાલા ને લીધે પડેલા ડાઘ કેવી રીતે દુર કરવા તેની જ માહિતી આપીશું.

સરસવ ના તેલ ના ઉપાયો :

સરસવ નું તેલ એંટી ઓક્સીડન્ટ છે એટલે તેનો ઉપયોગ બીજી કેલિક વસ્તુઓની સાથે મોઢા માં રહેલા ડાઘને દુર કરવા માટે થાય છે.

૧) મીઠા સાથે :

સરસવ ના તેલ અને મીઠા નો ઉપયોગ મોઢા માં રહેલા પીડા ડાઘા ને દુર કરવા માટે થાય છે. આ માટે અડધી ચમચી સરસવ ના તેલ માં એક ચપટી મીઠું નાખીને પેસ્ટ બનાવો પછી આ પેસ્ટ ને બ્રશ ની મદદ થી હળવા હાથે મસાજ કરો.અને ૫ મિનીટ સુધી રાખીને પછી સાફ પાણી થી કોગળા કરી લો.

૨) એકલું :

સરસવ નું તેલ દાંત ને લાંબો સમય સુધી મજબુત રાખવા માટે ઉપયોગી છે.આ માટે દરરોજ સવારે બે ચમચી સરસવ ના તેલ ને મોઢામાં ભરીને ૧૫ -૨૦ મિનીટ સુધી મોઢા માં ફેરવવું અને પછી કાઢી નાખવું.

૩) મીઠા અને હળદર સાથે :

દાંત ને સાફ કરવા માટે સરસવ ના તેલ ની સાથે મીઠું અને હળદર એક ખુબ સારો ઉપાય છે. આ માટે એક ચમચી સરસવના તેલ માં એક ચપટી મીઠું અને 1 ચમચી નો ચોથો ભાગ જેટલી હળદર ભેરવી અને બનેલા પેસ્ટ ને હાથ થી દાંત પર ઘસવું, પછી થોડી વાર રહીને કોગળા કરી લેવા.આનાથી તમારા દાંત ખુબજ ચોખા થઇ જશે.ઘણા લોકો બ્રશ ને બદલે રોજ સવારે આવી રીતે પણ દાંત સાફ કરે છે.

૪) મીઠા ને બેકિંગ સોડા સાથે :

હળદર ને બદલે એક ચમચી સરસવ ના તેલ માં ચપટી મીઠું અને ૧ ચમચી નો ચોથો ભાગ જેટલો બેકિંગ સોડા પણ વાપરી શકાય. આની મદદ થી પણ મોઢા ની દુર્ગંધ દુર થાય છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!