સુપરસ્ટાર બન્યા પહેલા આ ૭ સિતારા ટીવી પર કામ કરી ચુક્યા છે – આ સીરીયલમાં આ સિતારાઓ એ કરેલ છે કામ

ફિલ્મ અને ટેલીવિઝન એટલે મોટો પડદો અને નાનો પડદો, બંને પડદા જ કહેવાય છે પણ બંને માં ખુબ મોટો ફરક હોય છે.આમ તો બંને મનોરંજન માટે જ બનેલા છે પણ સામાન્ય રીતે બોલીવૂડ ના સિતારાઓ ની કિમત ટીવી ના સ્ટાર કરતા વધુ હોય છે.જોકે ટેલીવિઝન માં કામ કરવું એ કઈ ખરાબ વાત નથી. અને ઘણા એવા બોલીવૂડ ના સિતારાઓ છે કે જે પહેલા ટેલીવિઝન માં જ કામ કરતા હતા અને પછી બોલીવૂડ માં આવી ગયા છે.

આજે આપને એવા જ સાત બોલીવૂડ ના સિતારાઓ વિશે જાણીશું કે જે બોલીવૂડ માં આવ્યા પહેલા ટેલીવિઝન માં કામ કરતા હતા.

પુલકિત સમ્રાટ :

પુલકિત ૨૦૦૫માં મુંબઈ માં આવ્યા હતા અને ૨૦૦૬માં તેને ક્યુકી સાસ ભી કભી બહુ થી  નામની પ્રખ્યાત સીરીયલ જોઈન કરી હતી.જોકે ૨૦૦૭માં તેણે આ સીરીયલ છોડી દીધી અને તે પછી ૨૦૧૨માં બીટુ બોસ નામની ફિલ્મ થી બોલીવૂડ માં આવ્યા.આના પછી તે ફૂકરે સહીત ની ઘણી ફિલ્મો માં જોવા મળી ચુક્યા છે.

આયુષ્માન ખુરાના :

આ લીસ્ટ માં આયુષ્માન ખુરાના નું નામ પણ છે.તે બોલીવૂડ ના નવા સુપરસ્ટાર છે.તે પહેલા ૨૦૦૨માં ચેનલ વી ના શો પોપસ્ટાર માં હતા. ત્યારે તે માત્ર ૧૭ વર્ષ ના જ હતા.આના પછી તે ૨૦૦૪માં એમ ટીવી રોડીઝ માં આવ્યા અને પ્રખ્યાત થયા.

તેના પછી આયુષ્માનએ પોતાનું ગ્રેજુએશન પૂરું કર્યું અને પછી બીગ એફ એમ માં આર જે નું નામ ચાલુ કર્યું.તેને બોલીવૂડ માં એન્ટ્રી “વિકી ડોનર” ફિલ્મ થી કરી હતી. આયુષ્માન બાલા, ડ્રીમ ગર્લ,આર્ટીકલ ૧૫,બધાઈ હો અને અંધાધું જેવી એક પછી એક હીટ ફિલ્મો આપી છે.

શાહરૂખ ખાન :

બોલીવૂડ ના કિંગ ખાન ગણાતા શાહરૂખે પણ પોતાના કરિયર ની શરૂઆત ટીવી થી કરી હતી.શાહરૂખ એ ૧૯૮૮માં “દિલ દરિયા” શો થી શુટિંગ ની શરૂઆત કરી હતી.જોકે પ્રોડક્શન ડીલે થવાને લીધે તેને પેલો ટીવી શો “ફોઝી” ૧૯૮૯માં મળ્યો હતો.

આના સિવાય તેઓએ સર્કસ અને ઇડીયટ જેવા ટીવી શો માં પણ કામ કર્યું.આના થી શાહરૂખ ને પ્રેરણા મળી અને તે બોલીવૂડ માં પ્રયત્ન કરવા લાગ્યા અને સફળ પણ થયા.

ઈરફાન ખાન :

બોલીવૂડ અને હોલીવૂડ બંને માં અભિનય કરવા વાળા ઈરફાન ખાને પણ ઘણા ટીવી શો જેમ કે ચાણક્ય, ભારત એક ખોજ,સારા જહાં હમારા,બનેગી અપની બારાત,ચંદ્રકાન્તા,શ્રીકાનત,અનુંગુંઝ જેવા ઘણા શો માં કામ કર્યું હતું.તેઓએ બોલીવૂડ માં મુખ્ય ભૂમિકા માં આવવાની શરૂઆત ૨૦૦૫માં કરી હતી.

યામી ગૌતમ :

યામી ૨૦ વર્ષની હતી ત્યારે તે બોલીવૂડ માં કરિયર બનાવવા માટે મુંબઈ આવી હતી.અહી તેણીએ “ચાંદ કે પર ચલો” નામના ટીવી શો થી શરૂઆત કરી હતી.આના સિવાય તેણે “પ્યાર ન હોગા કમ” અને “મીઠી છુરી નંબર ૧” જેવા શો માં પણ કામ કરી ચુકી છે.

૨૦૧૨માં આવેલી વિકી ડોનર ફિલ્મથી યામી એ બોલીવૂડ માં એન્ટ્રી કરી હતી.તે બદલાપુર, કાબિલ અને ઉરી: ધ સર્જીકલ સ્ટ્રાઈક જેવી હીટ ફિલ્મો માં પણ કામ કરી ચુકી છે.

વિદ્યા બાલન :

૨૦૦૫માં આવેલી પરિણીતા ફિલ્મ થી વિદ્યા બાલને બોલીવૂડ માં એન્ટ્રી કરી હતી.ફિલ્મો માં આવતા પહેલા વિદ્યા ૧૬ વર્ષની ઉમર માં જ એકતા કપૂર નો એક શો “હમ પાંચ” માં નજર આવી ચુકી છે.આમાં તેણે રાધિકા નામની ચશ્માં વાળી છોકરી ની ભૂમિકા ભજવી હતી.

આદિત્ય રોય કપૂર :

ફિલ્મ આશિકી ૨, એ જવાની હે દીવાની, કલંક,ફિતૂર જેવી ફિલ્મો માં આદિત્ય રોય કપૂર નજરે આવ્યા હતા.આ પહેલા તે મ્યુઝીક ચેનલ વી માં વિડીયો જોકી (vj) હતા.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!