તમે આવતા જન્મમાં શું બનશો ? – જાણો મહર્ષિ ગુરુ વ્યાસ ના તર્ક પ્રમાણે તમારા આગલા જનમની વાતો

આપને મનુષ્ય જીવન માં ઘણા સારા કર્મો કરતા હોઈએ છીએ અને કેટલાક ખરાબ. અને મનુષ્ય અવતાર બાકીના બધા અવતારમાનો શ્રેષ્ઠ અવતાર છે.એટલે આપને મનુષ્ય જીવન મળ્યો છે તો આપણા થી બની શકે એવા સારા કામો કરવા જોઈએ.

હિંદુ ધર્મ પ્રમાણે આમ હોય છે :

હિંદુ ધર્મ આ અવતાર માં કરેલા સારા કે ખરાબ કાર્યો ના ફળ આવતા જન્મ માં ભોગવવા જ પડે છે. અને એવી જ રીતે અત્યારના અવતાર માં આપને જે ભીગવીએ છીએ એ પાછલા જન્મ ના કરેલા સારા કે ખરાબ કાર્યો ને લીધે ભોગવીએ છીએ.

જોકે કેટલાક લોકો એવું પણ માને છે કે લોકો એ કરેલા સારા કે ખરાબ કામ ના ફળ તેને આ જ અવતાર માં જ ભોગવવાના હોય છે અને તેને અનુરૂપ જ તેને પછીનો અવતાર મળે.

મનુષ્ય અવતાર છે સૌથી શ્રેષ્ઠ :

એવું માનવામાં આવે છે કે મનુષ્ય અવતાર એ સૌથી શ્રેષ્ઠ છે કેમકે ભગવાન આ અવતાર માં આપણને એક તક આપે છે કે જેનો ઉપયોગ કરીને આપણે જીવન ચક્ર માં થી મુક્તિ મેળવી શકીએ છીએ.

પણ મનુષ્ય અવતાર જ એવો અવતાર છે જેમાં આવી ને જીવ ભોગ અને વિલાસ માં પડી જાય છે અને ભગવાન નું નામ જપવાનું ભૂલી જાય છે. માત્ર કપરી પરિસ્થિતિ માં અને મુશ્કેલી માં જ પ્રભુનું નામ જપે છે.

ઋષિમુનીઓ એ મહર્ષિ વ્યાસને પૂછ્યું હતું કે માણસોના ખરાબ કર્મો અનુસાર તેને કેવા કેવા અવતાર મળી શકે છે. તો આજે અમે તમને એના વિશે જ જણાવીશું.

સ્ત્રીઓની છેડતી કરનાર કે તેમને પરેશાન કરનાર લોકો :

મહર્ષિ વ્યાસ મુજબ જે લોકો સ્ત્રીઓની છેડતી કે તેમને હેરાન કરે છે આવા લોકોને ઘેટા નો અવતાર મળે છે, પછી તેને કૂતરાનો અવતાર મળે છે પછી તે શિયાળ ના અવતાર માં આવે છે.

તેના પછી તે ગીધ, નાગ, કાગડા અને છેલ્લે બગલાના અવતાર માં જઈને પછી પાછો માનવ અવતાર માં જન્મ લે છે.

સોનું ચોરનાર લોકો :

મહર્ષિ વ્યાસ ના કહેવા પ્રમાણે જે લોકો સોના ની ચોરી કરે છે તેને જીવડા નો અવતાર મળે છે.

મોટા ભાઈ નું અપમાન કરનાર :

જે લોકો પોતાના મોટા ભાઈ નું અપમાન કરે છે,તેવા લોકોને કોંચ નામનો અવતાર મળે છે, તેના પછી તેને મનુષ્ય જીવન પ્રાપ્ત થાય છે.

પિતૃઓને તૃપ્ત ન કરાવનાર લોકોને :

જે લોકો પોતાના સમગ્ર જીવન દરમિયાન પોતાના પિતૃને તૃપ્ત કરાવવા માટે કઈ કરતો નથી તેને મૃત્યુ પછી કાગડા નો અવતાર મળે છે.તેના પછી તેને મુરઘા પછી સાપ અને પછી પાછો માનવ અવતાર મળે છે.

કપડા ચોરનાર લોકો :

મહર્ષિ વ્યાસના કેહવા પ્રમાણે જે લોકો કપડા ની ચોરી કરે છે તેઓ ને પોપટ નો અવતાર મળે છે.

કોઈનું ખૂન કરનાર લોકો ને :

જે લોકો પોતાના મનુષ્ય જીવન દરમિયાન કોઈક નું ખૂન કરે છે તેઓને મૃત્યુ પછી ગધેડા નો અવતાર મળે છે. ગધેડા પછી હરણ,પછી માછલી, કુતરો વાઘ અને છેલ્લે માનવ નો અવતાર મળે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!