ફિલ્મી દુનિયાથી દુર પોતાની એક અલગ જીંદગી જીવી રહ્યા છે ૯૦ના આ ટીવી સ્ટાર્સ – ચંદ્રકાન્તા હવે આવી દેખાય છે

૯૦ નું દશક ઘણી બધી વસ્તુઓ માટે અલગ જ હતું.એમાય ભારતીય સિનેમા માટે અને સંગીત ઉદ્યોગ માટે તો આ દશક ખુબજ અલગ હતું. આ દશક માં સિનેમા માં વધારે માં વધારે સંગીત વિડીયો છવાયેલા હતા.

આ દરમિયાન ઘણી સારી ટીવી સિરિયલ્સ પણ પ્રખ્યાત થઇ હતી.એ વાત પછી ચંદ્રકાન્તા ની હોય કે “શક્તિમાન” ની.. પણ એવી બધી સિરિયલ્સ હતી કે જે બાળકો થી માંડી ને ઘરડાઓ સુધી બધાને ગમતી હતી.આ ધારાવાહિકો માં કામ કરવા વાળા કલાકારો આપણા જીવન ના એક હિસ્સો બની ગયા હતા.

આજે અમે તમને એવા કલાકારો વિશે જણાવવા ના છીએ જે અત્યારે ગુમનામી ના અંધારા માં ખોવાય ગયેલ છે.

શક્તિમાન – મુકેશ ખન્ના :

૯૦ ના દશક માં પ્રસારિત થયેલા “મહાભારત” નામના ધારાવાહિક પછી મુકેશ ખન્ના એ “શક્તિમાન” માં ખુબજ સારો રોલ ભજવ્યો હતો. આ ધારાવાહિકે બાળકો ના મનમાં ખુબજ સારી જગ્યા બનાવી લીધી હતી.

ત્યારના સમયે બાળકો શક્તિમાન ના કપડા અને સ્ટાઇલ ને ખુબજ અનુસરતા હતા.બાળકો માટે શક્તિમાન બનેલા મુકેશ ખન્ના માટે એટલો ક્રેઝ હતો જે અત્યાર સુધી કોઈ પણ ના માટે જોવા મળ્યો ન હતો.

સીઝેન ખાન – કસોટી ઝીંદગી કી :

કસોટી ઝીંદગી કી માં અનુરાગ નો કિરદાર ભજવી ને પ્રખ્યાત થયેલા સીઝેન ખાન 90 ના દશક ના ખુબજ સારા અભિનેતા ગણાતા હતા.આ ધારાવાહિક માં લોકો ને અનુરાગ અને પ્રેરણા ની જોડી ખુબજ પસંદ આવી હતી.

આના પછી સીઝેન ખાન “ક્યાં હાદસા ક્યાં હકીકત”, “પિયા કે ઘર જાના હૈ”, “એક લાડકી અંજાની સી” અને “સિતા અને ગીતા” જેવા ઘણા ધારાવાહિકો માં નજર આવ્યા હતા.

“સિતા ઔર ગીતા” આ ધારાવાહિક ૨૦૦૯ માં પ્રસારિત થયું હતું.આ ધારાવાહિક પછી થી સીઝેન ખાન ફિલ્મ ની લાઇમ લાઈટ થી દુર જ છે.

શિખા સ્વરૂપ – ચંદ્રકાન્તા :

૧૯૯૪ થી ૧૯૯૬ સુધી ટીવી માં પ્રસારિત ધારાવાહિક “ચંદ્રકાન્તા” ની મુખ્ય ભૂમિકા ભાવનાર અભિનેત્રી નું નામ શિખા સ્વરૂપ છે. શિખા સ્વરૂપ ને ૧૯૮૮માં મિસ ઇન્ડિયા નો ખિતાબ મળ્યો હતો.

તેણીની સુંદરતા ના ઘણા બધા લોકો દીવાના હતા.શીખ સ્વરૂપે ૨૦૧૨-૨૦૧૩માં પ્રસારિત “રામાયણ” માં કૈકઈ ની ભૂમાં ભજવી હતી.આજના સમય માં શિખા સોસિયલ મીડિયા પર એક્ટીવ નથી.પણ આજે પણ તેણીના પ્રસંશકો સોસીયલ મિડિયા પર તેની તસવીરો શેર કરે છે.

અરુણ ગોવિલ – રામાયણ :

ટેલીવિઝન ની દુનિયા ની સૌથી સારી અને ટેલીવિઝન જગત માં સૌથી સારા રામ નું પાત્ર ભજવવા વાળા અભિનેતા માં અરુણ ગોવિલ નું નામ પણ આ લીસ્ટ માં સામેલ છે.

ટેલીવિઝન માં પહેલી વાર ભગવાન રામ નું પાત્ર અરુણ ગોવિલે જ ભજવ્યું હતું.એ સિવાય અરુણ ગોવિલે “ઇતની સિ બાત”, “શ્રદ્ધાંજલિ” , “જિયો તો એસે જિયો” , “સાવન કો આને દો” જેવી ઘણી બધી ફિલ્મો માં પણ કામ કરેલું છે.

પરંતુ અત્યારે તેઓ ફિલ્મ જગત થી દુર છે.

મહાભારત – ગજેન્દ્ર ચૌહાણ :

મહાભારત ધારાવાહિક માં યુધીષ્ઠીર નું પત્ર ભજવવા વાળા ગજેન્દ્ર ચૌહાણ એક સમયે ખુબજ પ્રખ્યાત કલાકાર હતા.એક ઈન્ટરવ્યું માં તેને કહ્યું હતું કે યુધીષ્ઠીર ના પાત્ર એ મારા જીવન પર એટલું અસર કર્યું કે જેને લીધે મારા અંગત જીવન ની છબી ક્યાંક છુપાઈ ગઈ છે.

એક વાર ગજેન્દ્ર ચૌહાણે કહ્યું હતું કે “એક વાર એક મહિલા મારી પાસે આવી અને મને કહેવા લાગી કે મારી તને એક થપ્પડ મારવાની ઈચ્છા થાય છે, તારી હિંમત કેમ થઇ દ્રૌપદી ને દાવ પર લગાડવાની”. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે ગજેન્દ્ર ચૌહાણ એસ બી આઈ ના ચેરમેન પણ રહી ચુક્યા છે.

કહાની ઘર ઘર કી – શ્વેતા કવાત્રા : 

“કહાની ઘર ઘર કી” સિરિયલ માં પલ્લવી નું પત્ર ભજવવા વાળી શ્વેતા કવાત્ર તે સમયે ઘરે ઘર માં પ્રખ્યાત હતી, પણ આ સમયે શ્વેતા પણ ગુમનામી માં છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!