૨૦૨૦માં શની કરશે મકર રાશિમાં પ્રવેશ – ૧૯ વર્ષ પછી બની રહેલા આ યોગને લીધે રાશીઓ પર થશે આવી શુભ અસર

વર્ષ ૨૦૨૦ દરરેક રાશિના લોકો માટે ખાસ રહેવાનું છે.આ વર્ષે ઘણા બધા ગ્રહો રાશી પરિવર્તન કરવાના છે, આ પરિવર્તન ને લીધે બધાજ રાશિના લોકો ને ખુબજ લાભ થવાના છે.૨૪ જાન્યુવારી એ શાની તેની રાશી બદલવા જઈ રહ્યો છે અને મકર રાશી માં પ્રવેશ કરવાનો છે.મકર રાશી શની ગ્રહ ની પોતાની રાશી ગણાય છે અને ૧૯ વર્ષ પછી શાની પાછો પોતાની ઘરની રાશી એટલે કે મકર રાશી માં પ્રવેશ કરવા જઈ રહ્યો છે.

આજે અમે જે ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ તેને કરવા થી શાની દેવ નું આ રાશી પરિવર્તન તમારું નસીબ ચમકાવી શકશે અને આ ઉપાયો કરવા થી શનિદેવ તમને ખુબજ લાભ આપશે.

આ ઉપાયો અલગ અલગ રાશી ના લોકો માટે અલગ અલગ છે. તો ચાલો જાણીએ અલગ અલગ રાશિના લોકો માટે કયા કયા છે આ ઉપાયો:

૧) મેષ રાશિ :

મેષ રાશિ ના લોકોએ મંગળવાર અને શનિવાર ના દિવસે સાંજે સાત વાગ્યા પછી કોઈ પણ હનુમાનજીના મંદિરે જઈ હનુમાનજીને ૨૧ લવિંગ ચઢાવી અને હનુમાન ચાલીશા વાંચવી પડશે.

૨) વૃષભ રાશિ :

આ રાશિ ના લોકો એ લક્ષ્મી માતાજી ની પૂજા કરવી પડશે અને શુક્રવારે દિવશે લક્ષ્મી જીને ગોળ ચઢાવવો પડશે.આ સિવાય શનિવાર ના દિવસે કાળા તલ નું દાન કરવું. આ ઉપાય કરવા થી શનિ દેવ તમારા જીવન ને સુખો થી ભરી દેશે.

3) મિથુન રાશિ :

મીથીન રાશિ ના લોકો એ બુધવારે ગણપતિ જીની પૂજા કરવી અને પૂજા કરતી વખતે ગણેશજીને કળા તલના લાડવા ચઢાવવા.

૪) કર્ક રાશિ :

કર્ક રાશિ ના લોકો એ શનિ દેવ ના આ રાશી પરિવર્તન ને લીધે લાભ થાય તે માટે શનિવારે દૂધ માં કાળા તલ નાખીને આ દૂધ શિવજીને ચઢાવવું.

૫) સિંહ રાશિ :

સિંહ રાશિના લોકો એ શનિદેવ ના આ રાશી પરિવર્તન થી લાભ મેળવવા માટે શનિવારે કાળકા માતાજીના મંદિરે જી ને મંદિર માં વસ્ત્રો અને સફરજન ને અર્પિત કરવા.

૬) કન્યા રાશિ :

આ રાશિ ના લોકો એ શનિવાર ના દિવસે શિવ લિંગ ની પૂજા કરવી પડશે અને પૂજા કરતી વખતે ૧૧ બિલીપત્રો શિવલિંગ પર ચઢાવવા પડશે. અને સાથે જ એક તેલ નો દીવો શિવલિંગ ની સામે કરવો પડશે.

૭) તુલા રાશિ :

આ રાશિ ના લોકો એ આ વર્ષની પહેલી અમાસ ના દિવસે કાળા રંગની વસ્તુઓ જેવી કે કાળા કપડા, કાળી છત્રી,કાળી દાળ વગેરે જેવી વસ્તુઓનું દાન કરવું.

૮) વૃશ્ચિક રાશિ :

આ રાશિ ના લોકો એ શનિવાર ના દિવશે દુર્ગા કવચ નો પાઠ કરવો. પાઠ કરતી વખતે બાજુમાં એક દીવો જરૂર પ્રગટાવવો અને પાઠ પૂરો થતાજ દુર્ગા માતા નું ધ્યાન કરવું.

૯) ધનુ રાશિ :

આ રાશિ ના લોકો એ શનિવારે વિષ્ણુ સહસ્ત્રાણ નો પાઠ કરવો.આવું કરવા થી શનિદેવ નો પ્રકોપ આ રાશિ પર નહિ પડે.

૧૦) મકર રાશિ :

આ રાશિ ના લોકો એ ૧૧ શનિવારે કાજળ ની ડબ્બી અથવા સરસો ના તેલ નું દાન કરવું.

૧૧) કુંભ રાશિ :

કુંભ રાશિ ના લોકો એ શનિવાર ના દિવસે સાંજના સમયે શનિદેવ ના મંદિરે જઈ ને તલનું તેલ ચઢાવવું અને ગરીબ વ્યક્તિઓ ને ભોજન કરાવવું.

૧૨) મીન રાશિ :

મીન રાશિ ના લોકોએ પીપળા ના ઝાડ ની પૂજા કરવી અને પૂજા કરતી વખતે તેના પર કાળા તલ ચઢાવવા અને સરસો ના તેલ નો દીવો કરવો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!