આ બહેને ભૂલથી સબ્જી સાથે ઘરેણા પણ ફેંકી દીધેલા અને સાંઢ ખાઈ ગયું – હવે પરિવાર કરે છે આ કામ

દેશ દુનિયા માં એવી વાતો થાય છે કે જેને સાંભળી ને કાંતો લોકો હસી પડે છે અને કાંતો હેરાન થઇ જાય છે.ક્યારેય કોઈ માણસો અલગ જ હરકત કરે છે તો ક્યારેક કોઈ જાનવર એવું કરી જાય છે કે લોકો માં તે ચર્ચા નો વિષય બની જાય છે.ખાસકરીને ભારત માં એવી અદ્ભુત વસ્તુઓ થાય છે કે જેને સાંભળી ને તમે પોતાની હંસી રોકી નહિ શકો.

એવું જ કઈક ભરત ના પ્રખ્યાત રાજ્ય હરિયાણા માં થયું છે કે જ્યાં એક સાંઢ એ ખાલી લીધું ૪ ટોળું સોનું, હવે પરિવારના લોકો ને આવા આવા કામો કરવા પડે છે બહાર કાઢવા માટે, આ તમારે જરૂર જાણવું જોઈએ.

સાંઢ એ ખાઈ લીધું ૪ તોલા સોનું :

હરિયાણા માં સિરસા ગામ માં એવી ઘટના સામે આવી છે જેને સાંભળી ને કોઈ પણ આશ્ચર્યચકિત થઇ જાય.

સાંઢ એક મહિલા નું ૪ તોલા સોનું ખાય ગયો અને તેના પછી ઘરના લોકો ખુબ હેરાન થઇ ગયા.રીપોર્ટસ માં આ વાત સામે આવી છે અને ઘરના એક સદસ્ય કે જેનું નામ જનકરાજ છે તેણે કહ્યું કે “આ ઘટના ૧૯ ઓક્ટોબર ની છે, મારી પત્ની અને વહુ એ સોનું એક કટોરા માં રાખ્યું હતું.તેઓ તે કટોરા માં શાકભાજી કાપતા હતા.કટોરો શાકભાજીઓ થી ભરેલો હતો, કટોરા માં પડેલા કચરા ને કચરાના ડબ્બા માં ફેકી દીધું હતું.કોઈને યાદ પણ ન હતું કે તે કટોરા માં સોના ના ઘરેણા હતા.સીસીટીવી કેમેરા પરથી એ જાણવા મળ્યું કે સાંઢ એ કચરા માંથી શાકભાજીઓ ખાધી હતી અને સાથે જ તે સોના ના આભૂષણો પણ ગળી ગયો.”

પશુચિકિત્સક ને બોલાવ્યો :

આ વાત માં જનકરાજે જણાવ્યું કે “અમે સાંઢ ને શોધ્યો અને તેને પકડી ને પશુ ચિકિત્સક ને પણ બોલાવ્યા.અમે અમારા ઘરની પાસે ખુલી જગ્યા માં તેને બાંધી દીધો અને તેને ખવડાવી પણ રહ્યા છીએ.અમે આશા રાખીએ છીએ કે તેના છાણ માં સોનું મળી જાય.એટલે તેને ખવડાવીએ છીએ.”

આ સિવાય જનકરાજે જણાવ્યું કે જો અમને સોનું નહિ પણ મળે તો પણ અમે સાંઢ ને ગૌશાળા માં છોડી દેશું.એવું જણાવવા માં આવી રહ્યું છે કે તે ચાર તોલા સોનાની કિમત લાકો માં છે અને તે ખેડૂત ના પરિવાર ને સોનું નહિ મળે તો તેને લાખો રૂપિયા નું નુકસાન જશે.

આખો પરિવાર તેને આજ આશા થી ખવડાવી અને પીવડાવી રહ્યો છે કે તેમના ઘરેણા તેમને મળી જાય પરંતુ જો તેને એ મળ્યું નહિ તો તેઓ પોતાની ભૂલ ની સજા માની ને ભૂલી જશે.

પશુ ચિકિત્સક ના પ્રમાણે છે આ રસ્તાઓ :

એક પશુ ચિકિત્સક નું માનીએ તો હવે સોનું પાછુ મેળવવા માટે માત્ર બે જ રસ્તાઓ છે.પશુ ના મો માંથી થઇ ને સોનું ત્રણ જગ્યાએ જઈ શકે છે, એટલે ખાવાનું પહેલા તેના મોમાં, ત્યાંથી ગળા માં અને ત્યાંથી પેટ માં પોચી જાય છે.

પછી પેટ માંથી પશુ ઉગાળા કરીને મોઢા માં ખાવાનું લઇ જાય પછી તે છાણ ના રસ્તે બહાર નીકળી જાય.પશુ ચિકિત્સક પ્રમાણે પશુ ને લીલો ચારો ખવડાવી ને છાણ ના રસ્તે સોનું નીકળી શકે છે. અને બીજી રીત પશુ દવાખાના માં જઈને તેના પેટ નો એક્ષરે કરીને જોઇને કે તેના પેટ માં સોનું છે કે નહિ તેના પછી તેનું ઓપરેશન કરીને સોનું કાઢી શકાય છે, પરંતુ ઓપરેશન કરતી વખતે પશુ નો જીવ જવાની પણ શક્યતા છે.

પરિવારના લોકોએ કર્યો આવો નિર્ણય :

પશુ ચિકિત્સક ની સલાહ પછી પરિવારના લોકો એ એવું નક્કી કર્યું કે પહેલા તે પેલી રીત અપનાવશે, પછી જો તેમ કરવાથી સોનું નહિ મળે તો જ તે બીજો રસ્તો અપનાવશે અને તેઓ ઈચ્છતા નથી કે તેમના સોના માટે પશુ નો જીવ જાય.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!