આ બે માસુમ બાળકીઓનો ફોટો શેર કર્યા વગર ના રહી શક્યા બીગ બી – જાણો કોણ છે આ બંને ?

બોલીવૂડ ના મહાનાયક અમિતાભ બચ્ચન હર કોઈ ના ફેવરેટ છે. આનું કારણ માત્ર અમિતાભ બચ્ચન નું કરિયર જ નહિ પરંતુ તેમનો વ્યવહાર અને પર્સનાલીટી પણ લોકો ને પસંદ આવે છે. અમિતજી ખુબ જ વિનમ્ર વ્યક્તિ છે જે હર કોઈ સાથે પ્રેમ થી વાત કરે છે.

ફિલ્મ જગત ના બધા જ લોકો અમિતાભ બચ્ચન ને ખુબ જ માન આપે છે. આટલા મોટા હોવા છતાં પણ અમિતજી પણ તેઓને માન આપે જ છે.તેઓ ૭૬ વર્ષ ના થઇ ગયા છે પરંતુ આમ છતા યુવાનો તેમને પસંદ કરે છે.આનું કારણ એ છે કે અમિતાભ એ પોતાની જાત ને અત્યારના જમાના પ્રમાણે ઢાળી રાખ્યું છે.

ટ્વીટર પર ખુબ જ પોસ્ટ કરે છે :

ટ્વીટર પર તો અમિતાભ બચ્ચન ઘણી બધી પોસ્ટ કરતા હોય છે. તેમના દ્વારા ટ્વીટ કરેલી વાતો, ફોટા અને વિડીયો હમેશા જ વાયરલ થઇ જાય છે. હાલ માં જ તેઓએ લતા મંગેશકર અને આશા ભોસલે બંને ની બાળપણ ની તસ્વીરો શેર કરી છે.આમાં આશા અને લત્તા બંને બહેનો ખુબ જ માસુમ લાગી રહી છે. આને જોઇને ચાહકો બ્લેક એન્ડ વ્હાઈટ જમાના માં ચાલ્યા ગયા છે.

આ તસ્વીર ને શેર કરતા ની સાથે અમિતાભ એ લખ્યું હતું કે “લતા જી અને આશાજી ના બાળપણ ની તસ્વીરો! આજે લતા જી ના ટ્વીટ માં વાંચ્યું કેમ તેઓએ પોતાના ગરુઓ ને યાદ કર્યા અને અચાનક એ આ ચિત્ર મને મળી ગયું! ટેલીપથી !!

પોતે જ જણાવ્યું ફોટો શેર કરવાનું કારણ :

આ ફોટો ને શેર કરવાનું કારણ પોતે અમિતજી એ જ કેપ્શન માં લખી દીધું. થોડા દિવસો પહેલા લતા મંગેશકર એ પોતાના પિતા સમાન પંડિત નરેન્દ્ર શર્માજી અને ગુરુ પંડિત જમ્મુ મહારાજ જી નો એક નાનો વિડીયો ટ્વીટર પર શેર કર્યો હતો.

જેના પછી અમિતજી ને અચાનક લતાજી અને આશાજી ના બાળપણ ની તસ્વીર મળી ગઈ.આ માટે અમિતાભ જી એ કહ્યું કે આ માનસિક દુરસંચાર (telepathy) છે. 

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!