આ છે બોલીવુડના ૫ લોકપ્રિય લવ ટ્રાયેન્ગલ – આમને લીધે ઘણા સ્ટાર્સ ના સંબંધો ની પથારી ફરી ગઈ છે

બોલીવૂડ ની ફિલ્મો વધુ પડતી લવ ટ્રાયેન્ગલ અને લોકો ને આવી ફિલ્મો વધુ ગમતી હોય છે. ફિલ્મો ની કહાનીઓ શરુ થાય છે અને ત્રણ કલાક માં હેપ્પી એન્ડીંગ થઇ જાય છે. ફિલ્મો ની કહાની અને અસલ જીવન ની કહાની ખુબ જ અલગ હોય છે. જો સાચા જીવન માં લવ ટ્રાયેન્ગલ બની જાય તો તેને ઠીક થવા માટે સમય લાગે છે અને આ સમય માં પણ તે સરખું થાય તેનો ભરોસો નહી.

અહી અમે તમને ૫ લવ ટ્રાયેન્ગલની વિશે જણાવવા ના છીએ કે જે સૌથી પ્રખ્યાત છે અને જેને લીધે ઘણા ના સંબંધોની પથારી ફરી ગઈ છે.

અમિતાભ બચ્ચન, રેખા અને જય ભાદુરી :

૮૦ ના દશક માં અમિતાભ બચ્ચન અને જયા ભાદુરી ની વચ્ચે અભિનેત્રી રેખા આવી ગઈ હતી. આ પ્રેમ કહાની વિશે ઘણા સમય સુધી ચર્ચાઓ થઇ હતી. પરંતુ અમિતાભ બચ્ચન એ પોતાના લગ્ન ના વચન ને નિભાવ્યું અને પોતાના પ્રેમ ને ભુલાવી દીધો.

રેખા અને અમિતાભ ની લવ સ્ટોરી ફિલ્મ દો અનજાને થી શરુ થઇ હતી અને ફિલ્મ સિલસિલા પર આવીને પૂરી થઇ ગઈ.જ્યા એ અમિતાભ ની સામે શરત રાખી હતી કે કાંતો રેખા અને કાંતો તેઓ. આ પછી અમિતાભ એ પોતાના લગ્ન ને જ માન્ય રાખ્યા.

શાહીદ કપૂર, કરીના કપૂર અને સૈફ અલી ખાન :

બોલીવૂડ ના એકતર શાહિદ કપૂર અને કરીના કપૂર ની વચ્ચે વર્ષ ૨૦૦૩ માં લવ સ્ટોરી શરુ થઇ હતી.તેમનો સંબંધ લગ્ન સુધી પહોચવાનો જ હતો પરંતુ કરીના નું દિલ સૈફ માટે ધડકવા લાગ્યું. કરીના એ વર્ષ ૨૦૦૮ માં શાહિદ કપૂર ને છોડી દીધા અને સૈફ ની સાથે ૪ વર્ષ સંબંધ માં રહી ને વર્ષ ૨૦૧૨ માં લગ્ન કરી લીધા.થોડા વર્ષો પછી શાહિદ કપૂર એ પણ દિલ્હી માં મીરા રાજપૂત સાથે લગ્ન કરી લીધા.

રણબીર કપૂર, કેટરીના કૈફ અને દીપિકા પાદુકોણ :

વર્ષ ૨૦૦૭ માં દીપિકા અને રણબીર એ અલગ અલગ ફિલ્મો થી પોતાના કરિયર ની શરૂઆત કરી હતી.આના પછી વર્ષ ૨૦૦૮ માં ફિલ્મ બચના એ હસીનો રીલીઝ થઇ.આ ફિલ્મો માં બંને એ સાથે કામ કર્યું અને બંને નો પ્રેમ શરુ થયો.

આના પછી રણવીર નું દિલ કેટરીના માટે ધડકવા લાગ્યું અને દીપિકા સાથે તેનું બ્રેકઅપ થઇ ગયું. અને દીપિકા ની સેટિંગ રણવીર સિંહ ની સાથે થઇ ગઈ અને હવે રણબીર એ કેટરીના ને છોડી ને આલિયા ભટ્ટ નો હાથ પકડી લીધો.

પ્રિયંકા ચોપડા, હરમન બાવેજા અને શાહિદ કપૂર :

કરીના ની સાથે બ્રેકઅપ થયા બાદ શાહિદ નું લફરું પ્રિયંકા ચોપડા સાથે ઘણા સમય સુધી ચાલ્યું. પરંતુ પ્રિયંકા એ હરમન બાવેજા સાથે દોસ્તી કરી લીધી તો શાહિદ એ મીર રાજપૂત નો હાથ પકડી લીધો.જે સમયે શાહિદ અને પ્રિયંકા નો સાથ હરમન ને પસંદ ન આવતું હતું. પ્રિયંકા ને શાહિદ નું સાથ છોડી ને હરમન નો સાથ આપ્યો પરંતુ પ્રિયંકા એ એ પછી અમેરિકન સિંગર નિક જોન્સ સાથે લગ્ન કરી લીધા હતા.

હ્રીતિક રોશન અને સુઝૈન ખાન :

બોલીવૂડ ના સુપરહીરો હ્રીતિક રોશન એ વર્ષ ૨૦૦૦ માં પોતાની ગર્લફ્રેન્ડ સુઝૈન ખાન ની સાથે લગ્ન કરી લીધા. આમની વચ્ચે ખુબ સારો પ્રેમ જોવા મળ્યો હતો અને ૧૭ વર્ષ પછી બંને અલગ થઇ ગયા હતા.એવી ચર્ચા હતી કે હ્રીતિક નો કોઈ મોડેલ સાથે અફેર શરુ થઇ ગયો છે, જે સુઝૈન ને ગમતું ન હતું અને ઘણું સમજાવ્યા પછી હ્રીતિક ન માન્યા અને પછી બંને અલગ થઇ ગયા.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!