આ કંપનીએ સ્ટાફને ૩૫ લાખનું બોનસ આપીને આપી મોટી સરપ્રાઈઝ – સ્ટાફ રીએક્શન ના ફોટા જોવા જેવા છે

કંપની માં જયારે પણ કોઈ કર્મચારી કામ કરે છે ત્યારે તેઓને પોતાના પગાર સિવાય ના વધુ પડતા બોનસ ની પણ આશા હોય છે. આ બોનસ કેટલીક કંપનીઓ માં મળે છે, અને કેટલીક કંપનીઓ માં નથી મળતું.જ્યાં મળે છે ત્યાં માત્ર નામનું જ મળે છ.જયારે કંપની વાળા પગાર વધારવા માં જ આટલા નખરા કરતા હોય ત્યારે તેઓ બોનસ ક્યાંથી આપે? 

જોકે આજે અમે એક એવી કંપની વિશે જણાવવા ના છીએ કે જેઓ એ પોતાના દરરેક કર્મચારીઓ ને ૩૫ લાખનું બોનસ આપ્યું.આ કંપની અમેરિકા ના બાલ્ટીમોર ની એક રીયલ એસ્ટેટ કંપની છે.

આ નામ છે આ કંપની નું :

સેંટ જોન પ્રોપર્ટીઝ નામની આ કમ્પની એ ૨૦૦૫ માં નક્કી કરેલ પોતાનું લક્ષ્ય હાલ માં જ પ્રાપ્ત કર્યું છે. આ કંપની ૮ રાજ્યો માં ૨૦ મિલિયન ચોરસ ફૂટ માં ઓફીસ, રીટેલ અને વેરહાઉસ માટે ની જગ્યાઓ ખોલવામાં કામયાબ રહી છે. કેમકે આ કંપની ને ખુબ જ મોટો નફો થયો છે એટલા માટે તેઓએ પોતાના ખુબ જ મહેનતુ ૧૯૮ કર્મચારીઓ ને તેમની મહેનત ના ૩૫ લાખ રૂપિયા બોનસ ના રૂપ માં આપ્યા.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે આટલું બધું બોનસ આપવા માટે પુરા ૭૫ કરોડ રૂપિયા ખર્ચ કરી દીધા. આ એક રેકોર્ડ થી ઓછુ નથી.આજ સુધી કોઈ પણ રીયલ એસ્ટેટ કંપની એ પોતાના કર્મચારીઓ ને આટલું મોટું બોનસ નહિ આપ્યું હોય.

કંપની ના પ્રેસિડેન્ટ નું કહેવું આ છે :

સેન્ટ જોન પ્રોપર્ટીઝ કંપની ના પ્રેસિડેન્ટ લોરેસ એ કહ્યું કે બોનસ એ બધા જ કર્મચારીઓ ને પોતાનો જુનો ટારગેટ હાસેલ કરવા માટે ની ખુશી ને લીધે આપવા માં આવ્યું છે.સાથે જ જણાવ્યું કે આ ટારગેટ ને હસેલ કરવા માટે બધા જ કર્મચારીઓ એ ખુબ જ મહેનત કરી છે, એવા માં અમે લોકો એ તેમને બોનસ આપી ને તેમનો આભાર માન્યો છે.

તેઓએ કહ્યું કે જો કર્મચારીઓ વધુ મહેનત કરે તો જ કંપની નફો કરી શકે છે.જણાવી દઈએ કે આ કંપની ની પોલીસી એ પણ છે કે કર્મચારીઓ ને પગાર સિવાય નું બોનસ પણ આપવા માં આવે.આ સિવાય આ બધા જ કર્મચારીઓ ને ખુબ જ સારી સુવિધાઓ પણ આપવામાં આવે છે.

કર્મચારીઓ છે ખુબ જ ખુશ :

પગાર સિવાય નું વધારાનું બોનસ મેળવી ને કર્મચારીઓ પણ ખુબ જ ખુશ થઇ ગયા અને તેઓ તો આ બોનસ ને ખર્ચ કરવા માટે ની પ્લાનિંગ પણ કરવા લાગ્યા.કોઈ આ પૈસા ને પોતાની લોન ચૂકવવા માટે ઉપયોગ કરશે તો કોઈ પોતાના બાળકો ને સારી યુનીવર્સીટી માં ભણાવશે.

જયારે કંપની એ પોતાના કર્મચારીઓ ને આટલા મોટા બોનસ દેવા વિશે જણાવ્યું તો તેઓ નું રિએક્શન જોવા લાયક હતું.તેમના ચહેરા પર ની ખુશી ઓછી થવા નું નામ જ નહોતી લેતી.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!