આ ૧૦ બીમારીઓથી પીડિત દર્દીઓ ને રેલ્વેમાં ૧૦૦% ની છૂટ મળે છે – કોઈ જ ભાડુ લેવામાં આવતુ નથી

ટ્રેન ની મુસાફરી આપણા જીવન માં એક વાર જરૂર કરી હશે.ટ્રેન ની મુસાફરી વિમાન ની મુસાફરી થી ઘણી સસ્તી હોય છે અને ટ્રેન ની મુસાફરી કરવાનું ખુબ જ આરામદાયક પણ હોય છે.ટ્રેન ની યાત્રા કરવા વાળા લોકો ને ટ્રેન દ્વારા ઘણા પ્રકારની સુવિધાઓ મળતી હોય છે.જેનાથી યાત્રા દરમિયાન યાત્રીઓ ને કોઈ પણ પ્રકાર ની સમસ્યા ન થાય.

આ સિવાય દર્દો માટે અલગ થી ઘણી બધી છૂટ આપવામાં આવે છે.સાથે જ દર્દીઓ ની યાત્રાઓ માટે ભાડું પણ ઓછુ હોય છે.ઘણા દર્દીઓ ને તો રેલ્વે દ્વારા ૫૦ % થી લઈને ૧૦૦ % સુધી પણ ટીકીટ માં છૂટ હોય છે.

આ ૧૧ રોગો વાળા લોકોનું હોય છે ઘણું ઓછુ ભાડું :

રેલ્વે ના નિયમ અનુસાર જે લોકો ને ૧૧ અલગ અલગ બીમારીઓ થાય છે તેઓને ટ્રેન નું ભાડું ઘણું ઓછુ આપવું પડે છે.વરીષ્ટ્ઠ નાગરિકો, વિકલાંગો અને છાત્રો ને ટીકીટ માં છૂટ હોય છે એવું તો તમે સાંભળ્યું જ હશે.

પરંતુ દર્દીઓ ને દેવા માં આવતી છૂટ વિશે બહુ ઓછા લોકોને ખબર હોય છે. એટલા માટે જ તેઓ આ છૂટ નો લાભ નથી લઇ શકતા.તો ચાલો આપણે જાણીએ ક્યાં ક્યાં રોગના દર્દીઓ ને મળે છે આ છૂટ.

કેન્સર :

કેન્સર થી પીડાયેલા દર્દીઓ ને રેલ્વે ના સફર કરતી વખતે ઓછુ ભાડું ચુકવવું પડે છે.જો કોઈ કેન્સર થી પીડાયેલ દર્દી ટ્રેન માં સફર કરે તો તેને ટ્રેન ની ટીકીટ માં ઘણી છૂટ મળે છે.દર્દી અને તેની સાથે સફર કરવા વાળા લોકોને એસી ચેયર કાર, ફર્સ્ટ ક્લાસ, સેકંડ ક્લાસ ના ભાડા માં ૭૫ % સુધીની છૂટ હોય છે, જયારે સ્લીપર અને ૩ ટાયર એસી માં ૧૦૦ % ની છૂટ હોય છે જયારે ૧ અને ૨ ટાયર એસી ના સફર માં ૫૦ % ની છૂટ મળે છે.

હ્રદય રોગીઓ માટે :

જે લોકો હ્રદય ની બીમારી થી પીડિત છે તેઓ પાસે થી રેલ્વે ઓછુ ભાડું લે છે અને આવા લોકો ને ફર્સ્ટ ક્લાસ, સેકંડ ક્લાસ, ૩એસી , એસી ચેયર કાર, અને સ્લીપર કોચ ના ભાડા માં ૭૫ % સુધી ની છૂટ મળે છે .

૧ એસી અને ૨ એસી માં સફર કરવા પર ૫૦ % ની છૂટ મળે છે.આમતે જે લોકો ને હ્રદય રોગ હોય તેમની સર્જરી થઇ હોય તો ઓછા ભાડા માં સફર કરી શકે છે.

ટીબી :

ટીબી, ટ્યુપાસ વાલ્ગારીસ ના દર્દીઓ ને પણ રેલ્વે દ્વારા ભાડા માં ઘણી છૂટ દેવામાં આવે છે  અને આ લોકો પાસે થી સેકંડ ક્લાસ, ફર્સ્ટ ક્લાસ અને સ્લીપર ક્લાસ માં સફર કરવા પર ભાડા માં ૨૫ % ની છૂટ મળે છે.

એડ્સ, ઓસ્ટોમી અને હીમોફીલીયા :

એડ્સ અને ઓસ્ટોમી ના દર્દીઓ ને પણ સેકંડ ક્લાસ માં સફર કરવા પર ૫૦ % સુધીની છૂટ મળે છે.જયારે હિમોફિલિયા ના દર્દીઓ ને સેકંડ ક્લાસ, ફર્સ્ટ ક્લાસ, ૩એસી, એસી ચેયર કાર અને સ્લીપર ક્લાસ ના ભાડા માં ૭૫ % સુધીની છૂટ મળે છે.

કિડની ના દર્દીઓ :

કિડની ના દર્દીઓ ને સેકંડ ક્લાસ, ફર્સ્ટ ક્લાસ, ૩એસી, એસી ચેયર કર અને સ્લીપર ક્લાસ ના સફર પર માત્ર ૨૫ % ની છૂટ મળે છે.જયારે ૧એસી અને ૨ એસી ના ભાડા પર ૫૦ % ની છૂટ મળે છે.

થેલેસેમિયા :

થેલેસેમિયા ના દર્દીઓ માટે સેકંડ ક્લાસ, ફર્સ્ટ ક્લાસ , ૩એસી, એસી ચેયર કાર અને સ્લીપર કોચ માં ૭૫ % છૂટ મળે છે અને ૧ એસી, ૨ એસી, નાં ભાડા માં ૫૦ % છૂટ મળે છે.

એનીમિયા :

એપ્લાસ્ટીક એનીમિયા અને સિકલ સેલ એનીમિયા ના દર્દીઓ ને રેલ્વે ના સફર માં એસી ૨ એસી, ૩ એસી, એસી ચેયર કાર અને સ્લીપર કોચ ના ભાડા માં ૫૦ % ની છૂટ મળે છે.

દર્દીઓ ને મળતી છૂટ થી જોડાયેલ નિયમો :

  • માત્ર એજ દર્દીઓ ને સફર દરમિયાન ભાડા માં છૂટ મળે છે કે જે ઈલાજ કે ચેકઅપ કરાવવા માટે જઈ રહ્યા હોય.
  • ઈલાજ કે ચેકઅપ કરાવવા એક શહેર થી બીજા શહેર જઈ રહેલા દર્દીઓ સિવાય તેમની સાથે ના એક વ્યક્તિ ને પણ છૂટ આપવા માં આવે છે.
  • જાણીતી હોસ્પિટલ માં કે સરકારી હોસ્પિટલ માં ઈલાજ કરાવવા માટે જઈ રહેલા દર્દીઓ ને રેલ્વે દ્વારા ભાડા માં છૂટ મળે છે.
  • ભાડા માં છૂટ લેવા માટે ટીકીટ લેતી વખતે કેટલાક દસ્તાવેજો દેખાડવા જરૂરી હોય છે અને તેના આધાર પર જ એ નક્કી થાય છે કે સફર કરી રહેલા દર્દીઓ ને છૂટ આપવામાં આવશે કે નહિ.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!