૧૦૫ વર્ષની દાદીમાં એ ચોથા ધોરણની પરીક્ષા આપી – કારણ અને પરિણામ વાંચવા જેવું છે

ભણતર જીવન માં ખુબ જ જરૂરી છે.માનસ જ્યાં સુધી અભ્યાસ કરે છે ત્યારે તેના જીવન માં સકારાત્મક પરિવર્તનો આવે છે.જોકે દુખ ની વાત એ છે કે દરરેક લોકો ને પોતાનો અભ્યાસ પૂરો કરવાનો મોકો નથી મળતો.ગરીબી, પરિવાર ની જવાબદારી કે મારા પિતાના જુના વિચારો ને લીધે ઘણા લોકો ને વધારે અભ્યાસ કરવાની તક મળતી નથી.

એવા માં લોકો ને ભણતર ના પ્રતિ જાગૃત કરવા માટે સરકાર છેલ્લા ઘણા સમય થી સાક્ષરતા અભિયાન ચલાવી રહી છે.આ અભિયાન અંતર્ગત બાળકો ની સાથે સાથે વૃદ્ધ લોકો ને પણ પોતાનો અભ્યાસ પ્રો કરવાનો મોકો મળી રહ્યો છે.હાલ માં જ આ તક નો લાભ ૧૦૫ વર્ષના પરદાદી માં એ લીધો હતો.

કેરલ માં રહે છે આ ૧૦૫ વર્ષ ના પરદાદી માં :

કેરલ માં રહેતા ૧૦૫ વર્ષના ભગીરથી અમ્મા એ ગયા વર્ષે નવેમ્બર માં રાજ્ય સાક્ષરતા અભિયાન અંતર્ગત કોલ્લમ આયોજિત કરેલી પરીક્ષા માં સંમિલિત થયા હતા.આ દરમિયાન તેઓએ ચોથા ધોરણ ની પરીક્ષા આપી હતી.હાલ માં જ તે ૫ ફેબ્રુવારી ના આ પરીક્ષા નું રીઝલ્ટ પણ આવ્યું હતું.

આ હતું પરિણામ :

૫ ફેબ્રુવારી એ આવેલા ૧૦૫ વર્ષના આ દાદીમાનું ચોથા ધોરણ નું પરિણામ જાણી ને તમને આશ્ચર્ય થઇ જશે. કેમકે તેમણે ૨૭૫ માંથી ૨૦૫ ગુણ મેળવેલા છે.આવું કરીને આ પરદાદી માં સૌથી વધુ ઉમર ની વિધાર્થીની બની ગયા છે.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે રાજ્ય સરકાર દ્વારા ચલાવેલા આ સાક્ષરતા અભિયાન માં કુલ ૧૧૫૯૩ વિદ્યાર્થીઓ એ ચોથા ધોરણ ની પરીક્ષા આપી હતી, જેમાં થી ૧૦૦૧૨ વિદ્યાર્થીઓ પાસ થઇ ગયા હતા.સારી વાત એ છે કે આમાંથી ૯૪૫૬ સ્ત્રીઓ છે.

બાળપણ માં અભ્યાસ ની ખુબ જ ઈચ્છા હતી :

૧૦૫ વર્ષ ની પરદાદી માં એ જણાવ્યું હતું કે બાળપણ માં તેમની અભ્યાસ કરવાની ખુબ જ ઈચ્છા હતી.જોકે માતા નું જલ્દી મૃત્યુ થઇ ગયું હતું જેને લીધે ભાઈ બહેનો ના પાલન ની જવાબદારી સંભાળવી પડી હતી.

આ દરમિયાન પરદાદી ૯ વર્ષ ના હતા.પછી જયારે તે ત્રીસ વર્ષ ના થયા ત્યારે તેમના પતી નું પણ મૃત્યુ થઇ ગયું હતું.એવામાં તેમની ઉપર ૬ બાળકો ની જવાબદારી આવી ગઈ હતી.અત્યારે ૧૨ પૌત્ર – પૌત્રી, પરપૌત્ર – પરપૌત્રી ના દાદી અને પરદાદી છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!