આ જાપાનીઝ ડોહાએ લાંબી ઉમરના બધા રેકોર્ડ તોડી દીધા – આ ૩ આદતોને લીધે ૧૧૩ વર્ષ કાઢી નાખ્યા

ગિનીઝ ના અનુસાર, અંદાજે એક દશક પહેલા સુધી, ચિતેસું વતનબે નાની મૂર્તિઓ વાળા ઝાડ ને ઉઠાવવા ની જાપાની પારંપરિક કળા બોન્સાઈ કરવાનું કામ કરતા હતા આજકાલ ચિતેસું વાતનબે દેસર્ટ જેવા કસ્ટર્ડ અને ક્રીમ પફ્સ ને ખાવું ખુબ જ પસંદ કરે છે.

ચિતેસું વતનબે એ કૃષિ વિદ્યાલય માં સ્નાતક ની ડીગ્રી મેળવી છે અને આના પછી તેઓ એ શેરડી નાં વૃક્ષારોપણ અનુબંધ ની અંતર્ગત દાઈ નિપ્પોન મીઝી સુગર માં કામ કરવા માટે તાઈવાન ચાલ્યા ગયા. ચિતેસું વતનબે ૧૮ વર્ષો સુધી તાઈવાન માં રહ્યા.ચિતેસું વતનબેની પત્ની નું નામ મિત્સુ છે અને તેમના પાંચ દીકરા છે.

જયારે દ્વિતીય વિશ્વયુદ્ધ પૂરું થયું ત્યારે તેઓ નીગાટા પાછા આવ્યા અને રીટાયરમેંટ સુધી પ્રીફેક્ચ્યુરલ સરકાર માટે કામ કરતા હતા.

આજના સમયે તેમની ઉમર છે ૧૧૩ વર્ષ ની :

આજના સમયે ચિતેસું વતનબે ની ઉમર ૧૧૩ વર્ષ ની છે. જયારે ચિતેસું વતનબે ને તેમની લાંબી ઉમર અને દુનિયા ના સૌથી વૃદ્ધ માણસ હોવા વિશે ના રાઝ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેઓ કહે છે કે “ગુસ્સો ન કરવો અને હસતા રહો” ચિતેસું વતનબે એ તેમની લાંબી ઉમર નો રાઝ તેમના હસવા ને બતાવ્યું.

જોકે ઉમર વધવા ની સાથે તેઓ હવે પહેલા જેવા સક્રિય નથી રહી ગયા, પરંતુ ગયા વર્ષ ની ગરમીઓ સુધી, તેમની નિયમિત ગતિવિધિ માં કસરત પણ સામેલ હતી.

હસતા રહેવું છે લાંબી ઉમર નું કારણ :

ચહેરા પર હમેશા જ હસી એ કોઈ પણ વ્યક્તિ ની ઉમર ને વધારવા અને સ્વાસ્થ્ય ને સારું રાખવા માટે મદદ કરી શકે છે.કેમકે હસવા થી કોઈ પણ મનુષ્ય ની તબિયત ને ઘણા બધા લાભ થાય છે.આજે અમે તમને હસવા ના ફાયદા જણાવવા ના છીએ.

તમે ઘણી વાર સાંભળ્યું હશે કે લાફ્ટર ઇસ ધ બેસ્ટ મેડીસીન  એટલે કે હસવું એ ખુબ જ લાભ કારક છે. મનુષ્ય નું ખાલી હસવું એ જ ઘણી બધી બીમારીઓ દુર કરી દે છે.હસવા થી શારીરિક સ્વાસ્થ્ય તો સારું થાય જ છે પરંતુ માનસિક સ્વાસ્થ્ય પણ સારું થાય છે. જોર જોર થી હસવા થી શરીર ની માંસપેસીઓ, આંખો અને હ્રદય ની માંસપેશીઓ ને આરામ મળે છે.

આ છે અન્ય ફાયદાઓ :

  • જો કોઈ વ્યક્તિ ખુલીને હશે તો શરીર નું લોહી નું ભ્રમણ સારી રીતે થાય છે.
  • હસવા થી મન ની ચિંતાઓ અને તનાવ થી છુટકારો મળે છે. હસવા થી કોઈ પણ પ્રકાર નું દર્દ, ગુસ્સો અને દુર થાય છે અને મગજ શાંત થાય છે.હસવું એ તનાવ ને મુક્ત કરવાનો સૌથી સારો ઉપાય છે.
  • જોરથી હસવા થી શરીર ની રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને શરીર માં હાનીકારક બેક્ટેરિયા દુર થાય છે.કેમકે જયારે આપણે હસીએ છીએ ત્યારે શરીર ને મળતા ઓક્સીઝન ની માત્રા વધુ થાય છે કે જે પ્રતિરક્ષા ને વધારવા અને હાનીકારક બેક્ટેરિયા ને દુર કરવા માં મદદ કરે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!