આ સિતારાઓને પાગલ ફેંસ ખુબ નડેલા – કાંડું કાપવાથી લઈને લગ્ન રોકવા સુધી આવા નાટક થયેલા

સ્ટાકર એ વ્યક્તિ હોય છે કે જે કોઈ વ્યક્તિ નો છુપાઈ ને પીચો કરતા હોય છે. બોલીવૂડ ના સિતારાઓ ને આવા લોકો ખુબ જ જોવા મળતા હોય છે.આજે અમે તમને બોલીવૂડ ના સિતારાઓ ના એવા પાગલ ચાહકો વિષે જણાવવા જઈ રહ્યા છીએ કે જેઓ એ પોતાને ગમતા એક્ટ્રેસ કે એકટરો ને મળવા માટે બધી જ હદો પાર કરી દીધી હતી.

વરુણ ધવન :

વરુણ ધવન ની એક પાગલ ચાહક એ એવી ધમકી આપી હતી કે જો વરુણ ધવન તેના વોટ્સઅપ ના મેસેજ નો રિપ્લાય નહિ આપે તો તે આપઘાત કરી લેશે.વરુણ ધવન ની પાસે તેની આ ચાહક ના ઘણા બધા મેસેજ આવતા હતા.

વરુણ એ તે નંબર ને બ્લોક પણ કરી દીધો હતો.પરંતુ જયારે તેઓને તેની આ ચાહક ની આપઘાત ની ધમકી મળી તો તેઓએ મજબુર થઇ ને તેની સામે પોલીસ ફરિયાદ લખવી હતી.

સની લિયોન :

સની ને ઓનલાઈન ઘણા પ્રકાર ની ગાળો અને ધમકીઓ મળતી હોય છે. એકવાર એક વ્યક્તિ એ ધમકી આપી હતી કે તે તેણીના ઘર આવી ને તેને નુકસાન પહોચાડશે.

આ દરમિયાન સની ના પતિ ભારત ની બહાર હતા.એવા માં સની એટલી ગભરાઈ ગઈ હતી કે થોડાક અવાજ આવવા પર તે ચાકુ લઈને જોવા નીકળતી હતી કે કોઈ છે કે નહિ.

અમીષા પટેલ :

એક વાર અમીષા પટેલ દિલ્લી થી મુંબઈ એરપોર્ટ માં આવી હતી.ત્યાં કેટલાક લોકો તેની સાથે સેલ્ફી લેવા માટે આવ્યા હતા. આના પછી અમીષા પોતાના ઘરે જવા માટે નીકળી ત્યારે એક વ્યક્તિ તેનો પીછો કરવા લાગ્યો હતો.

તે વ્યક્તિ અમીષા ના ઘર ની બહાર આખી રાત સુધી રહ્યો પછી સવારે સેક્યુરીટી વાળા એ પોલીસ ને બોલાવવા ની ધમકી આપી ત્યારે તે ત્યાંથી ચાલ્યો ગયો.

કેટરીના કૈફ :

કેટરીના માટે એક ચાહક એવો પાગલ થઇ ગયો હતો કે તેણે ૯ મહિના સુધી કેટરીના નો પીછો કર્યો હતો.એકવાર તો કેટરીના ના ઘરે એમ કહીને આવી ગયો હતો કે કેટરીના એ જ તેને બોલ્યો છે.આ વાત છે ૨૦૦૯ ની. જોકે કેટરીના એ કોઈ કેશ કર્યો ન હતો.

જોન અબ્રાહમ :

આમતો જોન ની દીવાની છોકરીઓ હોય છે પરંતુ “દોસ્તાના” ફિલ્મ આવ્યા બાદ એક પુરુષ તેમની પાછળ પડી ગયો હતો. આ ચાહક અવાર નવાર જોન ના ઘરે ફોન કરતો હતો.પરંતુ જયારે પરિસ્થિતિ હાથ ની બહાર જવા લાગી ત્યારે તેઓએ પોલીસ ને જાણ કરી હતી.

હ્રીતિક રોશન :

રશિયા ની રહેવા વાળી એના નામની એક છોકરી હ્રીતિક ની પાછળ જ પડી ગઈ હતી. આ છોકરી તેના ઘર ની બહાર ચક્કર મારતી જ રહેતી હતી.એક વાર તો તે  હ્રીતિક ના અંધેરી ના ઓફીસ માં પણ આવી ગઈ હતી.આ પછી હ્રીતિક એ પોલીસ ફરિયાદ કરી હતી.

સુષ્મિતા સેન :

“મેં હું ના” ફિલ્મ રીલીઝ થયા બાદ સુષ્મિતા સેન ના એક ચાહક એ લગ્ન ના વસ્ત્રો ગીફ્ટ કર્યા હતા. પછી તેને ધમકી આપી હતી કે સુષ્મિતા એ તેની સાથે લગ્ન નહિ કરે તો તે તેને મારી નાખશે.

અક્ષય કુમાર :

એક છોકરી કે જે અક્ષય ની ચાહક હતી કે તેણીએ અક્ષય કુમાર ની એક જલક માટે લખનઉ થી મુંબઈ ભાગી આવી હતી.તેણીએ અક્ષય નો એક વર્ષ સુધી પીછો કર્યો હતો.પછી એકવાર અક્ષય ને મળવા માટે ની જીદ માં તેના ઘર ની બહાર પોતાના કાંડા ની નસ કાપી લીધી હતી. અક્ષય ને આ વાત ની ખબર પડી તો તે તરત જ છોકરી ને હોસ્પિટલ માં લઇ ગયા હતા.

અભિષેક બચ્ચન :

જાન્હવી કપૂર નામની એક મોડલ અભિષેક ની ખુબ જ મોટી ચાહક હતી કે એશ્વર્યા સાથે તેના લગ્ન દરમિયાન તેણે પોતાનું કાંડું કાપી લીધું હતું.

શ્રુતિ હસન :

શ્રુતિ ને તેના જ શુટિંગ કૃ ના એક સભ્ય એ પીછો કરીને તેણીને દબાવવા નો પ્રયત્ન કર્યો હતો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!