આનંદ કુમાર ગરીબ વિદ્યાર્થીઓ ને ફ્રી કોચિંગ આપી રહ્યા છે – સુપર ૩૦ ની પહેલ

આનંદ કુમાર ની જેમ જ ઓડીશા માં પણ એક ગેર-સરકારી સંગઠન દ્વારા “સુપર ૩૦” જેવી પહેલ ચલાવી છે.જે મુજબ ગરીબ બાળકો નું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા જઈ રહ્યા છે.આ પહેલ અનુસાર આર્થિક રૂપ થી નબળા વર્ગ ના બાળકો ને રાષ્ટ્રીય પાત્રતા સહ પ્રવેશ પરીક્ષા (નીટ) ની તૈયારી કરાવવામાં આવી રહી છે અને તેમની પાસે થી એક રૂપિયો પણ લેવામાં આવી રહ્યો નથી.

આ પહેલ નો ઉદેશ્ય એવા ગરીબ બાળકો ની મદદ કરવાનું છે કે જેઓ ડોક્ટર બનવા માંગે છે.આ પહેલ ને “જિંદગી” નામ આપવામાં આવ્યું છે અને તેની મદદ થી શાકભાજી વાળા , માછીમારો, મજુર અને ખેડૂતો ના પરિવાર થી આવવા વાળા બાળકો ને કોચિંગ દેવામાં આવી રહી છે.આ કાર્યક્રમ અંતર્ગત બાળકો ને એક વર્ષ સુધી ફ્રિ માં કોચિંગ આપવામાં આવે છે જે જુલાઈ મહિના થી શરુ થશે.

આ કારણે શરુ કરવામાં આવી આ પહેલ :

આ પહેલ ને શરુ કરવા પાછળ અજય બહાદુર સિંહ નો હાથ છે અને અજય બહાદુર સિંહ એ સુપર ૩૦ ના સંસ્થાપક આનંદ કુમાર થી પ્રેરિત થઇ ને આ કાર્યક્રમ ની શરૂઆત કરી હતી.અજય બહાદુર સિંહ ના મુજબ તેઓ ડોક્ટર બનવા ઈચ્છતા હતા.પરંતુ આર્થિક તંગી ના કારણે તેઓ પોતાનું સપનું પૂરું કરી શક્ય ન હતા. જિંદગી ફાઉન્ડેશન ના સંસ્થાપક અજય બહાદુર સિંહ ના પ્રમાણે તેઓ ગરીબ બાળકો ની મદદ કરવા ઈચ્છે છે, જેથી તે બાળકો પોતાના સપના પુરા કરી શકે.અજય સિંહ મુજબ એવું કરવા માટે તેઓને આનંદ કુમાર થી પ્રેરણા મળી છે.

૧૯ છાત્રો થી શરુ થયું હતું :

આ કાર્યક્રમ વર્ષ ૨૦૧૬માં શરુ થયો હતો અને તે સમયે અંદાજે ૧૯ છાત્રો ને ફ્રિ માં મેડીકલ ની તૈયારી કરાવાઈ રહી છે.આ બધાજ છાત્ર આર્થિક રૂપથી નબળા છે.આ છાત્રો માં અંગુલ જીલ્લા ની એક ગરીબ ખેડૂત ની દીકરી ક્ષીરોદીની સાહુ છે, જે ડોક્ટર બનવા માંગે છે.પરંતુ પૈસા ન હોવાને કારણે તે નીટ ના કોચિંગ લઇ શકી ન હતી.પરંતુ “જિંદગી” નામની આ પહેલ ના કારણે ક્ષીરોદીની સાહુ ને પોતાનું સપનું પૂરું કરવા માટે ની તક મળી.

આજ રીતે કોરાપુટ ના એક મજુર ની દીકરી રેખા રાની બાગ, એક ટ્રક ડ્રાઈવર નો દિકરો સ્મૃતિ રંજન સેનાપતિ, એક શાકભાજી વાળા નો દીકરો સત્યજીત સહુ અને એક માછીમાર નો દિકરો મંજીત બાલાને પણ આ પહેલ દ્વારા ફ્રિ માં કોચિંગ મળી રહી છે.

૧૪ છોકરાઓ ને મળી સફળતા :

વર્ષ ૨૦૧૮માં જિંદગી ફાઉન્ડેશન ના આ કાર્યક્રમ સાથે જોડાયેલા ૧૪ છાત્રો એ નીટ પાસ કરી હતી અને અત્યારે દેશની ઘણી સારી કોલેજો માં ડોક્ટર બનવા નો અભ્યાસ કરે છે.૧૪ છાત્રો માંથી ૧૨ છાત્રો ને ઓડિશા ના સરકારી મેડીકલ કોલેજો માં દાખલો મળ્યો છે.સાથે જ નીટ પાસ કરનારા આ છાત્રો નું તે રાજ્ય ના મુખ્યમંત્રી નવીન પટનાયક દ્વારા સમ્માનિત પણ કરવામાં આવ્યા હતા.

આ રીતે નક્કી થાય છે છોકરાઓ :

જે ગરીબ બાળકો નીટ માટે આ કાર્યક્રમ અંગત કોચિંગ લેવા માંગે છે, તેઓને પહેલા એક રાજ્ય સ્તરીય પરીક્ષા દેવી પડે છે.આ પરીક્ષા ને પાસ કરવા વાળા છાત્રો ની મદદ કરવામાં આવે છે.તેમને ભણાવવા ની સાથે સાથે તેઓના રહેવા, જમવા અને બધીજ સુવિધાઓ પણ ફ્રિ માં દેવામાં આવે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!