એક્ટ્રેસ સારા અલી ખાનની નાનીનો સંજય ગાંધી સાથે આ ખાસ સંબંધ હતો – આવો ખુલાસો હવે આવ્યો

આ વાત તો બધાજ લોકો જાણે છે કે એક્ટ્રેસ સારા અલી ખાન ની માતા નું નામ અમૃતા સિંહ છે. અમૃતા સિંહ પોતાના સમય ની પ્રખ્યાત એક્ટ્રેસ હતી.આજ ના સમયે અમૃતા ની ઉમર ૬૨ વર્ષ ની છે.અમૃતા એ પોતાના ફિલ્મના કરિયર ની શરૂઆત ૧૯૮૦ માં ફિલ્મ બેતાબ થી કરી હતી. તેમણે પોતાના જીવન ના મહત્વના ચાર દશકો ફિલ્મ જગત ને આપ્યા છે.

આજે પણ તે ફિલ્મ ની દુનિયા થી દુર નથી. આજે એમના જન્મદિવસ પર જણાવીએ છીએ કે સારાની નાની એટલે કે અમૃતા સિંહ ની માતા કોણ હતી. સારા અલી ખાન ની નાની પણ એક પ્રખ્યાત હસ્તી હતી.અમૃતા સિંહ ની માતા થી મુસલમાન પણ ડરતા હતા કેમકે ત્યારના સમય માં દેશની સૌથી શક્તિશાળી મહિલા ઇન્દિરા ગાંધી ના નાના પુત્ર સંજય ગાંધી ની સાથે ના તેમના અફેયર ના કિસ્સાઓ લોકો ના જુબાન પર હતા.

એક સમાજસેવિકા હતા :

રુખસાના એટલે કે સારા અલી ખાન ની નાની એક સમાજ સેવિકા હતી, પરંતુ તે પોતાની જાત ને સંજય ગાંધી ની આઈસ્ક્રીમ વાળી મિત્ર કહીને જણાવતી હતી. તે સમય માં કોઈના માં એટલી હિંમત ન હતી કે તે રુખસાના ની સામે એક નજર ભરીને જોઈ પણ શકે.

રુખસાના નું નામ ચર્ચા માં ત્યારે આવ્યું કે જયારે સંજય ગાંધી એ તેમને મુસ્લિમ બહુલ વિસ્તાર માં જામા મસ્જીદ માં લોકો ની નસબંધી કરાવવા અને ત્યાં અવેધ નિર્માણ હટાવવા નું મહત્વપૂર્ણ કાર્ય સોપ્યું.અમૃતા રુખસાના અને તેમના પતિ શવિંદર ની પુત્રી છે. રુખસાના ના પતિ શવિંદર એક સિખ હતા.

જયારે અમૃતા મોટી થઇ ત્યારે તેઓએ ફિલ્મ બેતાબ થી પોતાના કરિયર ની શરૂઆત કરી હતી.તેના પછી અમૃતા એ એક પછી એક ઘણી સુપરહીટ ફિલ્મો માં કામ કર્યું હતું.અમૃતા સિંહ ને ફિલ્મ ફેયર ને બેસ્ટ સપોર્ટીંગ એક્ટ્રેસ નો એવોર્ડ પણ મળ્યો હતો.

લગ્ન થયા બાદ અટકી ગયું કરિયર :

અમૃતા સિંહ ના ફિલ્મ ના કરિયર અટકી ત્યારે ગયું જયારે તેઓએ પોતાના થી ૧૨ વર્ષ નાના સૈફ અલી ખાન ની સાથે લગ્ન કરી લીધા.સારા અલી ખાન સૈફ અલી ખાન અને અમૃતા ની જ દીકરી છે અને સાથે જ ઈબ્રાહીમ પણ તેમનો જ દીકરો છે.

અમૃતા અને સૈફ ના લગ્ન માત્ર ૧૩ વર્ષ ચાલી અને પછી સૈફ અલી ખાન એ અમૃતા ને છુટ્ટા છેડા દઈને કરીના કપૂર ની સાથે લગ્ન કરી લીધા હતા.વર્ષ ૨૦૦૨ માં ફિલ્મ “શહીદ” દ્વારા અમૃતા સિંહ ફરી એકવાર અમૃતા સિંહ એ મેચ્યોર ભૂમિકા ભજવી હતી.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!