અંકિત શર્મના મૃત્યુ પર ‘રામ નામ સત્ય’ ના બદલે આ નારા લાગ્યા એ તમે વિચાર્યા પણ નહિ હોય…

દિલ્લી માં CAA હિંસા ના કારણે આઈબી કોન્સ્ટેબલ અંકિત શર્મા નું મૃત્યુ થઇ ગયું હતું.અંકિત શર્મા ઉતર પ્રદેશ ના ઇટાવા જીલ્લા ના રહેવા વાળા હતા.અંકિત શર્મા નો અંતિમ સંસ્કાર તેમના પૈતૃક ગામ ઇટાવા માં પુરા રાજકીય સમ્માન ની સાથે કરવામાં આવ્યો.

અંકિત ના પાર્થિવ શરીર ને દિલ્લી માંથી સાંજે તેમના ઘરે લઇ આવવા માં આવ્યું હતું.ઇટાવા લઇ આવ્યા પછી ઘણા લાંબા સમય સુધી તેમના અંતિમ દર્શન કરવા માટે લોકો આવ્યા હતા.અંતિમ દર્શન પછી અંકિતજી ના શરીર ને કાંધ દેવા માટે ઘણા બધા લોકો નું ટોળું જમા થઇ ગયું હતું.આમની અંતિમ યાત્રા માં કેન્દ્રીય મંત્રી, ડીએમ, એસએસપી સહીત બાળા જ અધિકારીઓ સામેલ થયા હતા. આ બધા જ લોકો એ અંકિત શર્મા ને સલામી આપી હતી.અંકિત શર્મા ના ભાઈ અંકુર શર્મા એ તેમના પાર્થિવ શરીર ને મુખાગ્ની આપી.

લોકો રામ નામ સત્ય ને બદલે લગાવી રહ્યા હતા આ નારા :

અંકિત શર્મા ની અંતિમ યાત્રા માં તેમના પાર્થિવ શરીર લઇ જતા લોકો રામ નામ સત્ય ને બદલે CAA અને NRC ના પક્ષ માં નારા લગાવી રહ્યા હતા.આટલું જ નહિ અંકિત શર્મા ની અંતિમ યાત્રા માં લોકોની ભીંજાયેલી આખો સાથે ભારત માતા ની જય ના નારા પણ ખુબ જ જોર જોર થી લગાવી રહ્યા હતા.આમની અંતિમ યાત્રા માં કેન્દ્રીય મંત્રી સંજીવ બાલિયાન ની સાથે ઘણી બધી પોલીસ ફોર્સ સામેલ હતા.

મુઝફ્ફરનગર ના બુઢાના ક્ષેત્ર ના ઇટાવા માં થયો હતો જન્મ :

શહીદ અંકિત શર્મા નો જન્મ મુઝફ્ફરનગર ના બુઢાના ક્ષેત્ર ના ઇટાવા નામના એક ગામ માં થયો હતો.એડીએમ અમિત કુમાર એ ઇન્તાર્યું માં જણાવ્યું કે અંકિત શર્મા દિલ્લી ના આઈબી ઓફીસ માં કામ કરતા હતા.

અંકિત શર્મા મંગળવાર ના દિવસે સાંજે મળી નતા રહ્યા.અંકિત શર્મા ના પિતા નું નામ રવિંદર શર્મા છે. તેઓ પણ આઈબી ની ઓફીસ માં જ કામ કરતા હતા.દીકરા ના મૃત્યુ ના સમાચાર સાંભળી ને શહીદ અંકિત શર્મા ની માતા ને એક આંચકો લાગ્યો અને ત્યારથી જ તેમનું રોવાનું બંધ નથી થઇ રહ્યું.

માતા એ ઘરેથી બહાર જવા માટે ના પાડી હતી :

દીકરા ના મૃત્યુ થી ખુબ જ દુખી માતા એ જણાવ્યું કે તેઓએ મંગળવારે અંકિત ને ઘરે થી બહાર જવાની ના પાડી હતી અને ઘરે જ રહેવા કહ્યું હતું.તેઓ એ શહીદ અંકિત શર્મા ને ચા પીવા માટે ઘરમાં જ રોકાવા નું કહ્યું પરંતુ તેમણે પોતાની માતા ની વાત ન માની અને બીજા લોકો ના જીવ બચાવવા માટે ઘરેથી બહાર નીકળી ગયા.

આ પછી તેમની માતા પોતાના દીકરા ના ઘરે પાછા આવવા માટે રાહ જોઈ રહ્યા હતા પરંતુ તેમના દીકરા ની જગ્યા એ તેમનું મૃત શરીર તેમના ઘરે આવ્યું.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’                                                          

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!