બહારથી જોતા સામાન્ય દેખાય છે આ ઝૂંપડી – અંદરનો નજારો જોઈને પોલીસ પણ ચોંકી ગઈ

અત્યાર ના જમાનો ખુબ જ બદલાઈ ગયો છે, અત્યારના જમાનામાં જે લોકો જેવા દેખાય છે તેવા હોતા નથી. તેમના રંગ, રૂપ પરથી એવું કહી શકાતું નથી કે તેઓ ખરેખર જેવા દેખાય છે તેવા જ છે કે પછી તેનાથી બિલકુલ અલગ છે.

એવી જ રીતે ઘણી જગ્યાઓ પણ એવી હોય છે કે બહાર થી કઈક અલગ અને અંદર થી કઈક અલગ જ દેખાતી હોય છે.આજે અમે એવી જ એક ઘટના વિશે વાત કરવાના છીએ કે જેમાં બહાર થી દેખાતી ઝુપડી માં કે જેને જોઇને કોઈ ન કહી શકે કે તેમાં આવું બધું હશે કે જેનાથી પોલીસ પણ આશ્ચર્ય ચકિત થઇ જશે.

આવું મળ્યું ઝારખંડ ના નાના ગામ ની આ ઝુપડી માં :

અમે આજે વાત કરવાના છીએ ઝારખંડ ના એક નાના ગામ ની ઝુપડી વિશે કે જે બહાર થી તો સામાન્ય ઝુપડી જેવી જ ચાલે છે પરંતુ અંદર થી તેને જોઇને તો પોલીસ પણ ચૌકી ગઈ હતી.

આ કિસ્સો છે ઝારખંડ ના એક ચિત્ર નામના જીલ્લા ના બેરીયાચક નામના ગામ નો કે જેમાં આ ગામ ની પોલીસે શંકા નાં આધારે દરોડો પાડ્યો અને તેના પછી પોલીસ ને જે વસ્તુઓ જોવા મળી તે જોઇને પોલીસ પણ આશ્ચર્ય ચકિત થઇ ગઈ.

મળી આવ્યા હથિયાર ઘણા બધા હથીયાર :

પોલીસે જેવું કે આ ઝુપડા માં દરોડો પાડયો ત્યારે તેઓને ત્યાંથી મળી આવ્યા ઘણા બધા હથિયારો અને આ હથિયારો માં ૫.૫૬ એમ ની ચાર રાઈફલ હતી.આ રાઈફલ નો ઉપયોગ અમેરિકા ની સેના કરતી હતી.

એક મિનીટ માં ૬૦૦ ગોળીઓ ફાયર કરી શકે છે :

આ સામાન્ય દેખાતા ઝુપડા માં પોલીસ ને ઘણા હથિયારો મળ્યા અને તેમાં મળેલા આ હથિયાર એક સેકંડ માં ૧૦ ગોળીઓ ચલાવે તેવા છે.એટલે એક મિનીટ માં આશરે ૬૦૦ ગોળીઓ ચલાવી શકાય છે આ હથિયાર થી.આપણે જાણીએ જ છીએ કે થોડા સમય પહેલા જ એક તલહા રશીદ નામનો આતંકવાદી ઝડપાયો હતો જેની પાસેથી પણ આ પ્રકાર ની રાઈફલ મળી હતી.

પોલીસ દ્વારા વધારે તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે ઉગ્રવાદીઓ નો વડો બ્રિજેશ ગંજુ આસપાસ છુપાયેલો છે.આ સમાચાર મળતા ની સાથે જ પોલીસે ઝુપડી પર રેડ મારી હતી.જોકે હાલમાં તે હાથમાં આવ્યો નથી માત્ર હથિયાર જ મળ્યા છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!