૬૨ કરોડ રૂપિયાના તો ફક્ત ઘરેણાના માલિક બચ્ચન પરિવારની કુલ સંપતિની કીમત વાંચી ચોંકી જશો

અભિષેક અને એશ્વર્યા બોલીવૂડ ના સૌથી પ્રખ્યાત કપલ છે, આ બંને એ ૨૦૦૭ માં લગ્ન કર્યા હતા. અભિષેક નું તો બોલીવૂડ માં કરિયર ઠીક ઠાક રહ્યું પરંતુ તેમના પિતા, માતા અને પત્ની જેવી ખ્યાતી તેમને ન મળી.જોકે એનો મતલબ એવો નથી કે તેઓ કમાણી ની બાબત માં પાછળ છે.

બોલીવૂડ ફિલ્મો, જાહેરાતો સિવાય તેઓ સ્પોર્ટ્સ માં પણ એક્ટીવ છે.અભિષેક પ્રો કબડ્ડી લીગ ફ્રેન્ચાઈઝ ટીમ ના સાથી -માલિક છે. રિપબ્લિક વર્ડ અનુસાર અભિષેક ની કુલ સંપતિ ૨૦૦ કરોડ ની આસપાસ છે. ફીનએપ અનુસાર અભિષેક ની સંપતિ ૨૦૬ કરોડ ની આજુબાજુ છે તથા વાર્ષિક આવક ૨૦ કરોડ છે.આ બધી જ રીપોર્ટ ૨૦૧૯ ની છે.

એશ્વર્યા ની પણ છે આટલી કમાણી :

અભિષેક ની પત્ની એશ્વર્યા ની વાત કરીએ તો તેમની કમાણી પણ કઈ ઓછી નથી.એશ્વર્યા એ પોતાના કરિયર ની શરૂઆત મોડેલીંગ થી કરી હતી.તે ૧૯૯૪ માં મિસ વર્લ્ડ નો ખિતાબ પણ જીતી ચુકી છે.એશ્વર્યા નું બોલીવૂડ નું કરિયર ખુબ સારું રહ્યું છે.તે ફિલ્મો સિવાય જાહેરાતો અને ઈવેન્ટ્સ થી પણ ખુબ જ પૈસા કમાય છે.

ટાઈમ્સ નાઉ ની એક રીપોર્ટ અનુસાર એશ્વર્યા રાય ની કુલ સંપતિ ૨૫૮ કરોડ ની છે અને તેમની વર્ષ ની આવક ૧૫ કરોડ રૂપિયા છે.એશ્વર્યા ની પાસે મુંબઈ અને દુબઈ માં એક અપાર્ટમેન્ટ પણ છે. આટલું જ નહિ તેણે ૭૦ લાખ રૂપિયા ની એક વીટી પણ તેમની પાસે રાખી છે.

આ બંને ની જ સંપતિ છે આટલી :

જો અભિષેક અને એશ્વર્યા ની સંપતિ ને જોડીએ તો તેમની કુલ સંપતિ ૫૦૦ કરોડ ની આજુબાજુ થાય છે.હવે આ તો થઇ આ બે જ કપલ ની વાત. એક ઈન્ટરવ્યું માં અમિતાભ એ જણાવ્યું હતું કે તેમની સંપતિ તેમના પુત્ર અભિષેક અને પુત્રી શ્વેતા નંદા માં વહેચવામાં આવશે.

મળેલી જાણકારી મુજબ અમિતાભ બચ્ચન ની પાસે કુલ ૪૦૦ મિલિયન ડોલર એટલે ૨૮૬૬ કરોડ જેટલી છે. જયા બચ્ચન એ પણ પૈસા છાપવા માં પાછળ નથી. બોલીવૂડ માં કરિયર સમાપ્ત થયા પછી જયા જી એ રાજનીતિ માં પોતાનો હાથ અજમાવ્યો અને સુત્રો મુજબ જયા ની પાસે ૧૦૦૦ કરોડ જેટલી સંપતિ છે, જોકે આ સંપતિ માં અમિતાભ ની પણ ભાગેદારી છે.

આ જણાવેલી સંપતિ માં ૬૨ કરોડ રૂપિયા ના તો માત્ર ઘરેણા જ છે.આ સિવાય ૪૬૦ કરોડ ની સ્થાયી તથા ૫૪૦ કરોડ ની અસ્થાયી સંપતિ છે.આ પરથી તમે અંદાજ લગાવી શકો છો કે બચ્ચન પરિવાર કેટલો પૈસાદાર છે.આનું એક કારણ એ પણ છે કે તેમના પરિવાર માં બધા જ કમાઈ છે.જોકે અમિતાભ ની કમાણી સૌથી વધુ છે.કેમકે ૭૬ વર્ષ ની ઉમર માં પણ તે ખુબ જ કામ કરે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!