ભારતને હાંફતું અને વિશ્વને જાગતું રાખનાર ચીન આજે થઇ ગયું છે આવું – ફોટા જોઇને ચિંતા અને ડર લાગશે

થોડા સમય થી ચીન ના વુહાન શહેર થી ફેલાયેલા કોરોના નામના વાયરસ એ બધાજ દેશો માં હાહાકાર મચાવી દીધો છે.જાણવા માં આવ્યું છે કે આ વાયરસ વુહાન શહેર ના એક મીટ માર્કેટ માંથી ફેલાયેઓ છે કે જ્યાં મરેલા ઉપરાંત જીવતા જાનવરો ને પણ વેચવામાં આવતા હતા.એવા બધા જ જાનવરો કે જેને માણસો ખાઈ શકે.

ગુરુવારે ચીન માં ૭૩ લોકોના થયા છે મૃત્યુ :

મળેલી જાણકારી મુજબ ચીન માં ગુરુવારે કુલ ૭૩ લોકો ના મૃત્યુ થઇ ગયા હતા. આ ડર ને લીધે ત્યાના લોકોમાં ખુબ જ ડર નો માહોલ જોવા મળી રહ્યો છે.

મોટા ભાગની જગ્યાઓ માં કોઈ પણ લોકો જોવા મળતા નથી અને જે ગણ્યા ગાઠ્યા લોકો જોવા મળે છે, તેઓ પણ માસ્ક પહેરેલા જ જોવા મળે છે.આ ઉપરાંત ગુરુવારે ચીન ના વુહાન શહેર માં ૧૫૦૦ થી વધુ નવા કેસ સામે આવ્યા છે.

૩૧ હજાર થી વધુ નોંધાયા છે કેસ :

અત્યાર સુધીમાં કોરોના વાયરસ થી પીડિત લોકો ના કુલ ૩૧ હજાર સુધીના કેસ કે જેમાં પુષ્ટિ થઇ હોય તેવા મળી આવ્યા છે. આ ભયંકર રોગ થી મૃત્યુ પામનાર લોકો ની સંખ્યા વધીને ૬૩૬ થઇ ગઈ છે.

ખાલી ખમ જોવા મળી રહ્યા છે મોટા ભાગના જાહેર સ્થળો જુઓ તસવીરો :

અહી આપેલી તસવીરો માં તમે જોઈ શકો છો કે ચીન ના વુહાન શહેર માં મોટા ભાગના જાહેર સ્થળો ખાલી ખમ જોવા મળી રહ્યા છે.

આ સાથે જ ચીન ના વુહાન શહેર માં નવી બે હોસ્પિટલો બનાવવા માં આવી છે આમ છતાં દર્દીઓ માટે બેડ અને મેડીકલ ના સાધનો ઘટી રહ્યા છે.

સરકારે જાહેર કર્યા પ્રતિબંધ :

ચીન માં ફેલાયેલા આ ભયંકર અને ચેપી રોગ ને લીધે ત્યાની સરકારે ઘણા પ્રતિબંધ જાહેર કર્યા છે જેમાં ઘરની બહારના ભીજન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.આ સાથે જ ઘણી બધી ઈમારતો પર લીફ્ટ પણ બંધ કરી દેવામાં આવી છે.

આ ડોકટરે ૩૦ ડિસેમ્બરે જ સાવચેત કરી દીધા હતા :

જાણવા જેવી વાત એ છે કે ડોક્ટર લી વેનલિયાંગે ગયા વર્ષની ૩૦ ડિસેમ્બરે જ કોરોના વાઈરસ થી દુનિયાભરના લોકોને સાવચેત કરી દીધા હતા.તેમણે પોતાની મેડીકલ સ્કુલ ના ઓનલાઈન ચેટ ગ્રુપ માં જણાવ્યું હતું કે હોસ્પિટલમાં સાત એવા દર્દીઓ આવ્યા છે કે જેમના માં સાર્સ જેવી ગંભીર બીમારીઓ ના લક્ષણો મળ્યા છે.

માઈક્રોસ્કોપ દ્વારા લેવાયેલી તસવીર :

વૈજ્ઞાનિકો અત્યારે આ વાયરસ થી બચવા માટે ની દવા ની શોધ કરી રહ્યા છે. આ ખુબ જ ખતરનાક વાયરસ ની વાસ્તવિક તસવીરો માઈક્રોસ્કોપ દ્વારા દુનિયા ની સામે આવી છે.જે તમે જોઈ શકો છો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!