ભારતની આ ૬ એવી જગ્યાઓ જ્યાં ભારતીયો જ નથી જઈ શકતા – કારણ જાણવા જેવું છે

આપણા દેશ ને આઝાદ થયા ને ઘણા બધા વર્ષો થઇ ગયા છે, પરંતુ શું તમને ખબર છે કે ભારત માં આજે પણ કેટલીક જગ્યાઓ છે કે જ્યાં ભારતીય લોકો નથી જઈ શકતા.જી હા તમને જાણીને વિચિત્ર લાગશે પરંતુ આ વાત સાચી છે.

કેટલીક એવી જગ્યાઓ છે કે જ્યાં ભારતીયો નથી જઈ શકતા પરંતુ આ જગ્યાઓ એ વિદેશી નાગરિકો જઈ શકે છે. અને સૌથી વિચિત્ર વાત તો એ છે કે આ બધી જગ્યાઓ ના માલિક ભારતીયો જ છે. આજે અમે તમને એવી જગ્યાઓ વિશે જ જણાવવા ના છીએ કે જ્યાં ભારતીયો ને જવાની મનાઈ છે.

૧) કસોલ માં ઇઝરાયલી કૈફે માં :

હિમાચલ પ્રદેશ માં કસોલ નામની જગ્યા માં ઇઝરાયલી કેફે છે.આ કેફે પહેલા આટલું પ્રખ્યાત ન હતું.પરંતુ વર્ષ ૨૦૧૫ માં આ કેફે પ્રખ્યાત થઇ ગયું, જયારે તેઓએ ભારતીયો ને પાસપોર્ટ વગર પોતાની સેવાઓ દેવા માટે ના પાડી દીધી.આ કૈફે માં જવા માટે ભારતીય નાગરિકો ને પોતાનો પાસપોર્ટ બતાવવો પડે છે.

૨) ચેન્નઈ હાઈલેડ લોજ :

ચેન્નઈ માં એક લોજ છે કે જેનું નામ હાઈલેડ છે.આ લોજ માં માત્ર એવા જ ગ્રાહકો આવી શકે છે કે જેમની પાસે વિદેશી પાસપોર્ટ હોય.આમાં કોઈ ભારતીય ને રોકાવું હોય તો તેની પાસે પણ વિદેશ નો પાસપોર્ટ હોવો જરૂરી છે.

૩) અંદમાન નિકોબાર નો ઉતર સેન્ટીનલ દ્વીપ :

અંદમાન નિકોબાર માં ઉતર માં સેન્ટીનલ દ્વીપ છે કે જેમાં સેન્ટીનિલીઝ નામ ના આદિવાસી નિવાસ કરે છે.જેને લીધે તે દ્વીપ પોતાના મુખ્ય રૂપ થી અલગ થઇ ગયો છે.અહી રહેવા વાળા આદિવાસીઓ એવું નથી ઈચ્છતા કે કોઈ પ્રવાસીઓ કે માછીમારો તેમના દ્વીપ પર આવે.

૨૦૦૪ માં જયારે સુનામી આવી હતી ત્યારે આ આદિવાસીઓ એ તટરક્ષક બળો પર હેલિકોપ્ટર પર તીરો દ્વારા હુમલો કર્યો હતો અને તેમના દ્વીપ માં પ્રવેશ ન કરવા દીધા.

૪) હિમાચલ નું મલાના ગામ :

હિમાચલ પ્રદેશ માં સ્થિત મલાના ગામ ની પોતાની અલગ જ કહાની છે.અહી ના નિવાસીઓ અલેક્ઝેન્ડર ના ઘાયલ સૈનિક કે જે આ ગામ માં રોકાઈ ગયા હતા તેમને પોતાના પૂર્વજ માને છે.અહી રહેવા વાળા લોકો કોઈ પણ બહાર ના વ્યક્તિઓ ને પોતાનો સામાન કે તે ગામ ની સીમા પાર કરવા દેતા નથી. 

આ પરિયોજના દ્વારા આ ગામ ના લોકો ને નજીક લઈ આવવા માં આવ્યા હતા.તે એકમાત્ર પરિયોજના છે કે જે ત્યાં રાજસ્વ પ્રાપ્તિ એકમાત્ર સાધન છે.

૫) ગોવા અને પોંડીચેરી નો સમુદ્ર તટ :

આવી જ રીતે કેટલાક સમુદ્રતટ પણ છે કે જે માત્ર વિદેશીઓ માટે જ આરક્ષિત છે. આ સમુદ્ર તટ ગોવા, પોંડીચેરી માં છે.

૬) લક્ષદ્વીપ માં ઉગાતી, બાંગરમ :

લક્ષદ્વીપ દ્વીપસમૂહો માં ઉગાતી, કદમત, બાંગરમ માં માત્ર વિદેશીઓ ને જ જવાની મંજુરી છે.

તો આ બધી જગ્યાઓ છે કે જ્યાં ભારતીયો જ સીધા નથી જઈ શકતા.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!