ભિખારીએ સાઈબાબાનાં મંદિરમાં ૮ લાખ દાન કર્યા અને થોડા જ દિવસ માં થયો આ ફાયદો

દાન ધર્મ કરવું ખુબ જ સારી વસ્તુ છે. આનાથી ખુબ સારું ફળ મળે છે અને ભગવાન પણ ખુશ થાય છે. હવે આ વાત તો હર કોઈ ને ખબર હોય છે, પરંતુ આનું પાલન ખુબ ઓછા લોકો કરતા હોય છે. એવું નથી કે લોકો કઈ કમાણી કરતા નથી, પરંતુ જયારે વાત પૈસા ના દાન ની હોય ત્યારે લોકો કંજૂસ થઇ જાય છે અને મોટી રકમ નથી આપતા.

જોકે આજે અમે તમને એક એવા વ્યક્તિ વિશે જણાવવા ના છીએ કે જે એક ભિખારી છે પરંતુ તેઓએ એક મંદિર માં પુરા આઠ લાખ રૂપિયા નું દાન કર્યા છે.ભિખારીએ આ આઠ લાખ રૂપિયા છેલ્લા ૭ વર્ષ માં ભીખ માંગી માંગી ને કમાણા છે.એટલું જ નહિ તેઓએ એક દાવો પણ કર્યો છે કે જ્યારથી તેઓએ આ મંદિર માં દાન કરવાનું શરુ કર્યું છે ત્યારથી જ તેમની આવક પણ વધવા લાગી છે.

૭૩ વર્ષ ના છે આ ભિખારી :

આ પૂરી વાત આંધ્ર પ્રદેશ ના વિજયવાડા ની છે. અહી ના સાઈ બાબા ના મંદિર માં ૭૩ વર્ષ ના ભિખારી યાદી રેડ્ડી એ મંદિર માં ૮ લાખ રૂપિયા ની રકમ દઈ ને લોકો ને આશ્ચર્ય ચકિત કરી દીધા હતા. જણાવી દઈએ કે તેઓએ ૮ લાખ રૂપિયા માં થોડા થોડા કરીને છેલ્લા ૭ વર્ષ માં આપ્યા છે.

યાદી રેડ્ડી આ જ મંદિર ની બહાર ભીખ માંગતા હતા. તેમનું માનવું છે કે આ બધા રૂપિયા તેમને આ જ મંદિર ને લીધે મળ્યા છે, આ કારણે જ તેઓ પોતાની કમાણી નો મોટો ભાગ આ મંદિર માં દાન કરી દે છે.તેમના આ કામ ને લીધે મંદિર નું પ્રસાશન પણ ખુબ જ ખુશ થયા છે. તેઓ પણ આ દિલદાર ભિખારી ના વખાણ કરી રહ્યા છે. 

પહેલા ૪૦ વર્ષ સુધી ચલાવી હતી રીક્ષા :

યાદી રેડ્ડી એ કહ્યું કે પહેલા હું ૪૦ વર્ષ સુધી રીક્ષા ચલાવી. તેમાંથી જ મારું ઘર ચલાવી રહ્યો હતો.જોકે પછી થી મને ઘુટણ માં સમસ્યાઓ થવા લાગી. એવા માં પછી મેં મંદિર ની બહાર ભીખ માંગવાનું ચાલુ કરી દીધું હતું. યાદી એ સૌથી પહેલા મંદિર માં એક લાખ રૂપિયા ની રકમ દાન કરી હતી. તેઓ કહેતા હતા કે જયારે તેમની તબિયત બગડતી હતી તો તેમને વધુ પૈસા ની જરૂર પડતી ન હતી.

દાન કર્યા પછી વધી ગઈ કમાણી :

યાદી રેડ્ડી ના કહેવા પ્રમાણે મંદિર માં પૈસા ને દાન કર્યા પછી તેમની કમાણી વધવા લાગી હતી. આ પાછળ નું કારણ એ છે કે પૈસા દાન કર્યા પછી લોકો તેમને ઓળખવા લાગ્યા છે અને આગળ રહી ને વધુ પૈસા ભીખ માં આપવા લાગ્યા છે. યાદી રેડ્ડી એ અત્યાર સુધી મંદિર માં ૮ લાખ રૂપિયા દાન કરી દીધા છે.પરંતુ તેઓ અહી અટકવા નથી માંગતા.

તેમની ઈચ્છા એ છે કે એક દિવસે તેઓ મંદિર માં પોતાની બધી જ કમાણી દાન કરી દેશે. યાદી એ મદિર માં જે રકમ દાન કરી છે તેની મદદ થી ત્યાં એક ગૌશાળા બનવાની છે.આ સાથે જ મંદિર થી જોડાયેલ ઘણા કામો થશે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!