બોલીવુડના ૮ ટોપ ફિટનેસ ટ્રેઇનર – ૭ નંબરનો ટ્રેઈનર આ રીતે જોહન ની બોડી માટે મહેનત કરે છે

બોલીવૂડ સિતારાઓની સૌથી આકર્ષક વસ્તુ તેમની બોડી હોય છે, પછી તે હીરો ની સિક્સ પેક એબ્સ હોય કે હિરોહીન નો જીરો ફિગર વાળો લુક, આ સિતારાઓ પડદા પર ફીટ દેખાવા માટે ખુબ જ મહેનત કરતા હોય છે.કોઈ પણ વ્યક્તિ ની ખુબ જ સારી બોડી ની પાછળ તેમના ફિટનેસ ટ્રેનર જવાબદાર હોય છે.એવા માં આજે અમે તમને બોલીવૂડ ના ૮ પ્રખ્યાત ફિટનેસ ટ્રેનર ની સાથે મળવવા જઈ રહ્યા છીએ.

આ એજ લોકો છે કે જેને લીધે ઘણા બોલીવૂડ ના સ્ટાર્સ ખુબ જ સારી બોડી લઈને ફરી રહ્યા છે.જયારે પણ અંગત જીવન કે ફિલ્મ ની માંગ અનુસાર કોઈ સ્ટાર્સ ને બોડી શેપ માં લાવવી હોય ત્યારે તેમને આ ટ્રેનરો પાસે જવાનું હોય છે.

૧) પ્રશાંત સાવંત :

પ્રશાંત બોલીવૂડ ના સૌથી વધુ પ્રખ્યાત ટ્રેનર છે.તેમના ફિટનેસ સેન્ટર નું નામ “બોડી સ્કલ્પચર” છે. હેપ્પી ન્યુયર ફિલ્મ માં તમને શાહરૂખ ખાન ની સિક્સ પેક્સ વાળી બોડી યાદ જ હશે. આ બોડી બનાવવા માટે પ્રશાંતે જ શાહરૂખ ને ટ્રેન કરીને બોડી બનાવવા માં મદદ કરી હતી.
શાહરૂખ ખાન સિવાય વરુણ ધવન, આલિયા ભટ્ટ, અજય દેવગન, અભિષેક બચ્ચન અને સની લિયોન પણ પ્રશાંત પાસે થી ટ્રેનીંગ લઇ ચુક્યા છે.
૨) ક્રિસ ગેથીન :
ક્રિસ એક ખુબજ સારા ટ્રેનર છે.તેમની ફિટનેસ ને લઈને સૌથી વધુ વેચવા વળી પુસ્તકો “બોડી બાય ડીઝાઇન” અને “ધ ટ્રાન્સફોર્મર” પણ લખી હતી.ક્રિસ જોન અબ્રાહમ ને ટ્રેન કરી ચુક્યા છે.આ સિવાય ક્રિસ ૩ ફિલ્મ માં હ્રિતિક ની ખુબ જ શાનદાર બોડી બનાવવા માટે તેઓએ જ મદદ કરી હતી.

૩) અબ્બાસ અલી :

કબીર સિંહ અને ઉડતા પંજાબ ફિલ્મ માં શાહિદ કપૂર ની જે ખુબ જ સારી બોડી હતી તેની પાછળ અબ્બાસ અલી નો હાથ હતો.અબ્બાસ છેલ્લા ૮ વર્ષ થી શાહિદ કપૂર ને ટ્રેન કરે છે.કેમકે શાહિદ શુદ્ધ શાકાહારી છે એટલે તેમની બોડી બનાવવા વધારે મહેનત કરવી પડે છે.

૪) સમીર જૌરા :

જયારે પણ કોઈ સપોર્ટ ખેલાડી પર બાયોપિક બનાવવા ની વાત આવે છે, ત્યારે સમીર જ લોકો ની પહેલી પસંદ હોય છે.તે ફરહાન અખતર ને “ભાગ મિલ્ખા ભાગ” અને પ્રિયંકા ચોપડા ને “મેરી કોમ” માટે ટ્રેન કરી ચુક્યા છે.

૫) યાશ્મીન કરાચીવાલા :

યાશ્મીન બોલીવૂડ ની એકટ્રેસો વચ્ચે ખુબ જ પ્રખ્યાત ટ્રેનર છે.યાશ્મીન દીપિકા પાદુકોણ, કેટરીના કેફ, આલિયા ભટ્ટ અને પરિણીતી ચોપડા જેવી અભિનેત્રીઓ ને ટ્રેન કરી છે. તેમની મદદ થી જ બોલીવૂડ ની વધારે પુરતી એક્ટ્રેસ પરફેક્ટ ફિગર લઈને ફરી રહી છે.

૬) યોગેશ ભટેજા :

યોગેશ સોનું સુદ અને કપિલ શર્મા જેવા સ્ટાર્સ ના પર્સનલ ટ્રેનર રહી ચુક્યા છે.તે છેલ્લા ૧૨ વર્ષથી ફિલ્મી સ્ટાર્સ ને ટ્રેનીંગ આપી રહ્યા છે.યોગેશ જણાવે છે કે ફિટનેશ એ માત્ર મગજ અને મોટીવેશન નો ખેલ છે.તે વધારે પુરતું હાઈડ્રો વર્કઆઉટ પર જોર દે છે.

૭) વિનોદ ચન્ના :

વિનોદ જ એ વ્યક્તિ છે કે જેઓએ મુકેશ અંબાણી ના પુત્ર અનંત અંબાણી નું ૧૦૮ કિલો વજન ઓછુ કરાવ્યું હતું.આ સિવાય વિનોદ  જોન અબ્રાહિમ, શિલ્પા શેટ્ટી, રિતેશ દેશમુખ અને જેનેલિયા ડિસુઝા ને પણ ટ્રેન કરી ચુક્યા છે.વિનોદ સ્ટ્રેન્થ ટ્રેનીંગ, વેટ લોસ મેનેજમેન્ટ પર ભાર આપે છે.

૮) લોઈડ સ્ટીવંસ :

સ્ટીવંસ નું પોતાના શરીર નો બદલાવ ખુબજ આશ્ચર્ય ચકિત કરી દે તેવું હતું.તે અત્યારે રણવીર સિંહ ની બોડી બનાવવા માટે ટ્રેન કરે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!