બોલીવુડની શાન કહેવાય એવા આ ૫ શહેરોના જમાઈ માં ૩ નંબરના ને સસરાએ આખી સંપતિ આપી દીધેલી

“જમાઈ” નું સાસરિયા માં એક અલગ જ લેવલ હોય છે અને તેમને માન સમ્માન પણ એ પ્રમાણે જ મળતું હોય છે.જમાઈ જયારે પણ તેમના સાસરીયા માં જતા હોય છે ત્યારે તેઓની ખુબ જ આગતા સ્વાગતા થાય છે.અને જો જમાઈ ખુબ જ પ્રખ્યાત હોય અને ખુબ જ સારું કામ કરી રહ્યા હોય તો છોકરી નું પિયર ખુબ જ ગર્વ કરે છે.

આજે અમે તમને બોલીવૂડ ના એવા ૫ પ્રખ્યાત સ્ટાર વિશે જણાવવા ના છીએ કે જેઓ ભારત ના સૌથી મોટા શહેરો ના જમાઈ છે.આ શહેર માં રહેવા વાળા લોકો ખુબ જ ગર્વ થી કહે છે કે આ સ્ટાર તેમના શહેર માં જન્મેલી છોકરી ના પતિ છે.

અભિષેક બચ્ચન :

બચ્ચન પરિવાર ના એક જ પુત્ર અભિષેક એ વર્ષ ૨૦૦૭ માં દુનિયા ની સૌથી સુંદર અભિનેત્રી એશ્વર્યા રાય સાથે લગ્ન કરી લીધા હતા.એશ્વર્યા રાય નો જન્મ કર્નાટક ના મેંગલોર શહેર માં ૧ નવેમ્બર ૧૯૭૩ ના દિવસે થયો હતો.આ રીતે અભિષેક મેંગલોર ના જમાઈ રાજા છે.

સૈફ અલી ખાન :

સૈફ અલી ખાન નવાબ ખાનદાન ના છે.સૈફ અલી ખાન નો જન્મ ૧૬ ઓગસ્ટ ૧૯૭૦ માં નવી દિલ્હી માં થયો હતો.સૈફ એ પહેલા લગ્ન અમૃતા સિંહ ની સાથે કર્યા હતા પરંતુ એ પછી અલગ થઇ ને તેઓએ કરીના કપૂર સાથે લગ્ન કાર્ય હતા.કરીના કપૂર ૨૧ સપ્ટેમ્બર ૧૯૮૦ માં મુંબઈ માં જન્મી હતી.આ રીતે સૈફ અલી ખાન માયાનગરી મુંબઈ ના જમાઈ છે.

સુનીલ શેટ્ટી :

સુનીલ શેટ્ટી એ બોલીવૂડ માં ખુબજ નામના મેળવી છે.તેમની ફિલ્મ જગત માં એક અલગ જ ઓળખ છે.સુનીલ શેટ્ટી અમદાવાદ ના જમાઈ છે.તેમના લગ્ન ૧૯૯૧ માં માના કાદરી સાથે થયા હતા.

સુનીલ એક એવા નસીબદાર જમાઈ છે કે જેમને પોતાના સસરા ની સંપતિ મળી ગઈ હતી.કેમકે માના તેમના પિતા નું એક જ સંતાન છે, એટલા માટે તેમના પિતા ની બધી જ સંપતિ એમની અને તેમના પતિ સુનીલ શેટ્ટી ના ભાગમાં આવી.

અમિતાભ બચ્ચન :

બોલીવૂડ ના મહાનાયક અમિતાભ બચ્ચન એ ૩ જુન ૧૯૭૩ માં જયા ભાદુરી સાથે લગ્ન કર્યા હતા.અમિતાભ નો જન્મ ઉતર પ્રદેશ ના પ્રયાગરાજ માં ૧૧ ઓક્ટોમ્બર ૧૯૪૨ માં થયો હતો પરંતુ તેમના પત્ની જયાનો જન્મ માંધ્ય્પદેશ ના જબલપુર શહેર માં થયો હતો.એવા માં સદી ના સૌથી મોટા મહાનાયક અમિતાભ જબલપુર ના જમાઈ છે.

આમિર ખાન :

બોલીવૂડ ના મિસ્ટર પરફેક્ટ કહેવાતા આમિર એ પણ પોતાના જીવન માં બે લગ્ન કર્યા છે.તેમના પહેલા લગ્ન રીના દત્તા સાથે થયા હતા.જયારે આ લગ્ન ન ચાલ્યા ત્યારે બંને અલગ થઇ ગયા.આ પછી ૨૦૦૫ માં કિરણ રાવ ની સાથે આમિર ખાન એ બીજા લગ્ન કરી લીધા.કિરણ રાવ નો જન્મ ૭ નવેમ્બર ૧૯૭૦ માં બેન્ગ્લુરું શહેર માં થયો હતો.આ રીતે તેઓ બેન્ગ્લુરું ના જમાઈ છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!