બ્રશ કરતી વખતે ભૂલથી પણ આ ભૂલો ના કરશો – દાંત નબળા પડી જશે – આ રીતે બ્રશ કરવુ જરૂરી

દાંત ની સારી રીતે સફાઈ ન કરવા થી દાંત ખરાબ થઇ જાય છે અને સાથે જ પીળા કે કાળા પડી જાય છે.આટલા માટે સુંદર અને મજબુત દાંત રાખવા હોય તો દરરોજ બ્રસ કરવાની સલાહ ડોકટરો દ્વારા આપવામાં આવે છે.જે લોકો પોતાના દાંત ની સફાઈ સારી રીતે નથી કરતા તેમના દાંત પીળા પડી જાય છે અને તેમના મો માંથી દુર્ગંધ આવવા નું ચાલુ થઇ જાય છે.

દાંત ની સફાઈ અને તેમને સ્વસ્થ રાખવા માટે કઈ રીતે અને દીવસ માં કેટલી વાર બ્રસ કરવું જોઈએ એની જાણકારી ખુબ જ ઓછા લોકો પાસે હોય છે.તો ચાલો આજે જાણીએ બ્રસ કરવાથી જોડાયેલી મહત્વની વાતો વિશે.

બે વખત કરવું બ્રસ :

દિવસ માં બે વખત બ્રશ કરવું ખુબ જ જરૂરી છે.ડોકટરો મુજબ સવારે બ્રશ કર્યા પછી જ જમવું જોઈએ અને રાત્રે સુતા પહેલા પણ બ્રશ કરી ને જ સુવું જોઈએ.રાત્રે જમવાનું જમ્યા પછી થોડું ઘણું જમવાનું મોઢા માં રહી જાય છે જેને લીધે મોઢા માં બેક્ટેરિયા પેદા થાય છે અને જે દાંત ને લગતી ઘણી સમસ્યાઓ ને આમંત્રે છે.

તરતજ ન કરવું બ્રશ :

રાત્રે જમ્યા પછી તરત જ બ્રશ ન કરવું.હમેશા જમ્યા પછી ના અડધી કલાક પછી જ બ્રશ કરવું જોઈએ. 

બે થી વધુ વખત બ્રશ ન કરવું :

ઘણા લોકો એક દિવસ માં બે થી વધુ વખત બ્રશ કરતા હોય છે, કે જે દાંત ના સ્વાસ્થ્ય માટે સારું ના કહેવાય.વધુ બ્રશ કરવાથી દાંત નબળા બની શકે છે. એટલા માટે તમે દિવસ માં માત્ર બે વાર જ બ્રશ કરવું.

કોગળા જરૂર કરવા :

બ્રશ કર્યા પછી પાણી થી ખુબ સારી રીતે કોગળા કરવા.અને બની શકે તો મીઠા વાળા પાણી થી કરવા કે જે દાંત ને મજબુત બનાવે છે.

હલકા હાથે કરવું બ્રશ :

બ્રશ હમેશા હલકા હાથે થી જ કરવું. ક્યારેય પણ વધુ વજન દઈને બ્રશ ન કરવું.નહિ તો દાંત નબળા પડી જાય છે.

જરૂર લગાવવો લીંબુ નો રસ :

ઘણી વાર દાંત પીળા પડી જાય છે તો આના માટે એક લીંબુ નીચવી ને તેના રસ ને રૂ કે બ્રશ દ્વારા લગાવવું અને ઓછામાં ઓછી ૧૦ મિનીટ સુધી લગાવી રાખવું. અને પછી જયારે સુકાઈ જાય ત્યારે ગરમ પાણી થી કોગળા કરી લેવા.આવું અઠવાડિયા માં બે વખત કરવું જેનાથી દાંત સફેદ અને ચમકદાર બની જશે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!