બજેટની દરમિયાન સરકારી પ્રિન્ટિંગ પ્રેસના ના.મેનેજર શ્રી કુલદીપકુમાર શર્માના પિતાશ્રીનું અવસાન થયું અને…

સંસદમાં રજુ થતું બજેટ અત્યંત ખાનગી રીતે તૈયાર થતું હોય છે. જે અધિકારીઓ/કર્મચારીઓ બજેટના પ્રિન્ટિંગ કામમાં રોકાયેલા હોય તેઓ જ્યાં સુધી નાણામંત્રી દ્વારા સંસદમાં બજેટ રજુ કરવામાં ન આવે ત્યાં સુધી પ્રિન્ટિંગ પ્રેસમાં જ રહે છે. જેટલા દિવસ આ કામ ચાલે એટલા દિવસ એ મોબાઈલ કે સંદેશાવ્યવહારના કોઈ માધ્યમથી કોઈનો સંપર્ક પણ કરી શકતા નથી એટલી બધી બજેટની ગુપ્તતા જાળવવામાં આવતી હોય છે.

1લી ફેબ્રુઆરી 2020ના રોજ નાણામંત્રી સિતારામને જે બજેટ રજુ કર્યું એ બજેટના પ્રિન્ટિંગનું કામ ચાલી રહ્યું હતું તે સમય દરમિયાન તા.26મી જાન્યુઆરીના રોજ બજેટના પ્રિન્ટિંગ કાર્ય સાથે જોડાયેલા સરકારી પ્રિન્ટિંગ પ્રેસના નાયબ મેનેજર શ્રી કુલદીપકુમાર શર્માના પિતાશ્રીનું અવસાન થયું. શ્રી કુલદીપકુમાર શર્મા સુધી આ દુઃખદ સમાચાર પહોંચાડવામાં આવ્યા.

અત્યંત ખાનગી રીતે તૈયાર થતા બજેટ સાથે જોડાયેલા કુલદીપકુમાર શર્મા માટે ધર્મસંકટ ઉભું થયું. એક તરફ કર્મચારી તરીકેની ફરજ એને બજેટના પ્રિન્ટિંગનું કામ પૂરું કરવા અને પ્રેસ ન છોડવા કહેતી હતી તો બીજી તરફ પુત્ર તરીકે પિતાના અંતિમ સંસ્કારમાં હાજર રહેવું પણ જરૂરી હતું. નાણાં મંત્રાલય તરફથી પણ એને જે નિર્ણય લેવો હોય એ નિર્ણય લેવાની છૂટ આપવામાં આવી હતી.

કર્તવ્યપરાયણ કર્મવીર શ્રી કુલદીપકુમાર શર્માએ પિતાના અંતિમ સંસ્કાર વિધિમાં જવાના બદલે પોતાની ફરજને પ્રાધાન્ય આપ્યું અને બજેટની કામગીરી સાથે જ જોડાયેલા રહ્યા. પરિવારને એમણે સંદેશો મોકલાવ્યો કે પિતાજીએ મને કર્મને સમર્પિત જીવન જીવવાનું જ શીખવ્યું છે એટલે એમને આપેલા સંસ્કારો પ્રમાણે હું મારી ફરજ પર ચાલું રહીશ તો એનો આત્મા વધુ રાજી થશે. હું અંતિમ સંસ્કાર વિધિમાં નહીં આવી શકું તમે અંતિમવિધિ સંપન્ન કરજો. હું અહીંયા રહીને જ એમના દિવ્ય આત્માની સદગતિ માટે પ્રાર્થના કરીશ.

શ્રી કુલદીપકુમાર શર્માની કર્તવ્યનિષ્ઠાને વંદન.

Author: ‘શૈલેશભાઈ સગપરીયા’

શૈલેશ ભાઈ સગપરીયાના ગુજરાતી પુસ્તકો ઘરે બેઠા મેળવવા અહી ક્લિક કરો અથવા 7405479678 નંબર પર વોટ્સએપ કરો.

ભારતનાં બજેટ 2020માં ગુજરાતને શું મળ્યું ખાસ જાણો

ભારતનાં બજેટ 2020માં ગુજરાત માટે ખાસ પેકેજ જાહેર કરવામાં આવ્યા છે. ધોળાવીરા, બુલેટ ટ્રેન અંગે પણ ખાસ પેકેજ જાહેર કરાયા છે. આટલું જ નહીં ગુજરાત મોડેલથી રાજ્યમાં રક્ષાશક્તિ અને ફોરેન્સિક યુનિવર્સિટીઓ વિકસાવવાની પણ ભારતભરમાં તૈયારીઓ કરવામાં આવી છે. આમ, ભારતનાં બજેટ 2020માં ગુજરાતને વિશેષ ભેટ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને તેમની સરકાર તરફથી મળી છે. ગુજરાત અને ગુજરાતીઓની વ્યવસ્થા સંસદમાં વખણાઈ વાહવાહીઓ થઈ છે.

બુલેટનું કામ બુલેટની ગતિથી દોડશે
બજેટમાં મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનનું કામ યુધ્ધના ધોરણે વધારવાની જાહેરાત કરવામાં આવી છે આ માટે ખાસ પેકેજ પણ જાહેર કરવામાં આવ્યું છે.

ગુજરાતાં ટુરિઝમ વિકાસ માટે ખાસ પેકેજ
ગુજરાતમાં ટુરિઝમનાં વિકાસ માટે પણ બજેટમાં ખાસ જાહેરાત કરવામાં આવી છે જે અંતર્ગત ઐતિહાસિક સ્થળો અને પુરાતત્વ ખાતા માટે ખાસ યોજનાઓ જાહેર કરવામાં આવી છે.

કલ્ચર મ્યુઝિયમની જાહેરાત
બજેટમાં ગુજરાતમાં સાંસ્કૃતિક મ્યુઝિયમ માટે પણ જાહેરાત કરવામાં આવી છે. આ માટે ગુજરાતનું ધોળાવીરા સામેલ છે.

દરિયાઈ મ્યુઝિયમની તૈયારી
દ્વારકામાં અન્ડર વોટર મ્યુઝિયમ બનાવવા અંગે પણ સરકારી બજેટમાં અગત્યની જાહેરાત કરવામાં આવી છે.

ગુજરાત મોડેલ તરીકે બજેટમાં રજૂ કરાયુ
રાજ્ય સરકાર દ્વારા ફોરેન્સિક સાયન્સને મજબૂત બનાવવા માટે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને રક્ષાશક્તિ યુનિવર્સિટી શરૂ કરી હતી. જેને આગળ ધપાવવા માટે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં બનેલી કેન્દ્ર સરકારના નાણાંમંત્રીએ ગુજરાત પેટર્નથી દેશનાં અન્ય રાજ્યોમાં પણ આતંકવાદ અને ઘૂસણખોરી અને સાયબર ક્રાઈમને નાથવા માટે ફોરેન્સિક યુનિવર્સિટી અને પોલીસ યુનિવર્સિટી શરૂ કરવાની જાહેરાત કરી છે. આમ, ગુજરાતની સરહારના દેશની સંસદમાં થઈ છે.

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!