દાદી સાથે રતન ટાટાને ખુબ લગાવ હતો – એમણે કહેલી આ શીખ આજે પણ યાદ કરે છે

ટાટા ગ્રુપ ના ચેરમેન રતન ટાટા નું નામ દુનિયા ના સૌથી પૈસાદાર લોકો માં સામેલ છે. ટાટા ગ્રુપ આજે જે ઉચાઇ પર છે તેની પાછળ રતન ટાટા નો જ હાથ છે. રતન ટાટા એ પોતાની આ કામયાબી નો બધો જ શ્રેય પોતાની દાદી ને આપે છે.

રતન ટાટા મુજબ તેમની દાદી ના કારણે જ આજે તે આ મુકામ પર પહોચી શક્યા છે. રતન ટાટા નું બાળપણ સામાન્ય બાળકો ની જેમ નહોતું. માતા પિતા ના અલગ થવા પછી તેઓને ઘણી મુશ્કેલીઓ નો સામનો કરવો પડ્યો હતો અને આ સમસ્યાઓ નો સામનો કરવા માટે રતન ટાટા ને તેમની દાદી એ હિંમત આપી હતી.

સ્કુલ ના ઘણા લોકો ચીડવતા હતા આ કારણે :

૮૨ વર્ષના રતન ટાટા અનુસાર તેમની માતા એ બીજા લગ્ન કરી લીધા હતા જેને લીધે તે સમયે સ્કુલ ના અન્ય છોકરાઓ તેમને ચીડવતા હતા. પરંતુ તેઓએ ક્યારેય પણ સ્કુલ ના છોકરાઓ ની વાત માં ધ્યાન આપતા ન હતા.

રતન ટાટા એ પોતાની દાદી ની ખુબ જ નજીક હતા.રતન ટાટા અનુસાર તેમની દાદી એ તેમને એક શિખામણ આપી હતી જેનું પાલન તેઓ આજે પણ કરે છે. તેઓએ શીખવ્યું હતું કે કોઈ પણ કીમત પર પોતાનું ગૌરવ જાળવી રાખવું અને આજે પણ રતન ટાટા પોતાના દાદી માની આ શિખામણ નું પાલન કરે છે.

સોશિયલ મીડિયા ના એક ગ્રુપ એ લખ્યું રતન ટાટા વિશે ઘણું બધું :

સોશિયલ મીડિયા પર આધારિત ગ્રુપ હ્યુમન ઓફ બોમ્બે એ પોતાની એક ફેસબુક પોસ્ટ માં રતન ટાટા થી જોડાયેલ મોટા ભાગની વાતો લખી હતી.હ્યુમન ઓફ બોમ્બે ના અનુસાર દ્વિતીય વિશ્વ યુદ્ધ પછી રતન ટાટા ના દાદી તેમને અને તેમના ભાઈ ને ગરમીઓ ની રજા માં લંડન લઇ ગયા હતા.

લંડન માં તેમની દાદી એ તેમને અને તેમના ભાઈ ને એક શિખામણ આપી હતી અને કહ્યું હતું કે પોતાના ગૌરવ ને જાળવી રાખવા માટે શાંત જ રહેવું જોઈએ.દાદીમાં ની આ વાત આજે પણ તેઓને યાદ છે.

પિતા ની સાથે હતો મતભેદ :

રતન ટાટા ને પોતાના પિતા નવલ ટાટા થી જોડાયેલ યાદો શેર કરતા કહ્યું હતું કે તેમના પિતા ની સાથે તેમના સંબંધ માં એક સમયે ખુબ જ સમસ્યાઓ આવી હતી અને તેમની રાય તેમના પિતા થી ખુબ જ અલગ હતી.તેમની અનુસાર આ કહેવું મુશ્કેલ છે કે અમારા માંથી કોણ સાચું છે અને કોણ ખોટું.તેમના અને તેમના પિતા ના વિચારો ખુબ જ અલગ હતા. તેઓ વાયલિન વગાડવાનું શીખવા માંગતા હતા પરંતુ તેમના પિતા પિયાનો પર જોર આપતા હતા.

તેઓ એક અમેરિકી કોલેજ માં જવા માંગતા હતા પરંતુ તેમના પિતા તેમને બ્રિટીશ કોલેજ માં જવા પર જોર આપતા હતા.આવી જ રીતે તેઓ આર્કીટેક્ચર બનવા ઈચ્છતા હતા પરંતુ તેમના પિતા ઈચ્છતા હતા કે તેઓ એન્જીનીયરીંગ નો અભ્યાસ કરે.

કમાણી નો ૬૫ % હિસ્સો કરી દે છે દાન :

૨૮ ડીસેમ્બર ૧૯૩૭ ના દિવસે જન્મેલા રતન ટાટા પોતાની કમાણી નું ૬૫ % હિસ્સો દાન કરી દે છે અને ગરીબ લોકો ની મદદ કરે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!