દવાની ટીકડી વચ્ચે અંતર રાખવા પાછળ આ કારણ છે – આ રીતે અંતર નક્કી કરીને પેક કરવામાં આવે છે

આપણા બધા ના જીવન માં ક્યારેક તો ડોક્ટર પાસે જવાનો વારો આવ્યો જ હોય છે.જયારે પણ આપને ડોક્ટર ને કોઈ બીમારી વિશે જનાવીએ છીએ ત્યારે તે બીમારી ના ઈલાજ માટે ડોક્ટર વિચિત્ર રાઈટીંગ માં ઘણી બધી દવાઓ લખી દે છે, જે માત્ર એક મેડીકલ વાળો જ વાચી શકતો હોય છે. જોકે દવા ખાવી કોઈ ને પણ ગમતું નથી પરંતુ સારું થવા માટે ખાવી તો પડે જ છે.

આ દવા ની ટીકડીઓ અલગ અલગ પ્રકાર ની, અલગ અલગ આકાર ની અને અલગ અલગ રંગની હોય છે.પણ તમે ઘણી વાર જોયું હશે કે કેટલીક દવાઓ નું પેકિંગ ખુબ જ અલગ હોય છે.ઘણી વાર આ ટીકડીઓ ના પેકિંગ માં દવાની ટીકડીઓ તો ખુબ જ ઓછી હોય છે પણ તેમની વચ્ચે ખુબ જ જગ્યા રાખવામાં આવે છે.આજે આપણે તેની પાછળ નું કારણ જ જાણીશું.

આ કારણે હોય છે દવા ની ટીકડીઓ વચ્ચે અંતર :

૧) આનથી દવાની જિંદગી વધી જાય છે. બે ટીકડીઓ વચ્ચે જગ્યા હોવાથી આ દવા વધારે દિવસો સુધી સલામત રહે છે.

૨) આ દવા બનાવતી કંપનીઓ નો એક નિયમ છે કે જેનું પાલન કરવું પણ જરૂરી છે.

૩) આ એક માર્કેટિંગ ની રીત પણ હોય શકે અને જેનાથી તે વ્યવસ્થિત અને સારી ક્વોલીટી ની લાગે છે.

૪) ઘણી વાર ખાલી જગ્યા એ પણ દર્શાવે છે કે તમારે કેટલી ગોળી ના કેટલા ડોઝ લેવાના છે.જોકે તમારે તેને ડોક્ટર ના જણાવ્યા મુજબ જ લેવી જોઈએ.

૫) ગોળીઓ ની સાથે થતી છેડ છાડ ને અટકાવવા માટે પણ આનો ઉપયોગ થાય છે.

૬) આનો સંબંધ ગ્રાહકો ના મનોવિજ્ઞાન થી પણ જોડાયેલ છે.જયારે ગોળી આ ખાલી જગ્યા વાળી હોય તો તે સારી ગુણવતા ની દેખાય છે અને તેની કિમત પણ વધારે રહે છે.

૭) ઘણી કંપનીઓ માટે આ નિશ્ચિત પેકેજીંગ ના માપદંડ છે.

૮) ટીકડીઓ ની વચ્ચે આટલી ખાલી જગ્યા હોય તો તેને સારી રીતે કાપી ને ગ્રાહકો ની જરૂરિયાત મુજબ પણ દઈ શકાય છે.

૯) જોકે આ વ્યવસ્થા પાછળ પણ એક વેજ્ઞાનિક કારણ પણ છે. ટીકડીઓ ની વચ્ચે અંતર રાખવાથી તેમની વચ્ચે કોઈ કેમિકલ રીએક્શન ના થાય.

૧૦) ટીકડીઓ ની વચ્ચે અંતર રાખવા થી આ પેકેટ વળતું નથી.તે હમેશા સીધું જ રહે છે. આજ કારણે તેને પીવીસી ની સીટ માં પેક કરવામાં આવે છે.

૧૧) આ ખાલી જગ્યાનો ઉપયોગ ઘણી વાર જરૂરી જાણકારીઓ જેવી કે પેકેજીંગ અને એક્સપાયરી ડેટ લખવા માટે પણ થાય છે.

તો હવે તમે જાણી ગયા હશો કે શા માટે દવા ની ટીકડીઓ વચ્ચે અંતર રાખવામાં આવે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!