દુનિયાના ૮ એવા વિચિત્ર અમીર ને મળો – કોઈએ ગોલ્ડ શર્ટ બનાવ્યો તો કોઈ ચાદરને બદલે પૈસા પાથરી ઊંઘે છે

જયારે માણસ ની પાસે હદ થી વધુ પૈસા હોય છે ત્યારે તે પોતાના બધા જ શોખ પુરા કરે છે.હવે કેટલાક લોકો ના શોખ ઘણા વિચિત્ર પણ હોય છે.એવા માં આજે અમે તમને એવા પૈસાદાર લોકો વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેઓએ પોતાની પાસે રહેલા કરોડો રૂપિયા નો વિચિત્ર ઉપયોગ કર્યો છે.

કરોડો રૂપિયા માં ક્રિકેટરો ખરીદ્યા પણ હવે પગાર દેવા માટે પૈસા નથી :

વિજય માલ્યા એક સમયે કોઈ પણ ક્રિકેટરો ને કરોડો રૂપિયા માં ખરીદી લેતા હતા પરંતુ આજે તેની પાસે તેના કર્મચારીઓ ને દેવા માટે પણ પૈસા નથી. વર્ષ ૨૦૧૨ માં કિંગફિશર એરલાઈન્સ ના એક કર્મચારી ની પત્ની એ એટલા માટે આપઘાત કરી લીધો કેમકે તેના પતિ ને છ મહિના થી પગાર મળ્યો ન હતો.

વરરાજા ને ગીફ્ટ માં મળ્યું હેલીકોપ્ટર, મહેમાન બન્યા બોલીવૂડ સિતારાઓ :

૨૦૧૧ માં કોંગ્રેસ લીડર કંવર સિંહ તંવર ના પુત્ર ના લગ્ન માં ઝુનાપુરીયા એમએલએ ની દીકરી સાથે થયા હતા.આ લગ્ન માં ૨૫૦ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા.લગ્ન માં વરરાજા ને હેલીકોપ્ટર ગિફ્ટ માં મળ્યું હતું.સાથે જ શાહરૂખ ખાન અને એશ્વર્યા રાય પણ આ લગ્ન માં પહુચી ગયા હતા.

સોના થી બનેલ શર્ટ :

પુણે ના રહેવા વાળા દત્તા ફૂગે એ ૧૫ સોની મદદ થી એક સોના નો શર્ટ બનાવ્યો હતો.આ ૩.૫ કિલો સોના ના શર્ટ ને લીધે તેમનું નામ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માં નામ લખાવ્યું હતું.આ દુનિયા ની સૌથી મોંઘો શર્ટ હતો.આવું તેઓએ સ્ત્રીઓ ને ઈમ્પ્રેસ કરવા માટે કર્યું હતું.

૯ વર્ષ ના દીકરા ને આપી ફરારી :

કેરેલા ના એક પૈસાદાર પિતા એ પોતાના ૯ વર્ષના દીકરા ના જન્મદિવસ પર ખુબ જ ઝડપ થી ફરારી ચલાવવા દીધી હતી, જેને લીધે તેના પિતા ને જેલ થઇ હતી.

દીકરી ના લગ્ન માં ઉડાડ્યા ૫૦૩ કરોડ :

લક્ષ્મી મિતલ ના ભાઈ પ્રમોદ મિતલ એ પોતાની દીકરી ના લગ્ન માં ૫૦૩ કરોડ રૂપિયા પાણી ની જેમ વહાવ્યા હતા.આ લગ્ન માં ૫૦૦ મહેમાન હતા, ૨૦૦ વેઈટર હતા.

માયાવતી એ ૧૦૦૦ કરોડ રૂપિયા ની બનાવી પોતાની મૂર્તિ :

જયારે હું મરી જઈશ ત્યારે મારી મૂર્તિ કોઈ નહિ બનાવે પરંતુ મારી પાસે લોકો નો રૂપિયો છે જે મારી કમાણી ના નથી. એટલા માટે હું પોતાના માટે એક મોટી મૂર્તિ બનાવીશ અને તેને હું ઘર ની સામે રાખી દઈશ. બહુજન સમાજ પાર્ટી ના લીડર માયાવતી એ આવું કહ્યા પછી પોતાના ઘર ની બહાર પોતાની અને હાથી ની એક મૂર્તિ ૧૦૦૦ રૂપિયા માં બનાવી.

પૈસા ની પથારી પર સુતા :

તિરુપુર ના cpi લીડર સમર આચાર્જી નું એક સપનું હતું કે તેઓ ક્યારેક પૈસા થી બનેલી પથારી પર સુવે.આ સપના ને પૂરું કરવા માટે તેઓએ પોતાના બેંક ના ખાતા માંથી ૨૦ લાખ રૂપિયા કાઢ્યા અને તેને બેડ પર ફેલાવી ને સુઈ ગયા હતા.

દુનિયા ની સૌથી મોંઘી રહેવાસી બિલ્ડીંગ :

ભારત ના સૌથી પૈસાદાર વ્યક્તિ મુકેશ અંબાણી એ પોતાના રહેવા માટે મુંબઈ માં ગગનચુંબી ઈમારત બનાવડાવી છ.૨૭ માળ નું આ ઘર દુનિયા નું સૌથી મોંઘુ ઘર છે. આ ઘર ની કીમત ૧ બિલિયન ડોલર છે. આનું પહેલા મહિના નું વીજળી નું બીલ ૭૦ લાખ થી પણ વધુ હતું.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!