દૂરદર્શન પર આવતી આ ૫ ટીવી સીરીયલ્સ આજે પણ લોકોને યાદ છે – આ સીરીયલ સૌથી વધુ લોકપ્રિય હતી

ભારતીય લોક સેવા પ્રસારણ એટલે કે દુરદર્શન ૬૦ વર્ષ નું થઇ ગયું છે. વર્ષ ૧૯૫૯ માં તે ૧૫ સપ્ટેમ્બર માં લોન્ચ થયું હતું અને તેને આધુનિક ભારત માટે ખુબ જ મહત્વપૂર્ણ માનવામાં આવતું હતું.જો દુરદર્શન વિશે વિચારીએ તો આ એક આંખ છે કે જેના દ્વારા આપણે દુનિયાભર ના દ્રશ્યો જોઈ શકીએ છીએ.

દેશ માં ટીવી ની શરૂઆત પણ તે જ સમયે થઇ હતી અને આવા બધા કાર્યક્રમો એ ધૂમ મચાવી દીધી હતી.આજે કરોડો લોકો ને આ વિશે કોઈ ને કોઈ વાત જરૂર યાદ હશે. સાથે જ તેઓ દુરદર્શન ની આ ૫ સુપરહિટ સિરિયલ ને આજે પણ યાદ કરતા હશે.આમાંથી તમને કઈ ગમતી હતી ?

આ ૫ સિરીયલો આજે પણ લોકો ને છે યાદ :

૧) બુનિયાદ :

દુરદર્શન માં આવતી દરરેક સિરિયલ નો પોતાનો એક સ્વાદ હતો અને દરરેક લોકો પોતાને ગમતી સિરિયલ ની રાહ જોતા હતા.ભારત માં ટીવી આવવાની શરૂઆત માં રમેશ સિપ્પી અને જ્યોતિ દ્વારા નિર્દેશિત સુપરહિટ સિરિયલ બુનિયાદ બધાની પસંદ ની હતી.

આ નાટક ની લોકપ્રિયતા તે સમયે ખુબ જ હતી પછી તેને વર્ષો પછી એક પ્રાઇવેટ ચેનલ પર પણ પ્રસારિત કરવામાં આવી હતી .

૨) હમ લોગ :

મનોહર શ્યામ જોશી ની સુપરહિટ સિરિયલ હમ લોગ બધાને ગમતી સીરીયલ હતી.૧૫૪ હપ્તા દેખાડવા માટે આ સિરિયલ એક વર્ષ સુધી ચાલી હતી.

આ સિરિયલ ના મધ્યમ વર્ગીય પાત્રો માત્ર લોકો થી જોડાયેલા જ ન હતા પણ લોકો તેની ખુબ ચર્ચાઓ પણ કરતા હતા.પારિવારિક ઘટનાઓ પર આધારિત આ સિરિયલ એ પોતાની ખાસ જગ્યા બનાવી લીધી હતી.

૩) ફૌજી :

વર્ષ ૧૯૮૯ માં એક સિરિયલ આવતી હતી જેનું નામ ફૌજી હતું અને આ સિરિયલ થી જ શાહરૂખ ખાન એ પોતના કરિયર ની શરૂઆત કરી હતી.આના પછી તેઓએ ઘણી સિરીયલો કરી પરંતુ આ આજે પણ તેમના દિલની નજીક છે.

આ સિરિયલ ને જોઇને જ તેમને સર્કસ માં રોલ મળ્યો અને પછી તેમને મુંબઈ જઈ ને પોતાની કળા બતાવવાનો મોકો મળ્યો.સર્કસ માં હેમા માલિની એ શાહરૂખ ને જોયા અને પછી પોતાની ફિલ્મ દિલ આશના માં રોલ આપ્યો.આ પછી શાહરૂખ એ એટલી સફળતા મેળવી કે જ્યાં કોઈ પહોચી ના શકતું.

૪) શક્તિમાન :

દુરદર્શન માં અંદાજે ૪૦૦ એપિસોડ બતાવવા વાળી સિરિયલ શક્તિમાન ને ૮૦ અને ૯૦ ના દશક માં લોકો ખુબ સારી રીતે જાણતા હતા.આ સિરિયલ નું ગાંડપણ બાળકો ના માથે ચડી ગયું હતું.આ સિરિયલ આખી દુનિયા માં પ્રખ્યાત થઇ અને પૂરી થયા બાદ પણ લોકો એ તેને પાછી પ્રસારિત કરવા માટેની માંગ કરી.

૫) રામાયણ :

૨૫ જાન્યુવારી ૧૯૮૭ ના દિવસે શરુ થયેલી રામાનંદ સાગર ની રામાયણ ને એક વર્ષ સુધી દેખાડવામાં આવી હતી.આ સિરિયલ એટલી પ્રખ્યાત થઇ કે દર રવિવારે મોટા ભાગના લોકો ના ઘર માંથી રામાયણ નો જ અવાજ આવતો હતો.જોકે ત્યારે દરરેક લોકો ના ઘર માં ટીવી હોવું મુશ્કેલ હતું એટલે જે લોકો ના ઘર માં ટીવી હોય ત્યાં આજુ બાજુ વાળા ભેગા મળી ને જોતા હતા.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!