એક સમયે એકદમ નોર્મલ રોલ લેતા હતા આ અભિનેતાઓ, આજે સ્ટાર્સ છે – ત્રીજા નંબર વાળો છે આજે સુપરસ્ટાર

આ દુનિયા માં કોઈ પણ કામ નાનું કે મોટું નથી હોતું, આ વાત આપને હમેશા સાંભળી હોય છે અને ઘણા લોકો આના પર અમલ પણ કરતા હોય છે.જે લોકો માં કોઈ પણ કામ કરવાનો જુસ્સો હોય છે તેઓ ક્યારેક તો શિખર પર પોચે જ છે.

કઈક એવું જ કરી બતાવ્યું છે બોલીવૂડ ના આ કેટલાક સ્ટાર્સ એ કે જેમનું ફિલ્મો માં પાત્ર ખુબ નાનું હતું આમ છતાં તેઓએ ફિલ્મો માં પોતાની ખાસ જગ્યા બનાવી લીધી હતી અને તેઓ આજે ખુબ જ વધુ પ્રખ્યાત છે.

નાનું પાત્ર ભજવવા વાળા સૌથી વધુ થયા પ્રખ્યાત :

બોલીવૂડ માં હીરો, હિરોહીન અને વિલેન સિવાય કેટલાક એવા પણ પાત્રો હોય છે કે જેઓ પોતાની ખાસ જગ્યા દર્શકો ના દિલ માં બનાવી લેતા હોય છે.

ફિલ્મો માં પણ કેટલાક એવા સિતારાઓ હોય છે કે જેઓએ પોતાના કરિયર ની શરૂઆત એક નાના પાત્ર થી કરી હતી પરંતુ અત્યારે તેઓ ખુબ જ પ્રખ્યાત સ્ટાર્સ થી ઓછા નથી.

ઈરફાન ખાન :

એકટર ઈરફાન ખાન માત્ર બોલીવૂડ માં જ નહિ પરંતુ હોલીવૂડ માં પણ પોતાની ઓળખ ઉભી કરવામાં સફળ રહ્યા છે.આપણે જાણીએ છીએ કે સ્લમડોગ મિલેનીયર અને લાઈફ ઓફ પાઈ એ ઓસ્કર જીત્યો હતો.જેમાં ઈરફાન ખાન એ કામ કર્યું હતું.તેઓએ પોતાના કરિયર ની શરૂઆત ટીવી સીરીયલ થી કરી હતી.

રાજકુમાર રાવ :

બોલીવૂડ માં રાજકુમાર રાવ એ પોતાની એક ખાસ ઓળખ તેની મહેનત થી બનાવી લીધી છે. પરંતુ શરૂઆત માં તેઓએ રણ, શૈતાન, ગેન્ગસ ઓફ વાસેપુર-૨, તલાક જેવી ફિલ્મો માં નાના નાના પાત્રો ભજવ્યા હતા.આજે રાજકુમાર રાવ લીડ એક્ટર બનીને ફિલ્મો મા કામ કરે છે.

પંકજ ત્રિપાઠી :

એક્ટર પંકજ ત્રિપાઠી ને કોણ નથી ઓળખતું. બિહાર ના રહેવા વાળા પંકજ જો તમે નોંધ્યું હશે તો રન ફિલ્મ ના કૌવા બિરિયાની ફિલ્મ ના સીન માં થોડી વાર માટે નજર આવ્યા હતા.

આના પછી તેઓએ નાના – મોટા પાત્રો ભજવ્યા હતા અત્યારે તે બોલીવૂડ ના ખુબ જ સારા એક્ટર છે. પંકજ વેબ સીરીઝ માં પણ કામ કરે છે, જેમાં મિરઝાપુર અને સીક્રેટ સ્કેયર્ડ સૌથી પ્રખ્યાત છે.

અયાન મુખર્જી :

વેક અપ સીડ અને એ જવાની હે દીવાની જેવી સુપરહીટ ફિલ્મો બનાવવા વાળા નિર્દેશક પહેલા ફિલ્મો મા કેટલાક નાના પાત્રો માં નજર આવતા હતા. વર્ષ ૨૦૦૫ માં રીલીઝ થયેલી ફિલ્મ કભી અલવિદા ના કહેના માં એક નાના પાત્ર માં જોવા મળ્યા હતા અને આજે તેઓ ફિલ્મજગત ના મોટા નિર્દેશકોમાના એક છે.

તેમની આવનારી ફિલ્મ બ્રહ્માસ્ત્ર છે જેમાં રણવીર કપૂર, અમિતાભ બચ્ચન અને આલિયા ભટ્ટ મુખ્ય ભૂમિકા ભજવશે.

રાજપાલ યાદવ :

મસ્ત, શુલ અને જંગલ જેવી ફિલ્મો માં ખુબ જ નાના પાત્રો માં નજર આવવા વાળા રાજપાલ યાદવ એ ચુપ-ચુપકે, માલામાલ વીકલી, ભાગમભાગ, ઢોલ, હંગામા, ફિર હેરા ફેરી, ભૂલ ભુલૈયા જેવી ઘણી ફિલ્મો માં ખાસ પાત્રો પણ ભજવ્યા છે.રાજપાલ યાદવ એ કોમેડી દ્વારા બોલીવૂડ માં પોતાની ખાસ જગ્યા બનાવી છે.

નાવાઝુદ્દીન સિદ્દીકી :

ફિલ્મ મુન્નાભાઈ એમબીબીએસ માં એક સીન માં દર્દી બનીને નજર આવેલા નાવાજુદ્દીન સિદ્દીકી ને એ પછી સરફરોશ અને જંગલ ફિલ્મ માં પણ નાના પાત્રો ભજવ્યા હતા.

આ પછી તેમની મહેનત ને લીધે તેમને સલમાન શાહરૂખ અને આમિર ખાન ની સાથે કામ કરવાની તક મળી હતી. આજે નાવાઝુદ્દીન સિદ્દીકી ની ફિલ્મ જગતના મોટા સ્ટાર્સ માં થાય છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!