૩૧ વર્ષથી કરીના-કરિશ્મા ના માતા-પિતા એકબીજા થી દુર છે – ફક્ત આ કારણ થી આજ સુધી તલાક નથી લીધેલો

બોલીવૂડ માં ઘણી એવી વાતો છે કે જેને લોકો જાણે જ છે. સાથે જ રહેવા વાળી દરરેક જોડી એક બીજા ની સાથે કેટલી ખુશ છે આ એક મોટો સવાલ હોય છે. હાઈ સોસાયટી ના કપલ્સ ના વિશે તો તમે એવો અંદાજો નથી લગાડી શકતા.

કઈક એવું જ છે બોલીવૂડ ની એક પ્રખ્યાત જોડી નું જીવન અને આ જોડી છે રણધીર કપૂર અને બબીતા ની કે જેઓ કરિશ્મા અને કરીના ના માતા પિતા પણ છે.એવું શું કારણ છે કે તેઓ ૩૨ વર્ષ થી એક બીજાથી દુર રહે છે ?

રણધીર – બબીતા નો શા માટે છૂટ્યો સાથ ?

૮૦ ના દશક પછી રણધીર કપૂર નું કરિયર ફ્લોપ થઇ ગયું અને તે સમયે રણધીર કપૂર ની લાઈફ સ્ટાઈલ બગાડવા લાગી હતી અને આની અસર તેમના અંગત જીવન પર પણ પડી.

કપૂર ખાનદાન જેટલું પોતાના કામ માટે જાણીતું છે તેટલું જ લોકો તેમના અંગત જીવન ની સાથે સરળતા થી કનેક્ટ થઇ જાય છે.કરીના કપૂર અને કરિશ્મા કપૂર ના માતા-પિતા છેલ્લા ૧૯ વર્ષો થી સાથે નથી રહેતા અને છતાં તેઓએ છુટ્ટા છેડા નથી લીધા.

એક સમયે બોલીવૂડ નું મોટું નામ હતા રણધીર :

રાજકપૂર ના સૌથી મોટા દીકરા રણધીર કપૂર એક સમયે બોલીવૂડ નું ખુબ મોટું નામ હતા. પરંતુ તેમની લવ લાઈફ હમેશા મુશ્કેલીઓ માં જ રહી. ૭૦ ના દશક માં રણધીર કપૂર અને બબીતા ની લવ સ્ટોરી શરુ થઇ પરંતુ તેમનું અંગત જીવન હમેશા મુશ્કેલીઓ માં જ રહ્યું.બબીતા ની સાથે રણધીર કપૂર ની મુલાકાત ફિલ્મ સંગમ ના સેટ પર થઇ હતી.

તે સામે બબીતાજી હતા ટોપ ની એક્ટ્રેસ માં :

તે સમયે બબીતા પોતે એક ટોપ ની એક્ટ્રેસ હતા પરંતુ કપૂર ખાનદાન માં મહિલાઓને એક્ટિંગ કરવાની મનાઈ હતી. રણધીર ની સાથે લગ્ન કર્યા બાદ બબીતા ને પોતાનું કરિયર છોડવું પડ્યું અને ૮૦ ના દશક પછી રણધીર નું કરિયર પણ ફ્લોપ થઇ ગયું, પછી એ સમયે બબીતા અને રણધીર કપૂર નો સંબંધ પણ બગાડવા લાગ્યો. આ પછી તેઓ બંને અલગ પણ રહેવા લાગ્યા.

બબીતા એ કરીશમા ને કરી આગળ :

જયારે કરિશ્મા કપૂર એ ફિલ્મો માં કામ કરવાની ઈચ્છા જતાવી હતી ત્યારે તેમના પરિવાર ના લોકો એ તેમને મનાઈ કરી દીધી હતી પરંતુ બબીતા એ પોતાના પતિ અને બીજા ઘરના સભ્યો ની વિરુદ્ધ માં જઈને ફિલ્મો માં કામ કરવા માટે કરિશ્મા ને આગળ કરી.

વર્ષ ૨૦૦૦ માં રણધીર અને બબીતા પાછા સાથે આવ્યા પરંતુ તેમની વચ્ચે પ્રેમ ક્યારેય પાછો ના આવ્યો.તેમના લગ્ન ને ૩૨ વર્ષ થઇ ગયા છે પરંતુ આમ છતાં સંતાનો માટે તેઓએ એક બીજા પાસે થી છુટ્ટા છેડા ન લીધા.

ક્યારેક ક્યારેક પરિવાર ની પાર્ટી માં સાથે રહે છે નહીતર અલગ અલગ જ તહીને પોતાનું જીવન પસાર કરે છે. છુટ્ટા છેડા માટે રણધીર કપૂર એ એક વાર એક ઈન્ટરવ્યું માં કહ્યું હતું કે “છુટ્ટા છેડા લેવાની શી જરૂર છે ? હું બીજા લગ્ન કરવા માંગતો નથી અને તે પણ બીજા લગ્ન કરવા માંગતી નથી. તે મારી રીતે રહેવા નથી માંગતી અને હું તેની રીતે રહેવા નથી માંગતો. તેણીએ મારી દીકરીઓ નો ઉછેર સારી રીતે કર્યો અને મારા પરિવાર ને સંભાળ્યો છે આ સિવાય મને શું જોઈએ ? “

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!