એક્ઝામ આપવા જઈ રહેલી છાત્રા ને આ પોલીસ કર્મીએ આવી રીતે મદદ કરી અને છાત્રાનું આખું વર્ષ બચી ગયું

આજના સમય માં લોકો ના મન માં પોલીસ ની એવી છાપ બની ગઈ છે કે જેને બદલવી ખુબ જ મુશ્કેલ છેસામાન્ય માણસો ને એવુજ લાગે છે કે બધાજ પોલીસ વાળા એક જેવા જ હોય છે.પોલીસ ડીપાર્ટમેન્ટ માં વધતા જતા ભ્રષ્ટાચાર ને આજના સમયે કોઈ નકારી શકતું નથી.

જોકે બધાજ પોલીસ કર્મીઓ એક જેવા નથી હોતા.પોલીસ ડીપાર્ટમેન્ટ માં આજે પણ ઘણા બધા સારા પોલીસ કર્મીઓ પણ છે, જે લોકો ની મદદ કરવામાં વિશ્વાસ રાખે છે અને પોતાની ફરજ સારી રીતે ભજવે છે.આજે અમે તમને એક એવી જ ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેના વિશે જાણીને તમને પોલીસ વાળા ની સારી વાત પર વિશ્વાસ આવી જશે.

કોલકતા ની છે આ ઘટના :

આ ઘટના કોલકતા શહેર ની છે.કોલકતા શહેર ના પોલીસ કર્મી ની મદદ ને લીધે એક છાત્રા પોતાના ૧૦ માં ધોરણ ની પરીક્ષા આપી શકી.થયું એવું હતું કે છાત્રા જયારે ઘરેથી નીકળી ને પરીક્ષા આપવા ગઈ ત્યારે જલ્દી જલ્દી માં પરીક્ષા નું એડમિટ કાર્ડ ઘરે જ ભૂલી ગઈ હતી.

૫ કિલોમીટર સુધી આગળ આવી ત્યારે યાદ આવ્યું એડમીટ કાર્ડ :

જયારે આ છાત્રા ઘરેથી ૫ કિલોમીટર આગળ પહોચી ગઈ ત્યારે તેને યાદ આવ્યું કે તે પોતાનું એડમીટ કાર્ડ ઘરે જ ભૂલી ગઈ છે.એવા માં એક પોલીસકર્મી એ આ છાત્રા ની સહાયતા કરી અને બધા જ લોકો ના દિલ માં એક ખાસ જગ્યા બનાવી લીધી.

આ છે આખી ઘટના :

આ છત્ર નું નામ સુમન છે.સુમન જયારે પરીક્ષા દેવા માટે ઘરેથી નીકળી તો જલ્દી જલ્દી માં પોતાનું એડમિટ કાર્ડ ઘરે જ ભૂલી ગઈ હતી.જયારે તે પરીક્ષા કેન્દ્ર પર પહોચી ત્યારે તેને ખબર પડી કે તે પોતાનું એડમીટ કાર્ડ ઘરે જ ભૂલી ગઈ છે.

એડમીટ કાર્ડ વગર તેને પરીક્ષા હોલ માં બેસવા નહિ દે, એવામાં તે ખુબ જ ગભરાઈ ગઈ હતી. આ પછી તે બાજુ ના પરીક્ષા કેન્દ્ર માં એવા ટ્રાફિક પોલીસ કર્મી ચૈતન્ય મલિક ને પોતાની સમસ્યા જણાવી.

સમસ્યા જાણીને પોલીસ કર્મી એ આ રીતે કરી મદદ :

આ સમસ્યા ની જાણ થતા જ પોલીસકર્મી મલિક એ સુમન ની માતા ને ફોન કર્યો અને તેમની સાથે વાત કરી આ પછી તેઓ સુમન ના ઘરે પહોચી ગયા હતા. ત્યાંથી એડમીટ કાર્ડ લઇ આવ્યા હતા.

પરીક્ષા આપી ને કર્યા ધન્યવાદ :

પોલીસકર્મી ની મદદ ને કારણે સુમન પોતાની પરીક્ષા આપી શકી અને આને લીધે તેનું વર્ષ બગડતા અટકી ગયું હતું. આ માટે પરીક્ષા આપીને બહાર આવતા સુમન એ સૌથી પહેલા જ પોલીસકર્મી મલિક ને ધન્યવાદ કર્યા.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’                                                          

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!