ફેસબુક ફ્રેન્ડ ને મળવા ૪૬૦૦ કિમી દુરથી આ દેશથી અનાસ્તા આવી – ચૂલે બેસીને જે કર્યું એ જોવા જેવું છે

આ દુનિયા માં મિત્રતા ને ખુબ મોટી માનવામાં આવે છે અને બે મિત્રો ની વચ્ચે દુરી ગમે તેટલી હોય પણ જયારે એક દોસ્ત તડપે છે ત્યારે બીજો મિત્ર તેને મળવા માટે આવી જ જાય છે.કઈક એવી જ કહાની રાજસ્થાન ના ચિતોડગઢ ના એક ગામ સેગવા ના કન્હૈયા લાલ ગાડરી ની પણ હતી.

કન્હૈયા લાલ નું ઘર અત્યારે આખા રાજસ્થાન માં ચર્ચા નો વિષય બની ગયો છે અને આનું કારણ છે ફેસબુક માં થયેલ મિત્રતા ને લીધે રૂસ થી અનાસ્તા મળવા આવી છે.આના પછી જે થયું એ ખુબ જ રસપ્રદ છે.

મિત્ર ને મળવા રૂસ થી રાજસ્થાન આવી અનાસ્તા :

કન્હૈયા નું ઘર ચર્ચા નો વિષય બની ગયું છે કેમકે તેમના ઘરે વિદેશી મિત્રો આવ્યા છે. તેઓ કન્હૈયા નું ઘર, ગામ અને ખેતરો માં ફરવાનો આનંદ માણી રહ્યા છે.આ વિદેશી દળ બે દિવસ આ લોકો ના ઘરે રોકાયા અને તેઓને ત્યાં રહેવું ખુબ જ ગમ્યું.આ આખી વાત રાજસ્થાની એક છોકરા અને રૂસ ની એક છોકરી ની મિત્રતા ની છે અને આ બંને ની મિત્રતા ફેસબુક દ્વારા થઇ હતી.

અનાસ્તા કન્હૈયા ની એટલી સારી મિત્ર બની ગઈ કે તે ૪૬૦૦ કિલોમીટર દુર થી પણ આવી ને તેના ઘરે પહુચી ગઈ.શનિવારે અનાસ્તા રૂસ થી અને નેધરલેંડ થી ૮ લોકો ભારત ભ્રમણ કરવા નીકળ્યા હતા અને આ બધા જ કન્હૈયા ના ઘરે પણ આવ્યા હતા.

ચિતોડગઢ સુધી કાર માં આવી અનાસ્તા :

કન્હૈયા ને મળવા માટે કાર થી અનાસ્તા પોતાના સાથીઓ ની સાથે ચિતોડગઢ  જિલા મુખ્યાલય પહોચી અને પછી ૧૦ કિલોમીટર સ્થિત ગામમાં પહુચી ગઈ. અનાસ્થા અને તેમના સાથીઓ ના સ્વાગત માટે કન્હૈયા લાલ અને તેમના પરિવારના લોકો અને ગામના લોકો રાહ કોઈ રહ્યા હતા.

ખુબજ આત્મીયતા થી તેઓ નું સ્વાગત કર્યું અને આ વિદેશી મિત્રો ના ઘરે આવવા થી આખું ગામ તેમને મળ્યું અને સ્વાગત કર્યું.

કાચા ચુલા માં બનેલી મકાઈ ની રોટલી ખાધી :

વિદેશ થી આવેલા આ મહેમાનો એ તેમના મિત્ર કન્હૈયા ના ઘરે કાચા ચુલ્લા માં બનેલી મકાઈ ની રોટલી ખાધી.આ દરમિયાન તેઓએ માત્ર દેશી ભોજન જ જમ્યું અને ઠંડી થી બચવા માટે તેઓએ તાપણા નો પણ સહારો લીધો હતો.પછી રવિવાર ના દિવસે તેઓ ખેતરો માં ફરવા ગયા અને ગ્રામીણ પરિવેશ ને પણ જાણ્યો.

આ પછી લોકો એ વિદેશીઓ ને ગામના બાળકો સાથે વાત ચિત પણ કરી.કન્હૈયા લાલ થી મળી ને અનાસ્તા અને તેમના મિત્રો ખુબ જ ખુશ થયા અને બધાજ એમના પરિવાર સાથે ભળી ગયા હતા. રૂસી પ્રવાસીઓ માં સામેલ એક સ્ત્રી એ તો કન્હૈયા લાલ ના ઘર ની સ્ત્રીઓ સાથે મળી ને જમવાનું પણ બનાવ્યું.

કન્હૈયા લાલ એ આ વિશે એક વિડીયો માં જણાવ્યું હતું કે અનાસ્તા તેમને જરાય અલગ ન લાગી કેમકે તે તેમના ઘર ના સભ્યો સાથે ભળી ગઈ હતી.તેમના મિત્રો ખુબ જ ખુશ થઇ ને પાછા ફર્યા.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!