ફૂલ વેંચીને ગુજરાત ચલાવનાર મહિલાના હોંશ ઉડી ગયા જયારે એકાઉન્ટમાં ૩૦ કરોડ આવ્યા – કંઇક આવું થયું

અવાર નવાર લોકો ના મનમાં એવો વિચાર આવતો હોય છે કે એક દિવસ અચાનક તેમના બેંક ના ખાતા માં કરોડો રૂપિયા આવી જાય જેથી તેના જીવનની બધીજ મુશ્કેલીઓ દુર થઇ જાય.પરંતુ જયારે સાચેજ એક દિવસ બુરહાન ના ખાતા માં કરોડો રૂપિયા આવી ગયા ત્યારે કઈક એવું જ થયું ત્યારે તેના હોશ ઉડી ગયા.

અ બાબત કર્નાટક ના ચન્નાપટના કસ્બા માં રહેવા વાળા એક ફૂલ વિક્રેતા ની છે.તેઓ ત્યારે હેરાન થઇ ગયા જયારે તેમણે આ જાણકારી મળી કે તેમની પત્ની ના બેંક અકાઉન્ટ માં અચાનક ૩૦ કરોડ રૂપિયા જમા થઇ ગયા.આ ફૂલ વિક્રેતા નું નામ સહદ મલિક બુરહાન છે.

આર્થિક સ્થિતિ ખુબ જ ખરાબ હતી :

સહદ ની આર્થિક સ્થિતિ બહુ સારી નથી.થોડા દિવસો પહેલા સહદ પોતાના પરિવાર ની ચિકિત્સા ની જરુરીયાતો ને પૂરી કરવા માટે આર્થિક સમસ્યાઓ નો સામનો કરવો પડે છે.ત્યારે જ તેમને ખબર પડી કે તેમની પત્ની ના બેંક અકાઉન્ટ માં ૩૦ કરોડ રૂપિયા જમા થયેલા છે.

બેંક અધિકારીઓ અચાનક આવ્યા હતા :

સમાચાર મુજબ ૨ ડીસેમ્બર ના દિવસે સહદ ના દરવાજા પર ખખડાવવામાં આવ્યું અને સહદ ને પૂછવામાં આવ્યું હતું કે તેમની પત્ની ના બેંક ખાતા માં આટલી બધી રકમ ક્યાંથી આવી.જયારે સહદ ને આ રકમ ના વિશે ખબર પડી તો તે પોતે જ હેરાન થઇ ગયા અને તેના હોશ ઉડી ગયા.

બુરહાન એ જણાવ્યું કે “બે ડીસેમ્બર ના દિવસે બેંક અધિકારીઓ એ અમારા ઘર ની તલાસી લેવા આવ્યા.બેંક અધિકારીઓ એ માત્ર એટલીજ જાણકારી આપી કે મારી પત્ની ના બેંક અકાઉન્ટ માં આટલી બધી રકમ જમા કરવામાં આવી અને મારે માર્રી પત્ની નું આધાર કાર્ડ લઈને આવવાનું છે.”

સહદ ની પત્ની નું નામ રેહાના છે.બુરહાન એ આ પણ દાવો કર્યો છે કે બેંક અધિકારીઓ એ એક કાગળ પર તેમના હસ્તાક્ષર લેવા માટે તેના પર દબાણ કર્યું પરંતુ સહદે કાગળ પર હસ્તાક્ષર કર્યા નહી.

એક ઓફર માં સાડી ખરીદવા સમયે આપી હતી બેંક ની માહિતી :

થોડા સમય માં બુરહાન ને યાદ આવ્યું કે તેઓએ એક ઓનલાઈન પોર્ટલ દ્વારા એક સાડી ખરીદી હતી.સાડી ખરીદતી વખતે એક ઓફર માં કાર જીતવા ને લીધે તેમના બેંક ની જાણકારી માંગવા માં આવી હતી.

સહદ એ જણાવ્યું જે અમે વિચારવા લાગ્યા કે અમારા ખાતા માં રૂપિયા કેવી રીતે જમા થશે.કેમકે ત્યારે અમારા ખાતા માં માત્ર ૬૦ રૂપિયા જ હતા.પરંતુ આજ ના દિવસે અચાનક આટલા પૈસા આવી ગયા.અમને ખબર જ નહિ પડી.બુરહાન એ જણાવ્યું કે તેઓએ ઇન્કમ ટેક્ષ માં એક ફરિયાદ નોંધાવી છે.

સહદે લખાવી હતી એફઆઈઆર :

સહદ એ નોંધાવેલી એફઆઈઆર ને જોઇને રામનગર જિલ્લના ચન્નાપટના શહેર ની પોલીસ એ આઈપીસી ના અંતર્ગત જાલસાઝી અને ઠગી માટે સુચના અને પ્રોધ્યોગીકી કાનુન ની અંતર્ગત આ બાબતને નોંધવામાં આવી છે.

પોલીસ મુજબ તેઓએ આનાથી પહેલા પણ ઘણી વાર વિતીય લેનદેન કર્યા હતા જેની કોઈ પણ જાણકારી બુરહાન ની પાસે નથી.એક પોલીસ અધિકારી એ કહ્યું કે “અમે આ વાત ની તપાસ કરવાનો પૂરો પ્રયાસ કરી રહ્યા છીએ કે આ પૈસા કેવા માટે આપવામાં આવ્યા છે.જે પણ કારણ હશે તે અમે ખુબ જલ્દી તેના વિશે જાણકારી મેળવી લેશું. ”

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!